________________
-
=
* કેથારન-કેશ :
વૃદ્ધ પુરુષના પુત્રોની અંતે થયેલ દુર્દશા તેને વિશેષ વિય કરીને તેણે એ બાવાનું હૃદય રાજ કર્યું અને બાવાને એના તરફ વિશેષ વિશ્વાસ થયા. પછી તો કેટલાક દિવસે એમ વીત્યા પછી બાવાની બધી માલમત્તા લઈને મધરાતે તે ત્યાંથી ઝટઝટ ભાગતો તારી પાસે આવ્યો અને તેણે આ બધું ધન મેળવવાની પિતાની બધી રીત તને કહી સંભળાવી. મેં તેને આ બાબત ઉત્તેજન આપ્યું અને પછી તે લોભને વશ થઈને સ્વચ્છ ધ કરવા લાગે.
આ પ્રમાણે છે સ્થવિર ! કોધ, માન, માયા અને લેભથી ધનની કમાણ થતાં તારું મન વિશેષ રાજી થયું અને તેથી તેં તારા ચારે છેકરાને તે તે અનર્થકર કોધાદિકની પ્રવૃત્તિમાં ગમે તેમ કરીને સ્થાપિત કર્યા. તેથી એ છેકરાઓની રુચિ સ્વપ્ન પણ એ અહિતકર ક્રોધાદિકને તજી દેવાની ન થઈ એટલું જ નહીં ઉલટું તેઓ એ કોધાદિકની પ્રવૃત્તિમાં વિશેષ ઉદ્યત થયાં. કિપાક નામના વૃક્ષનું ફળ આરંભમાં મુખને મધુર લાગે છે અને તેનું પરિણામ ઘાતક નીવડે છે તેમ તેમણે કરેલા કષાયને વિપાક-પરિણામ અતિશય કડ હેવાથી તે કષાયે આ જન્મમાં પણ તેમનામાં સારી રીતે પરિણમ્યા અને પાછા તેઓ તારે ત્યાં જ આવ્યા. કેટલીક વાર દેવવશાત્ અકૃત્ય કરતાં પણ ગમે તેમ કરીને લક્ષ્મી મળી જાય છે, તે પણ તે લક્ષમી ઝેર ભેળવેલા ભેજનની પેઠે મરણનું જ કારણે થાય છે. બિલમાં હાથ નાંખતાં કેઈક વાર રતનની માળા મળી જાય છે તે પણ તે પ્રકારે હાથ નાંખતાં કેઈક વાર સર્ષ કરડી જાય છે અને મરવું પડે છે.
એ જ પ્રમાણે એ ક્રોધ, માન, માયા અને લેભમાં વિશેષ ખંચી ગયેલા હતા અને એ રીતે જ એઓ દૈવવશાત્ કેટલાક દિવસો સુધી ધન કમાતા રહેતા હતા પરંતુ પાછળથી જ્યારે નગરના મહાજનેએ અને કેટવાળ વગેરેએ તેમનું ખરું સ્વરૂપ જાણ્યું ત્યારે તેઓએ તેમનાં કાન, નાક, હાથ અને પગ કાપી નાંખ્યાં અને એ રીતે તેઓ ઘણું દુઃખ પામ્યા. પછી તો તેઓ દયાપાત્ર બની ગયા, રાંક બની ગયા અને વારંવાર ધિકકાર, તિરસ્કાર વગેરેને લીધે ભારે આઘાત પામ્યા. તેમના સ્વજને પણ તેમને વખોડવા લાગ્યા અને એ રીતે તેઓ દુખપૂર્વક કાળધર્મ પામ્યા. તેમના મરણનું દુઃખ તને પણ ઘણું - લાગ્યું, તેના તીવ્ર આઘાતથી તારું હૃદય ફાટી ગયું. અને નગરના માણસેથી નિંદનીય બનેલે તું પણ છે સ્થવિર ! મરણ પામે. પછી તે નિંદનીય એવા માનવ ગતિનાં, નરકગતિનાં અને તિર્યંચગતિના લાખે બહુ વાર ભેગવીને તું પાછો આજ નગરમાં આ જન્મ પામ્યો અને તે તારાં ચારે છોકરા પણ જાણે કે તારી સાથે ભારે નેહની સાંકળથી બંધાયેલાં ન હોય એ રીતે આ પ્રમાણે તારા ભયાનક સંતાન તરીકે અહીં ઉત્પન્ન થયાં. જન્મ જન્મ તેમને કષાયેને ગાઢ અભ્યાસ થઈ ગયેલ હોવાથી તેઓ અહીં પણ એ જ પ્રવૃત્તિ કરે છે અને અનુચિત દુષ્કર્મથી નિર્માયેલી આવી વિડંબના તને પમાડે છે. વળી, એ જ કારણથી તારે પ્રથમ પુત્ર ભારે પૂરવૃત્તિને થશે છે, ક્રોધને
"Aho Shrutgyanam