________________
ભગવતે વૃદ્ધ પુરુષને જણાવેલ તેને પૂર્વભવ ઃ કથાન-કેશ: પણ વિચારવા જોઈએ. રાગ અને દ્વેષથી ડોળાઈ ગયેલા મનની શુદ્ધિ કરવા સારુ શાસ્ત્રચિંતન સિવાય બીજું કંઈ સારું સાધન નથી. એ પ્રમાણે મોહની ભયંકર આગથી ભડભડ બળતાં ભવ્યજીને અમૃતની વૃષ્ટિ સમાન લાગે તેવી શીતળ મનહર ધર્મદેશના ભગવાને પૂરી કરી. - હવે બરાબર એ જ વખતે દુખિયાનો નમૂને, વિવિધ રોગોથી પીડાયેલા રોગીઓની હદ સમાન, કુદર્શનની આરસી, દારિદ્રચ અને ઉપદ્રને નિવાસ એ અત્યંત અળખામણે એક ઘરડે માણસ પિશાચ જેવા પિતાના ચાર છોકરાઓ સાથે ત્યાં આવી પહોંચે. તેણે આદરપૂર્વક પ્રણામ કરીને વિનંતિ કરીઃ હે ભગવંત! તમારું દર્શન કામધેનુ, ચિંતામણિ રત્ન અને કલ્પવૃક્ષથી પણ ચઢિયાતું છે એમ સાંભળીને હું મારાં આ આકરાં દુઃખોને મટાડવા માટે આપને ડુંક પૂછવાની ઈચ્છા રાખું છું. ભગવાન બોલ્યા હે દેવાનુપ્રિય! તારે જે કહેવું હોય તે નિરાંતે વિસ્તારથી કહી બતાવ. પછી તે ઘરડે માણસ બે હું આ નગરીને જ રહેવાસી છું અને જન્મથી જ કંગાળ છું. કઈ પણ ભારે પુણ્યવાળા લેકે મારી સામે ન જુએ તે માટે જ જાણે મને વિધિએ ઘડ્યો લાગે છે. અહીં હું મહાકલેશથી મારા દિવસો વિતાવું છું. મને ચાર છોકરાં થયાં છે. એ ચારેનાં નામ આ પ્રમાણે છે-૧ ચંડ. ૨ પ્રચંડ. ૩ ચુડેલી છેકશી. ૪ મ. જાણે કે કલિકાલ કૃષ્ણની ભુજાઓ ન હોય એવાં એ ચારે છોકરાંઓએ આમતેમ તોફાન કરતાં મને એવાં એવાં દુખે આપ્યાં છે કે હવે મારે કઈ દુઃખ ભોગવવું રહ્યું જણાતું નથી અને એમણે મને
ક્યા આપદાના ખાડામાં પાડ્યો નથી ? વળી, પ્રથમ પુત્ર ભારે કજિયાળે છે અને બધા લોકોને ઉદ્દેશ કરે એવે છે. બીજે ભારે અભિમાની, પિતાની જ બડાઈ હાંકનારો, અન્યનું અપમાન કરનાર અને વિનય વગરને છે. ત્રીજી મારી છોકરી અનર્ગળ બોલનારી અને વચિત્તવાળી છે તથા ચોથે છોકરે તે બધા ય દેનું ઘર છે. આવાં છોકરાઓને લીધે હમણાં હમણાં હું ભારે સંતાપ પામું છું, તે તમે કહો કે મેં પૂર્વભવમાં એવાં શાં પાપ ક્ય છે કે જેને લીધે મારે આવું કઠેર દુઃખ સહવું પડે છે.
ભગવાને કહ્યું : હે દેવાનુપ્રિય! સાંભળઃ આજથી પૂર્વના સાતમા ભાવમાં કુમ્માપુર નામના નગરમાં ચરણેની બહુઝચાઓને જાણનારા બ્રાહ્મણની વચ્ચે તું દુર્ગ નામે બ્રાહ્મણ હતે. ત્યાં પણ તને આજે છે એ જ ચાર એકરાં હતાં. તે ચારેને એગ્ય કળાઓ શીખવાડીને કુશળ કર્યા. સમય જતાં ધનની આવક ઓછી થઈ ગઈ અને ખેતરમાં ધાન્ય પણ ન નીપજ્યું એથી તારું કુટુંબ દુઃખી થવા લાગ્યું ત્યારે તે એ ચારે પુત્રને બોલાવીને કહ્યું : અરે ! હવે આપણું શું થવા બેઠું છે? હવે આપણી આજીવિકા ઉપાય બધી બાજુએથી ચાલ્યો ગયો. છેકરાં બેલ્યા : હે પિતાજી! તમે નિરાંત રાખો, અમે એ રીતે કરશું કે જેથી આપણે નિભાવ કલેશ વિના જ થયા કરે. તું બોલ્યા : તમે કહ્યું તે યુક્ત જ છે.
"Aho Shrutgyanam