________________
: કથાર–કાશ :
પરમાત્માએ આપેલી સર્વગ્રાહ્ય દેશના
તેમ છતાં ય તે જુદાં જુદાં ફળની આશાવાળા બધાને દૂર રહેલા છે છતાં ય તું એક જ સાથે ફળ આપીને તેમની વાંછા પૂરી કરે છે એટલે ચિંતામણિ રત્ન કરતાં તારું ઔદાર્ય ચડી જાય એવું છે. હું અધીશ! બીજા બીજા મતવાળા લકે પિતાપિતાની પરં પરાથી ચાલ્યા આવતા પૂજય વંદનીય વર્ગને છોડીને અને સંસારમાં તને એકને જ દેવરૂપે સ્વીકારીને તારી પાસે જ આવ્યા છે તો એ સંસારમાં તારો અલોકિક સિંહનાદ જ કહેવાય. હે વિશ્વના પ્ર! જે કાર્ય મનથી પણ અસાધ્ય જણાય છે તેવાં અનેક કાને તું પ્રત્યક્ષપણે માને માટે સાધી આપે છે એથી એમ પણ કેમ ન અટકળ કરી શકાય કે તારામાં જ્યાં ઇદ્રિ પણ નથી પહોંચી શકતી એવાં સ્વર્ગ અને નિર્વાણુ વગેરેનાં અઢળક સુખોને પણ આપવાની શક્તિ છે ? હે દેવ ! જે પુરુષે તારા ચરણની સેવા કરીને જે પિતાના મનોરથને સાધી શકયા નથી તે મને રથને વિષ્ણુ, બ્રહ્મા વા મહાદેવ વગેરે દેવ શું તેમને આપી શકવા લેશ પણ સમર્થ છે ખરા? જ્યાં તીવ્રકાળરૂપ આગ ભડભડ બળ્યા કરે છે, રોગરૂપ યંકર સર્પો આમતેમ ફર્યા કરે છે અને જયાં યમરાજ રાક્ષસ છે એવા ભવરૂપી સંસારના સમશાનમાં હે અધીશ! જ્યાં સુધી હું રહું ત્યાં સુધી મારા મનમાં તારા નામના અક્ષરેનો જ મંત્ર કુર્યા કરે. એ પ્રમાણે શ્રી અરિહંત ભગવાનનાં મુખકમળ સામે જ પિતાના પલકારા વિનાનાં વિશાળ નેત્રરૂપ ભ્રમરે રાખીને, તેમની સ્તુતિ કરીને, કપાળમાં પોતાના હસ્તકમળનો કોશ કરીને એટલે હાથ જોડીને રાજા જમીન ઉપર બેસી ગયા.
દેવ, દાન, માણસ અને તિર્યંચ વગેરે બધાં ય પ્રાણીઓ સમજી શકે એવી એક સાધારણ ભાષા દ્વારા ધર્મના પ્રારંભક એવા જગદ્ગુરુએ ધર્મકથા કહેવાનો આરંભ કર્યો–અહીં રોજ ને રોજ ફરતાં એવા ભવયંત્રમાં પીલાતાં જંતુને તેમાંથી છોડાવી શકે એ એક ધર્મ જ છે માટે તેનું ઉચિત રીતે સંપાદન કરીને તેને સદા આચરે જોઈએ. રાજ દેવવંદન અને પૂજન કરવું ઉચિત છે અને ભવના કૂવામાં પડેલાઓને તે એ દેવવંદનાદિ ઉચિત ક્રિયાઓ જ ટેકારૂપ છે તથા સિદ્ધાંતને જાણનારા ઉત્તમ સુનિઓની પ્રતિક્ષણ સેવા કરવી એમ કર્યા વિના બધી ઉચિત ધર્મકરણી પણ નકામી જાણવી. પ્રમાદને તજી દે, દુઃશીલની સબત ન કરવી, પિતે જાતે પણ આળસુ હોય તે તે અધર્મના યોગને લીધે પિતાનું જ અહિત કરનાર બને છે. કઈ પ્રકારની આશા રાખ્યા વિના દાન કરવું અને તે દાન પણ શ્રદ્ધાથી, સત્કારથી અને ઉચિતતાથી યુક્ત હેવું જોઈએ. જે લેક તપ, શીલ અને ભાવના કરવામાં અસમર્થ છે તેમને માટે એ પ્રકારનું દાન જ ઉત્તમ માર્ગ છે. વિરતિ ધર્મને આચરો અને તે પ્રમાણે પ્રતિક્ષણ અનુસરણ કરવું. મનને વશ ન કરવામાં આવે તે તે, જે વસ્તુ નથી અને હવે પછી થવાની પણ નથી એવી એવી વસ્તુના પણ તરંગે કરે છે. વળી એકાગ્ર ચિત્ત રાખીને શાસ્ત્રના પરમાર્થોને
"Aho Shrutgyanam