________________
૪૭
નૃપતિએ કરેલ તીર્થંકર ભગવંતની સ્તુતિ
: થાન–કાશ :
6
સાનાના અને રૂપાને એમ ત્રણ ગઢ બનેલા છે અને તેની અંદર એ સુંદર સિંહાસન ઉપર બેઠેલા છે, તેા એનુ દન કરીને આપણે આત્માને પાવન કરીએ. માટે હવે બીજા બધા કામ તજી દઈને તેની પાસે જવાને તૈયાર થઈ જઈએ. ' આવુ કાઈ સમય નહીં સાંભળેલુ સાંભળીને વિસ્મય પામી આંખે! ફાડીને આ શુ છે ? ' એ જોતે અને મનમાં વિચિત્ર વિતર્ક કરતા તે હજુ ઊભેા છે એટલામાં આકાશમાંડળને ાભાવતી, ખીલેલા કમળવન જેવી ખીલેલી, ચારે દિશાઓને ભરી દેતી એવી દેવિવમાનાની હારા ને હારા ચારે કાર ફેલાઈ ગયેલી એના જોવામાં આવી, તેથી એના મનમાં એમ થયું કે ‘ ખરેખર આ મહાનુ ભાવ દેવાના સંધ પેાતાના પ્રભાવથી વિશ્નોને દૂર કરી તે ભગવંતના ચરણુ દર્શન માટે આ રીતે જતા હોય એમ લાગે છે માટે હું પણ મારી પેાતાની આંખને સફળ કરું.' એમ વિચારી તે સુદત્ત પોતાના મિત્રની સાથે જ્યાં ભગવંત છે તે તરફ જવા નીકળ્યેા.
હજુ તે તે બન્ને જણાં નગરીના દરવાજા પાસે જેમ તેમ કરીને પહેાંચ્યા એટલામાં તા માથે ધરેલા ધોળા છત્ર સાથે જયહસ્તી ઉપર ચડેલે રાન્ત પેાતાની સાથે રથા, ઘેાડાઓ, વાહના અને શિખિકા-પાલખી ઉપર બેઠેલા ઘણા મોટા રાજપરિવારને લઇને માને સાંકડા કરતા તે ભગવંતના ચરણુવંદન માટે ત્યાં જતા હતા એમ તેમના જોવામાં આવ્યું. એ ઉપરાંત કેટલાય શેઠો, સાર્થવાહા, ઇન્ચે અને લેાકાને પોતપોતાના વૈભવ પ્રમાણે સજ થઇને તે તરફ શ્રી જિત ભગવાનને વંદ્યન કરવા જતા જોયા. એ રીતે અનેક લેાકેા જતા હાવાથી મેટા વિશાળ રાજમાર્ગ પણ અત્યારે તો સાંકડા થઈ ગયા, એમાં ‘ હું પેલે જાઉં, પેલા જાઉં ' એ રીતે શ્વસતા અધા લેકે જેમ તેમ કરીને શ્રી જિન ભગવાનની પાસે પહેાંચ્યા. તે બધા લેાકેાએ પેાતપેાતાનાં વાહન, મ્યાનાએ વગેરે દૂરથી જ છોડી દીધાં, એમણે બધાએ વિધિ પ્રમાણે શ્રી જિન ભગવાનનાં ચરણામાં વંદન કર્યું અને પછી તે બધા ય નીચે બેસી ગયા. શ્રી જિન ભગવાનને જોતાં જ અતિશય ભક્તિને લીધે રાજાની આંખમાં આનંદના આંસુ આવી ગયાં, અને તે, તીથંકરને પ્રણામ કરીને ભક્તિભાવપૂર્વક આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યો :
હું સંસારરૂપી કમળને કરમાવી નાખવામાં હિમ જેવા ! માર-કામદેવને ધાણ કાઢનારા ! સાતને જ સાર માનનારા ! ક્રોધ, માન વગેરે અંતરંગ શત્રુઓના ટોળાને હણી નાંખનારા ! વિશ્વના પ્રભુ ! ધર્મવિધિના ઉત્પાદક ! એવા હે ઈશ ! તું મને ઝાલીને આ સસારના સાગરમાંથી બહાર કાઢ. હે નાથ ! આ જડ બુદ્ધિ લાકેાના આ કેવા ભ્રમ છે કે તેઓ, ભવના ભયને નહીં છંદનાર એવા ખીજા દેવની પાસે ભવભયને છેદવાની યાચના કરે છે. જે માશુસ તે જ જન્મથી જ કંગાલ હાય અને તેની પાસે ઇષ્ટ રત્નાના ખજાનાની વારંવાર માંગણી કરવામાં આવે તે એ શુ એવા ખજાનાને આપી શકે ખરા ? વળી હૈ ઈશ ! તું પોતે એક છે અને દુ:ખિયા માનવી તે ઘણા ય છે
"Aho Shrutgyanam"