________________
I
=
+
+
+
૩૯
મયણમંજૂષા વેશ્યાએ પડાવી લીધેલું વિજયદેવનું રત્ન : કથારન-કેશ : ગેઓ કાષાય વસ્ત્ર પહેરેલા છે, એનું શરીર સ્વચ્છ પણ નથી છતાં તેમાં કઈ અદ્ભુત ચમક દેખાય છે એથી એમ જણાય છે કે જરૂર એ કઈ મહાપ્રભાવવાળે મહાત્મા હૈ જોઈએ.
એમ વિચારીને એ વેશ્યા હજુ ગેખમાંથી ઉતરી પિતાના ભવનને આંગણે આવી ત્યાં તો પેલે વિજયદેવ પણ તે જ સ્થળે આવી પહોંચે. પછી તેની તરફ કટાક્ષભર્યા પિતાના કમળદળ જેવાં લાંબાં નેત્રોથી જેતી એ વેશ્યાએ હાથ જોડી પ્રણામ કરી તેને કહ્યું હે દેવાનુપ્રિય ! અહીં વિસામે કરીને અમારા ઉપર કૃપા કરે. પછી પેલું માણેક સારી રીતે સંતાડેલું હતું તેથી તેને નાશ થવાની તે એને બીક જ ન હતી એટલે અને “આણે આદર સાથે આમંત્રણ આપ્યું છે ” એથી એ એના ભવનમાં પેઠે. તેણીએ એને માટે આસન બિછાવ્યું, તેના પગ પખાળ્યા, થોડીવારમાં જ વિશેષ આદરથી સ્નાન કરાવ્યું, શરીર ઉપર ગશીર્ષના ચંદનને લેપ કરાવ્ય, વિશે રસેથી સારી રીતે ભરેલું ભોજન કરાવ્યું અને પછી સાંજ પડતાં સુધી પાટ વગેરે અનેક પ્રકારની રમત રમાડી.
પછી રાત પડતાં તેને માટે હંસના રોમ જેવી સુંવાળી કેમળ અને બને બાજુ એશીકાં મૂકીને મનહર બનાવેલી એવી તળાઈ પથરાવેલી પથારી તૈયાર કરી તે ઉપર તેને સુવાડ્યો. ત્યારબાદ એનું શરીર ચાંપવા માટે તેમજ બીજી કોઈ જાતની સેવા કરવા માટે ખાસ કરીને તેણીએ એની પિતાની પુત્રીને જ ભલામણુ કરી અને એને એકાંતમાં સમજાવ્યું દીકરી મનસુંદરી ! આ માણસ કહે છે કે મંત્રસિદ્ધિને લીધે વા તેની પાસે કઈ સારા પ્રકારનું ન હોવાને લીધે સશ્રીવાળે થયેલે વિશિષ્ટ મહાત્મા છે અને તે જાણે કે તારા પુણ્યથી ખેંચાઈને જ અહીં ન આવ્યું હોય એવું લાગે છે માટે તું તેની સેવા સારી રીતે કરજે. બહુ સારું' એમ કહીને મદનસુંદરી તેની સેવા તે જ પ્રમાણે કરવા લાગી. હવે મિષ્ટ
જન, કમળ પથારી અને પગચંપી વગેરેથી તેના શરીરને ઘણો જ આરામ મળે અને વિશ્વ વગરના ઘરમાં આવેલ હોવાથી તે ઘસઘસાટ કરતે પથારીમાં ઊંઘી ગયે.
પછી તે એ પથારીમાં સૂતે સૂતે ઘેરવા લાગે, તેને એ રીતે સૂતેલો જોઇને અત્યંત વિમળ બુદ્ધિવાળી પેલી મયણમંજૂષા વિચારવા લાગી.
આ કઈ પરદેશી માણસ અમને સશ્રીક શરીરધારી ભાસે છે. પ્રત્યક્ષ જોતાં તે એની સશ્રીકતાનું કોઈ કારણ નિશાન કળાતું નથી. આ પુરુષ મંત્રની કે તંત્રની સિદ્ધિને લીધે આ રીતે ચમત્કારિક લાગતો હોય તો તેને વિનય કરીને, તેને વિશેષ સન્માન આપીને અથવા તેની ખાસ સેવા કરીને તેને પ્રસન્ન કરે જોઈએ. અથવા એની ચમત્કારિકતાનું કોઈ કારણ બહારનું પણ હોય એટલે લાવને ત્યારે હું આ દંડાગ ઉપર જે કોપીન બાંધેલું છે તેને જ છોડીને જોઉં, કદાચ કોઈ રત્ન વગેરે એમાં જ બાંધેલું ન હોય? એ પ્રમાણે પિતાની તીવ્ર બુદ્ધિને લીધે રહસ્યને નિશ્ચય કરી તેણુએ એ દંડ ઉપરનું વસ્ત્ર છોડીને બરાબર ધ્યાનપૂર્વક જોયું તે તેમાંથી એકદમ તેને પેલું ઉમદા માણેક મળી ગયું. પછી તે એ
"Aho Shrutgyanam