________________
: કથાનકોશ : રત્નપ્રાપ્તિથી હર્ષ ન પામવા વેશ્યાની પુત્રીને શિખામણ માણેકને લઈ તેણીએ એ કીપીનને પાછું બરાબર પૂર્વની પેઠે જ તે દંડ ઉપર બાંધી દીધું અને પિતાનું વાંછિત સિદ્ધ થવાથી તેણી નિરાંતે સૂઈ ગઈ. હવે સવાર થઈ ગયું, સૂર્ય ઊગી ગયે, જાણે કે દિશારૂપ સ્ત્રીઓના ગાલ ઉપર લગાડેલી કસ્તુરીની રેખાઓ ન ચાલી ગઈ હોય તેમ અંધારાની રેખાઓ ચાલી ગઈ, ચક્રવાકના ટેળાં આનંદભર કલરવ કરવા લાગ્યાં અને દરેક મંદિરે મંદિરે પ્રભાતની પૂજા માટે સરસ ઢાલ, મૃદંગ વગેરે જયઘોષ કરનારાં વાજા વાગવા લાગ્યાં ત્યારે પેલે વિજ્યદેવ જાગે. જાગતાં જ કોપીનમાં સીવેલી પિલી રત્નની પોટલી સંભાળી જોઈ તો “ખાલીખમ” જાણતાં જ તે મનમાં એકદમ ઝબ. જમની દાઢ જેવી આ કુટિલ કુલટા વેશ્યાએ મને ખરેખર છે, હવે તે મારું રત્ન બીજાનાં હાથમાં પહોંચી ગયું એથી કાંઈ હેહ કરું તો લેકે મારી જ મશ્કરી કરે એટલે હવે ઉપાય કરીને જ બગડેલી બાજીને સુધારવી જોઈએ એમ તેણે નકકી કર્યું. પછી પિતાના મનને ભાવ છુપાવીને તે પૂર્વની પેઠે જ પાછો ઢાંગ કરતે ઘસઘસાટ સૂઈ ગયો.
પિતાની દાસીઓના હાથનો સ્પર્શ થતાં પેલી મયણમંજૂષા જાગી ગઈ અને પથારીમાંથી ઉઠી. પરમ પ્રમાદને લીધે મુખકમળ ખીલી જતાં તેણુએ પિતાની પુત્રી મદનસુંદરીને પૂછ્યું. હે પુત્રી ! પેલે પરદેશી હજુ સૂતો છે કે ચાલ્યા ગયે? તે બેલીઃ હે માતા ! તે હજુ સુધી કેઈ કારણથી ઘસઘસાટ ઊંધે છે. મયણમંજરી બેલીઃ હે પુત્રી ! એ રાંકડા પાસેથી એના લંગોટમાં સંતાડેલું મેં જે એક માણેક મેળવ્યું છે તેવું માણેક ઇદ્ર વા કુબેરની પાસે પણ હેવું સંભવિત નથી માટે હવે આપણું સાત પેઢીનું દળદર ગયું. હવે ભૂત, પિશાચ, શાકણી, ડાકણી વગેરેના તમામ ભયને દૂર કર. આ સાંભળીને વિસ્મય પામેલી મદનસુંદરી બોલવા લાગીઃ હે માતા ! મને ભારે કૌતુક ઊપસ્યું છે માટે એ માણેક મને બતાવ. ત્યારપછી સૂર્યના ટુકડા જેવું, ઉછળતા કિરણની કાંતિને લીધે મેઘ ધનુષ્યને પેદા કરતું એવું એ માણેક એણીને તેણીએ દેખાડ્યું. અહે! આ તે માટે લાભ થયે એમ ધારી એણે પેલી મદનસુંદરી પિતાની દાસીઓની સાથે હરખ પામી. હવે - જ્યારે એ લેકે હરખમાં ખૂબ ગરકાવ થઈ ગયાં ત્યારે તેમને રોકવા માટે મયણમંજૂષા બેલીઃ
અતિ હસવું, અતિ હરખવું, અતિ રુઠવું, અસમ્મત સ્થાનમાં રહેવું અને અતિ છાકટા વેશ પહેરવાં એ પાંચ વાનાં મોટા માણસને પણ ના કરી નાખે છે. જેઓ અતિ હરખને લીધે પરસ્પર ચેષ્ટાઓ કરે છે, સંકેત કરે છે, મુખના જુદા જુદા ભાવે બનાવે છે અને પરસ્પર બેલ-બેલ કરે છે તેવા મૂઢે હાથમાં આવેલી લક્ષમીને પણ બેઈ બેસે છે. અત્યંત હરખ કરવાને પ્રસંગ આવ્યે હેય છતાં બુદ્ધિમાન પુરુષે એ હરખને મનમાં એવી રીતે સમાવી દે છે કે જેથી દરિયાનું તળ ન દેખાય, તેમ કુશળ પુરુષે પણ એ હરખને જોઈ શક્તા નથી, માટે હે પુત્રી ! તું ગમે તેમ કરીને પણ તારા કામમાં તારું ચિત્ત
"Aho Shrutgyanam