________________
૩પ વિજયદેવની મુક્તિ અને ઝવેરીને મેળાપ
: કારત્ન-કેશ : જેલર બેલ્યોઃ હા, એ જગ છે ખરે; પરંતુ હું એ ઓસડિયાને ઓળખી શક્તા નથી એટલે એ બધાને મેળવી શક્યો નથી. વિજ્યદેવ છેબીજું તો હું શું કહું? પરંતુ સમયસર એ રોગને ઉપચાર આ બાળક ઉપર નહીં થાય તે એ ચેકસ વાત છે કે આ રોગ વધી ગયા પછી અને બીજો કોઈ પણ ઉપાય ફાયદો નહીં જ કરી શકે, “વાત તે ખરી છે” એમ કહીને જેલર પિતાના બાળકની ભાવી દશાને કલ્પી ડરી ગયે. આકુળવ્યાકુળ થયેલા એ જેલરને જોઈને એ વિશે તેની પત્નીએ પૂછયું તે તેણે ઓસડ વગેરેની બધી વાત પત્નીને કહી સંભળાવી. પત્ની બેલી : વિલંબ કરવાથી શું લાભ થવાનો છે? એ માણસને એક દિવસ માટે જેલમાંથી બહાર કાઢે અને બધાં ઓસડ મેળવી લાવે ત્યારબાદ વળી પાછા જેલમાં પૂરી દેજે. કેઈપણ આ વાત જાણી શકશે નહીં. પછી તે જેલરે પત્નીના કહેવા પ્રમાણે જ કર્યું. એક માણસને ભાતું આપીને તેના સહાયક તરીકે સાથે એકલી તેને ઔષધ મેળવી લાવવા જેલમાંથી છૂટો કર્યો. હવે એ જ્યાં વિવિધ પ્રકારની હજારે ઔષધીઓ ખીચખીચ ઊગી નીકળી છે એવા કઈ પહાડી વનકુંજમાં ગયે અને ત્યાં જઈને તેની અંદર પેસી આમતેમ ભમવા લાગે એવામાં રાત પડી ગઈ એટલે તે ત્યાં જ સૂત. તેને સાથી ઘસઘસાટ ઊંધી જવાથી ભાન વગરને થતાં એ વિજ્યદેવ ત્યાંથી નાશી છુટ્યો. સવાર થતાં તેને સાથી જાગે અને વિલ પડી જઈ પિતાને ઘેર ગયે.
આ તરફ વિજયદેવ પણ ચાલતા ચાલતે દશપુર પહોંચ્યા. ત્યાં બજારમાં એક વાણિયાની દુકાન ઉપર જઈને બેઠે. ત્યાં તેણે પડીકાં વગેરે બાંધી આપી એ વાણિયાના કામમાં સહાયતા કરી. ભજનનો વખત થતાં વાણિ તેને પિતાને ઘેર લઈ ગયે અને સરખી રીતે તેની આગતાસ્વાગતા કરી જમાડ્યો. પવિત્ર શીલ અને સાચા આચરણવાળો જણાય છે એમ જાણી તેને એણે પિતાને ત્યાં જ રાખી લીધો. મહીને પૂરે થતાં જ તેને પાંચ સેનામાર જેટલે પગાર બાંધી આપે. આ રીતે ત્યાં વિજયદેવ આદરપૂર્વક રહ્યો અને વેપાર કરવા લાગે. એમ કરતાં કરતાં કેટલાક મહીનાઓ પછી તેની પાસે પચાસ સોનામહોરે ભેગી થઈ. હવે ‘વાટ ખચ થઈ ગઈ” એમ જાણુ પિલા વાણિયાને પૂછી તે ગજપુર ગયે. ત્યાં આમતેમ ભમતાં તેને એક રત્નને વેપારી-ઝવેરી મળે. તેણે એને એકાંતમાં લઈ જઈ એક મહામૂલ્ય માણેક બતાવ્યું. રત્નના બધા ગુણોથી ભરપૂર અને મહાચમત્કારવાળું એ માણેક જોઇને વિજ્યદેવ વિચારવા લાગ્યું.
અત્યંત લીસું અને ચમકતું, ચકચકતા કિરણને લીધે અંધારાને દૂર હઠાવતું આવું ઉત્તમ રત્ન તે પુણ્ય હોય તે જ સાંપડી શકે છે. જયાં સુધી આવું રત્ન ન મેળવી શકાય ત્યાં સુધી જ ભૂત, પિશાચે, શાકિનીઓ, રાક્ષસ અને યક્ષે પીડા કરે છે અને આવું રત્ન મેળવતાં જ તેવી બધી પીડા ટળી જાય છે. વળી, જ્યાં સુધી આવું રત્ન હાથમાં ન
"Aho Shrutgyanam