________________
૩૩
વિજયદેવને મળેલા ઉપાલભ અને તેના પિતાના શેક
: થારન-કાય :
કામ એ ત્રણે વર્ગને સાધવામાં પુરુષાર્થ કરનાર છે અને શ્યિાની પેઠે સમગ્ર ગુણરત્નાના નિવાસરૂપ છે. એ શેઠને રૂપ, લાવણ્ય વગેરે અનેક ગુણુ–માણિકયથી મંડિત એવી જીવન— દેવતા જેવી વિરાજમાન વસુમતી નામે ભાર્યા છે. એમને ચાર વેદોની પેઠે સ લેાકેાને માનપાત્ર તથા કૃષ્ણના ભુજદંડની જેમ લક્ષ્મીને ઉદ્ભસિત કરનારા ચાર પુત્રો હતા. પહેલેા જય, ખીજે વિજય, ત્રીને દેવ અને ચાથે વિજયદેવ. એ ચારે પુત્રા કળાઓમાં કુશળ થઈને પાતપેાતાના સામર્થ્ય પ્રમાણે ધન કમાવાની, વ્યવહાર ચલાવવાની વા વેચવા લેવા વગેરેની અનેક પ્રવૃત્તિઓને નિરતર ચલાવતા પોતાના દિવસે વિતાવતા હતા, અને પાતપેાતાની કમાણી પ્રમાણે દાન દેતા હતા, ભાગા ભાગવતા હતા, પરાપકાર કરતા હતા વગેરે.
એવી રીતે બધું ચાલતું હતું ત્યાં એક વખતે વિજયદેવની પાસે પૂર્વ દેશથી કાઇ કુશળ ગવૈયા આવ્યા. તેણે તેની પાસે સુંદર સુંદર ગીત વગે૨ે ગાયાં, તેથી વિશેષ સત્તાષ પામીને વિજયદેવે તેને સેાળ દ્રમ્સ રૂપિયા ઈનામમાં આપ્યા અને ઇનામની વાત આખી નગરીમાં ફેલાઈ ગઇ. તેના મોટા ભાઈ જયે આ વાત સાંભળી અને તે રાષે ભરાયા. તેણે આ બધી વાત ખીજા ભાઈને તથા પિતાને કહી સંભળાવી. આ સાંભળીને થયેલા ક્રોધને લીધે તે બધાના આંખના ખૂશુ લાલચેાળ થઇ ગયા, બધાના મોઢાં પડી ગયાં અને તેઓ બધા એક ઠેકાણે ભેગા થઈ વિજયદેવને કહેવા લાગ્યા : ૨ દુષ્ટ ! રે શરમ વગરના ! ધનને આ રીતે વેડફી નાખવા શા માટે તૈયાર થયે! છે ? આમ કરવાથી આપણને શે લાભ થવાના છે? વળી, ઘેાડું પણ આપણું કાય તે થવાનુ નથી જ. પિતા, પિતામહુ વગેરે આપણા પૂર્વ મહાપુરુષના મઝીયારામાંથી શું કોઇએ આવું દાન દીધુ હાય એમ તે સાંભળ્યું છે ? વળી, તું શું જાણતા નથી કે આપણા ઘરમાં રાજ ને રાજ ઘી, ચોખા, કપડા અને દૂધ દહીં વગેરે ગારસને લગતા ઘણા જ મોટા ખરચ થયા કરે છે. આ ખરચ તે મનથી પણ સહી શકાય એવા નથી. ખરી રીતે તું જાતે ધનના ઢગલા રળી આવતા હૈ! અને પછી આવાં દાન કરતા હા તે થાણે પરંતુ આપણા વડવાઓની કમાણીમાંથી દાન દેવામાં ક્યું માઢું સામર્થ્ય કહેવાય ?
આ બધું સાંભળીને વિજયદેવને ભારે શોક થયા અને તે ગળગળા થઇને પોતાના પિતા વગેરેને કહેવા લાગ્યા! તમે આ મારા એક અપરાધ બધી રીતે માફ કરેા, ફરી વાર આવુ નહીં કરું. મને રળવા જવા દેવા માટે દેશાંતર જવાની રજા આપવાની કૃપા કરો. આ સાંભળીને નાના પુત્ર ઉપર ઘણા જ પ્રેમ હેાવાને લીધે તેના પિતાનું હૃદય ભરાઇ આવ્યું અને તે આંખમાંથી થોડાં થોડાં આંસુ સારતા કહેવા લાગ્યા: હે પુત્રો ! તમે હવે વગર આલ્યાં એસા, હું જીવતા છું ત્યાં સુધી કોઈ રીતે દેશાંતરમાં જવાનું ન રાખા,
મ
"Aho Shrutgyanam"