________________
ઉપાયનો વિચાર કરવા વિશે વિજયદેવની કથા (૨૪) Exam
, આપ વિચારશક્તિવાળો હોય છતાં ય સારી રીતે ઉપાયને શોધી શકે એ કે આ હોય તે જ ધર્મમાર્ગને સારી રીતે આરાધી શકે છે, માટે હવે ઉપાય વિશે કહેવાનું છે. કેઈ પણ સાધ્ય વસ્તુ માટે પ્રવૃત્તિ કર્યા પછી તેમાં કઈ રીતે વિને આવવાને સંભવ હોય તે એ વિને નાશ કરી શકે એવી જે પ્રવૃત્તિ શેધવી તેનું નામ ઉપાય કહેવાય. આ તે ઉપાય કેઈક વિશુદ્ધ બુદ્ધિવાળાના જ મનમાં તત્કાળ સૂઝી આવે છે. ઘણી વાર તો એવું બને છે કે સારા કુશળ માણસે પણ વિષમ કાર્ય આવી પડતાં મૂંઝવણમાં પડી જાય છે. અર્થ, કામ અને ધર્મ એ ત્રણે તેના યોગ્ય ઉપાયથી સિદ્ધ થાય છે. ખાસ કરીને ધર્મની સાધના માટે ઉપાયે વિચારવાની જરૂર છે. કાર્ય અને અર્થનું તો ભલે ગમે તે થાય. ધર્મથી જ અર્થ અને કામની ઉત્પત્તિ થતી દેખાય છે, પરંતુ અર્થ અને કામથી ધર્મ થતો હોય એવું સાક્ષાત્ દેખાતું નથી, માટે બીજા બધાય પદાર્થો કરતાં ધર્મના વિધાન માટે બધા પ્રયત્નો કરીને ઉપાયની શોધ કરવાનું કામ વિશેષ ગુણ કરનારું છે. તેથી એને જ કરવું જોઈએ. એ પણ દેશ અને કાળ હોય છે કે જ્યાં પરાક્રમનો પ્રભાવ તદ્દન નિષ્ફળ નીવડે છે. એવે સ્થળે પણ માત્ર એક ઉપાયથી જ કાર્યની સિદ્ધિ થઈ શકે છે. ઉચિત પ્રવૃત્તિઓ આરંભ્યા પછી તેમાં આવતાં વિઘોને ચગ્ય ઉપાયે દ્વારા દૂર કરનારા પુરુષે વિજયદેવની પેઠે સમગ્ર વાંછિત અર્થને સાધી શકે છે. એ વિજયદેવની કથા આ પ્રમાણે છે.
દક્ષિણ દિશારૂપ સ્ત્રીનાં ભાલતિલક સમાન એવી મથુરા નામની નગરી છે. એ નગરી જેમ આદિવરાહની મૂર્તિની ઉત્તમ દેવોના સમૂહથી સુશોભિત છે તેમ મથુરા નગરીમાં અનેક દેવમંદિરો હોવાથી એ પણ ઉત્તમ દેના સમૂહથી વિરાજિત છે. મેરુપર્વતની મેખલા જેમ કલ્પવૃક્ષોના સમૂહથી અલંકૃત છે તેમ મથુરા નગરી મુન્નાગ-ઉત્તમ પુરુષોના સંતાન સમૂહથી અલંકૃત છે. વળી પુષ્કરણની પેઠે મથુરા નગરી બહુવિધ નીરજ-વિરાજિત છે છતાંય અવનીરજ વિરહિત છે એટલે જેમ પુષ્કરણ બહુવિધ અનેક પ્રકારના નીરજ કમળોથી વિરાજિત છે છતાં ય અવનીરજવિરહિત એટલે અવનીરજ-ભૂમિના મેલથી વિરહિત છે. તેમ મથુરા નગરી બહુ પ્રકારના નીરજ-નિર્મળ લેકથી વિરાજિત છે, છતાં અવનીરજવિરહિત છે એટલે જમીન ઉપરના ધૂળ, કાદવ વગેરે વગરની છે અર્થાત્ ચેકખી છે.
એ નગરીમાં યાદવકુલમાં ચંદ્રમા સમાન મહાસામંત અનંતદેવ કૃષ્ણ નામે રાજા છે. તે રાજાના બાહુબળના પ્રચંડ પ્રતાપને લીધે મથુરા નગરીમાં કઈ પ્રકારનો ઉપદ્રવ કે ભય પેસી શકતો નથી. તે એક સિરિદેવ નામે શેઠ રહે છે. એ શેઠ ધર્મ, અર્થ અને
"Aho Shrutgyanam