________________
-
-
૩૧ વગરવિચાર્યું કાર્ય કરવાનું વિષમ પરિણામ
: કારત્ન-કેશ : એવું તે દુબળું કરી નાખ્યું કે તે હવે ઊઠી પણ શકતું ન હતું. એ વખતે ખાસ ખુદ કલપતિએ તેને વાર્યા છતાં ય તેણે પાદપિયગમન નામના અનશનને સ્વીકાર્યું. સર્વ પ્રકારના આહારનો ત્યાગ કર્યો એથી તે, ભૂખથી ખૂબ ફ્લેશ પામે અને કેમે કરીને શાતા ન પામી શકતા તેને કઈ વૃદ્ધ તાપસે કહ્યું : હે મુનિવર ! આ રીતે બલાત્કારે જીવનો ત્યાગ કર-આપઘાત કરીને મરવું એ તદ્દન અયુક્ત છે. આ રીતે મરણ પામવાથી તે દુર્ગતિમાં જવું પડે છે એમ પુરાણમાં કહેલું છે તે આ પ્રમાણે છે,
જે લોકે આત્મઘાતી છે, તેઓ અંધારાથી ઘેરાયેલા એવા અસૂર્ય નામના લેકમાં અવતાર પામે છે, માટે આ અનશન વિધિને તજી દે અને તાપસને ઉચિત એવાં કંદમૂળ તથા કેળાં વગેરે ફળોનું ભેજન લે અને પછી ઉત્તમ ધ્યાન દ્વારા આત્માને ભાવિત કર. પિતામાં સ્વયં વિચાર કરવાની શક્તિ ન હતી તેથી તે તાપસનું કથન ધર્મદેવ તાપસે
સ્વીકાર્યું અને પોતે ઘણા દિવસને ભૂખ્યો હોવાથી ગળા સુધી યથેચ્છ રીતે કંદમૂળો તથા કેળાં વગેરે ફળને ખાધાં. શરીર તે ઘણું જ કુશ હતું અને ભેજન ઘણું વધારે લીધેલું તેથી તેને એકદમ અજીર્ણ થવાથી ઝાડા થઈ ગયા અને પછી પેટની પીડાને લીધે ગધેડાની પેઠે બરાડા પાડતો તે મરણ પામે.
જે માણસ બધી પ્રવૃત્તિ વગર વિચાર કરે છે તે અબુધે આ લેકના અને પરલોકના તમામ સુખ માટે પાણી મૂકયું છે એમ કહેવાય છે. વગર વિચારના પ્રબળ પવનને લીધે તમામ કાર્યસિદ્ધિ વિવિધ પ્રયત્નો કર્યા છતાંય પ્રતિઘાત પામી દીપશિખાની જેમ બુઝાઈ જાય છે. જેમ હાથીઓ પર્વતે સાથે અથડાતાં તેમના દાંત ભાંગી જાય છે અને તેઓ પાછા હઠે છે તેમ શુભ કાર્યમાં પણ વગર વિચાર્યું પ્રવૃત્તિ કરનારા લોકે નહિષણ વગેરેની પેઠે પાછા પડી જાય છે એમ સંભળાય છે.
હાથીઓ પાણીમાં ફસાઈ પડે છે, પતંગિયા આગમાં અને દીવાની જ્યોતમાં આકળા થઈ સપડાઈ જાય છે અને હરણે સંગીત સાંભળતાં આફતમાં આવી જાય છે તે બધુંય વગર વિચાર્યું પ્રવૃત્તિ કરવાનું પરિણામ છે.
કઈ પણ કમને સિદ્ધ કરવા માટે તે કાર્યના અંતરંગ રહસ્યને સમજી શકે એવી નિર્મળ બુદ્ધિ જ પ્રધાન કારણ છે. એવી બુદ્ધિ જ આગળ પાછળની હકીકતનું અનુસંધાન કરી શકે છે અને એ રીતે અનુસંધાનવાળી બુદ્ધિ કામધેનુની પેઠે કયું શુભ નથી કરતી?
જે માણસ કૃત્ય અને અકૃત્યના સ્વરૂપને વિચાર કરી શકતા નથી તેમજ ભાવિ. ભાવને પણ ધ્યાનમાં રાખી શકતા નથી તે આવેગને લીધે નિર્મળ ધર્મક્રિયાઓમાં પણ પ્રવૃત્ત થાય તે અનેક પ્રકારની આફતમાં આવી પડે છે અને અપજશને ભાગી બને છે, માટે પિતે જાતે વિશુદ્ધ બુદ્ધિથી વિચાર કરીને અથવા બીજા કેઈ બહુશ્રુત પુરુષની સલાહ મેળવીને જે માણસ બધી ક્રિયાઓમાં પ્રવૃત્ત થાય તે જ નિર્મળ ધર્મસિદ્ધિને પામી શકે છે. શ્રી સ્થાનિકેશમાં આલેચક બુદ્ધિ વિના કેવાં માઠાં પરિણામ આવે છે
એ બતાવવા ધર્મદેવનું કથાનક સમા (ર૩).
"Aho Shrutgyanam