________________
૨૭
ધર્મદેવે કરેલ વગરવિચાર્યું કાર્ય
: કથારન-કેશ :
તપાસ રાખનારા ચરપુરુએ આવીને સેનાપતિને જણાવ્યું. સેનાપતિએ પણ રાજાને કહ્યું. તે સાંભળીને રાજાની હત્યાચલ્યા વગરની આંખમાં ભારે ચિંતા વ્યાપેલી જોઈને ધર્મદેવ સેનાપતિ : હે દેવ ! એવી ચિંતા કરવાનું શું કામ છે ? તત્કાળને ઉચિત એવી આજ્ઞા તમે મને કરે એટલે બસ. “અહો ! આ કેવું પ્રસંગચિત કરનારો છે?” એમ જાણીને સંતેષ પામતા રાજાએ ઘણા હાથી ઘોડા વગેરે સેના-સામગ્રી સાથે તેને સિંહલના રાજા સામે પક. પછી ચારે પ્રકારની સેનાના ભારને લીધે ભૂતળને કઠોર રીતે ધમધમાવત એ એ, વિના વિલંબે સિંહલ રાજાના દેશને સીમાડે પહોંચે, પછી એ રાજાએ તેને આવતો જાણું તેની સાથે સંધિ કરવાને વિચાર કર્યો અને એ માટે સિંહલરાજાએ પોતાના પ્રધાન પુરુષને તેની પાસે મેકલ્યા. તે પ્રધાન પુરુષો આવીને અને તે સેનાપતિને પગે પડીને વિનંતિ કરવા લાગ્યા : હે સેનાપતિ! સિંહલ દેશના રાજાએ અમને તમારી પાસે પોતાના દેશના શોધન માટે, યાજજીવ વિરોધ ન થાય એ માટે કેટલાક હાથી, ઘોડા તથા બીજા પ્રધાન પદાર્થો વગેરે આપીને તમારી સાથે સંધિ કરવા મોકલ્યા છે તેથી આપ આપને કેપ તજી ઘ, દાક્ષિણ્યવૃત્તિને સ્વીકારે, અનુકૂળ થાઓ, સ્નેહવત્સલ થઈને પુરુષના નહીં લડવાના માર્ગ ઉપર આવી જાઓ અને હવે યાવચંદ્રદિવાકર પરસ્પર એક બીજા ભેટનું મેકલતા રહી સ્નેહને વ્યવહાર આપણું વરચે થાય તેમ કરશે. આ સાંભળીને આ પ્રસંગે ખાસ ઉચિત રીતે વિશેષ શું કાર્ય કરવું જોઈએ એવો વિચાર કર્યા વિના જ તે સેનાપતિ કોષે ભરાયે, તેને લીધે તેનાં ભવાં ખેંચાઈ ગયાં અને બેઃ અરે રે! દુરાચારીઓ! અમારા રાજાને બધે મુલક તૂટી લઈને હવે સંધિ કરવાની લુચ્ચાઈ કરીને મને તમે ઠગવા આવ્યા છે ? શું હું નાનું બાળક છઉં કે તમારાં આવાં મુખમધુર વચન માત્રથી પણ એ રીતે ઠગાઈ જાઉં? તમે તમારા તે રાજાને કહે કે અમને તે તેના બધા હાથી, ઘોડા, ખજાને, કે ઠારે વગેરે બધું ય આપી દે અને જીવનભર અમારે પગાર વગરને ગુલામ થઈને અમારી સેવા કરે, એમ ન કરે તે તે, બીજું કોઈ વિશિષ્ટ પિતાનું સ્થાન શોધી લે. સેનાપતિનો સંધિ કરવાનો વિચાર આ પ્રમાણે છે. તેઓ બેલ્યા: હે સેનાપતિ ! તમારાં માલ વગરનાં કેટલાંક ગામડાં તૂટ્યાં છે એટલા માત્રથી આ પ્રકારે પ્રચંડ દંડને ભય દેખાડે અયુત છે માટે વિચાર કરીને તમે ઉચિત આજ્ઞા કરે તે અમે તેને સ્વીકારી સંધિ કરીએ. આ સાંભળી સેનાપતિ બે : અરે! અહીં કેઈ છે કે આ બધા ખેટાબેલા અને અધમ તેને ગળચી પકડીને બહાર કાઢે. પછી તે બધાને સેનાપતિના સેવકેએ ભગાડી મૂક્યા. તેઓ ગયા પછી ચડાઈ કરવા માટે તૈયારીની ભેરી વગડાવી અને ચારે પ્રકારની સેનાને તૈયાર કરાવી. આ બધું જોઈને “અરે! આ વગર વિચાર્યું કરનાર છે” એમ સમજીને ચિત્તમાં સંતાપ પામેલા મંત્રી લેકેએ તેને કહ્યું: હે સેનાધિપતિ ! જે કાર્યો સારી રીતે વિચાર કર્યા વિના જ કરવામાં આવે છે તે ભલે આરંભમાં મીઠાં લાગે પરંતુ પરિણામે દુઃખ દેનારાં
"Aho Shrutgyanam