________________
• થારનું-કાશ ઃ
સેનાપતિ તરીકે ધમ દેવની સ્થાપના
હે સેનાપતે ! આમ કેમ આકુળ-ન્યાકુળ થાય છે? આ જાતનું કામ કરવા સારુ એટલે અરણ્યમાં જવા સારું આજસુધી કાઈ પણ એવા પ્રસંગ આવ્યે નથી. એ બધુ ઊતરતી વયે-પાછલી ઉમરમાં આચરજે. તાશ વિયેાગ થતાં હું એક ક્ષણુ પશુ સુખ નહીં પામી શકું અને તારા સિવાય મારે બીજું કાઈ સ્નેહનું સ્થાન નથી. સેનાપતિ ખેલ્યા: હે દેવ ! જગતમાં જ્યાં હાથમાં ઉગ્ર દંડ લઇને યમરાજ પાસે જ કરે છે ત્યાં વળી શું પ્રસંગ અને શું અપ્રસંગ ?
દેવ ! આ સમસ્ત સંસારની બધી સ્થિતિ માયામય ઇંદ્રજાળ જેવી જ છે. એમ ન હાય તે સંસારને છેાડીને ન કરી શકાય એવું ધાર તપ કરવું કોઈને પણ ગમે ખરું? વળી, મધુ અનિત્ય હોવાને લીધે જે આપણા અત્યંત સ્નેહનું પાત્ર છે તે પણ નાશવંત છે એટલે આપણને તેને વિયોગ તે ગમે ત્યારે પણ જરૂર થવાનેા થવાના જ એ શું તમે જાણુતા નથી ? માટે હે દેવ ! આજસુધી તમારાં ચરણકમળા જ્યાં સુધી મારે માટે અમ્લાન શાભા અને લાવણ્યવાળાં છે અર્થાત્ હું મારા ઉપર તમારા અન્યથા ભાવ જોતા નથી ત્યાં સુધી તથા મારું શરીરબળ જ્યાં સુધી બરાબર અચળ છે ત્યાં સુધી, અને હજુ કાઈ બીજું દુઃખનું વિષમ કારણુ નથી આવી પડ્યું ત્યાં સુધીમાં તમે મને રજા આપે. એટલે હું વનવાસને સ્વીકારું. હે નરનાથ ! કોઈ નિત્ય એક જ પ્રકારે રહી શકે છે વા અજર કે અમર રહી શકે છે એવું તે તમે સ્વપ્ને પણ ન જાણુશા. આપણા પ્રાચીન પુરુષા પાતાની મેળે જ સંસારના સ્વરૂપને નાશવંત જાણીને બધા સબધાને છેડી દઇ અઠ્ઠ રીતે-સહજભાવે મુનિએના માર્ગે લાગેલા. ત્યારે આપને તેા રાજ ને રાજ ગુરુજના શિખામણ આપે છે છતાં ય કઠિન હૃદયવાળા અમે હમણાં મહામુશીબતે ધર્મ માટે ઉપસ્થિત થઇ શકીએ છીએ.
આ બધું સાંભળીને સેનાપતિના વિચેગનું દુઃખ થવાનુ જાણી ગળગળા થઈ ગયેલા રાજા સેનાપતિના મક્કમ નિર્ધાર જાણીને કહેવા લાગ્યુંઃ હું સેનાધિપ ! તેં તારું ચિત્ત વનવાસ માટે આ રીતે તૈયાર કર્યું છે તે હવે તું મને કહે કે અત્યારે હું તારું કર્યું પ્રિય કામ કરી દઉં ? સેનાપતિ એલ્યાઃ હે દેવ ! તમારી કૃપા અને પ્રભાવને લીધે મે ઘણાં ઘણાં પ્રિય પ્રમ...ધા અનુભવેલાં છે, એટલે હવે મારે બીજું કશું પહેલાં અનુભવેલું નહીં એવું આી રહ્યું નથી, જે આપની પાસે અત્યારે માગવાનું હાય. કેવળ હે દેવ ! આ મારા પુત્ર પેાતાના પિતાની ચરણુરૂપ છાયાને અનુસરે એવા થાય એવું હમેશા ધ્યાન રાખશે એ જ મારી તમારી પાસે પ્રિય માગણી છે. · એમ કરીશ ’ એમ કહીને રાજાએ તેની વાતને સ્વીકારી. સારું મુહૂત આવતાં રાજાએ ધર્મદેવને સેનાપતિને પદે બેસાડ્યો. સેનાપતિ ધર્મ દેવના પિતા તેા વનવાસ ગયેા. ધર્મદેવ પણ પૂર્વની પેઠે જ રાજ્યનાં કામકાન્તને સંભાળતા રહેવા લાગ્યા.
એ રીતે સમય જાય છે એવામાં સિંહુલ દેશના રાજા કીર્તિધર શાથી વિરુદ્ધ થયા અને તેનાં ગામે, નગરે અને પુરે એ બધુ લૂટવા લાગ્યું. એ બધી હકીકતની
"Aho Shrutgyanam"