________________
૨૩ નિમિત્તિકને રાજાને આશીર્વાદ
: કથારત્ન-કાશ : બનાવેલાં છે, એના ગુણો ચંદ્ર જેવા નિર્મળ અને વિકાસ પામતા છે, એની કીર્તિ કુમુદિનીના મૃણાલનાં જાળાંઓ બધી દિશાઓમાં ફેલાઈ ગયેલાં છે એ અને ચકવતી રાજાની પિઠે નિર્મળ પ્રતાપવાળા એ રાજા છે.
જેના સમર્થ શત્રુઓ નિશ્રામરત્વત્તા-નિત્ય અમરત્વને પામેલા છે, સ્વર્ગમાં સિધાવી ગયા છે, બીજો અર્થ નિશ્ચામરત્વ એટલે ચામરરહિતપણને પામેલા છે–ચામર વગરના બની ગયા છે, પ્રવાલશા-સ્વર્ગમાં પરવાળાંની પથારીમાં પિઢે છે. બીજો અર્થ તાાં પાંદડાંઓની પથારીમાં તેમને સૂવું પડે છે. સુરિદ્ધિ-દેવની ઋદ્ધિવૃદ્ધિને પામેલા છે--મરી ગયા છે. બીજો અર્થ–સારી ઋદ્ધિવૃદ્ધિથી જુદા પડી ગયા છે. વિલયાઉલા-વિલય-નાશથી આકુળ થઈ ગયા છે. બીજો અર્થ સ્વર્ગમાં જવાથી વિલયા-વનિતાએથી–અનેક સ્ત્રીઓથી ઘેરાયેલા છે એવા એ શત્રુઓ સ્વર્ગમાં જેમના તરફથી પરમસુખને માણે છે અને અહિં પરમ અસુખ-ભારે અસુખને માણે છે.
તે રાજાને બધાં લકેનાં લેચનને ઠારે એવી ચંદ્રલેખા જેવી ચંદ્રલેખા નામે પટરાણી છે. પિતાના ગુપ્તચર દ્વારા રાજ્યની અંદર થતી બધી ખટપટને તથા બધા સમાચારોને જે બરાબર જાણી શકે છે એ વઈરિસેણુ નામે તે રાજાને સેનાપતિ છે. તેને અત્યંત પ્રિય પ્રિયના નામે એક સ્ત્રી છે. તેમના પુત્રનું નામ ધર્મદેવ છે. તે પૂર્વભવમાં કરેલાં પુણ્યને અનુસારે મળેલાં સુખને અનુભવ સાંસારિક સમય વિતાવી રહ્યો છે.
એક વાર રાજસભાના મંડપમાં બેઠેલા તેની પાસે સેનાપતિ અને આસપાસ પિતપોતાનાં ઉચિત સ્થાને ઉપર મંત્રીઓ, સામત વગેરે બેઠેલા છે એ સમયે એમની આગળ ઉત્તમ વારાંગનાઓને નાચ ચાલી રહ્યો છે, તેને જોઈને પ્રેક્ષકોને પરમ પ્રમોદ થવાથી તેઓ આનંદથી તરબોળ થઈ ગયા છે. બરાબર એ જ વખતે રાજાનો દ્વારપાળ રાજા પાસે આવીને વિનંતિ કરવા લાગે. હે દેવ ! સમગ્ર જ્યોતિષશાના પરમાર્થને પારગામી શિવભૂતિ નામને જેશી તેના કેટલાક શિષ્યો સાથે દૂરદેશાંતરથી આપના દર્શનના અભિલાષથી અહીં આવેલ છે, મેં તેને બારણમાં રિકી રાખેલ છે. રાજા છે. જેશીને આવવાનો આ સમય નથી. સેનાપતિ બે હે દેવ! એ જેશી દૂર દેશાંતરથી આવેલ છે માટે જરૂર તે અતિશયજ્ઞાની હે જોઈએ, તેથી તેને પાછા વાળ યુક્ત નથી. રાજા બે એમ છે તે તેને જલદી મારી પાસે લાવે. “જેવી દેવની આજ્ઞા” એમ કહીને તે દ્વારપાળે એ જોશીને પિસવા દીધો. તેણે આવીને રાજાને આ પ્રમાણે આશીર્વાદ દીધો.
રાજાઓમાં ચંદ્ર સમાન હે રાજા! સૂર્ય તને લક્ષમી આપે, ચંદ્ર તને સૌમ્યભાવ આપે, મંગળ કલ્યાણ આપે, બુધ સદુધ અને બૃહસ્પતિ બુદ્ધિ આપે અને શુક્ર તારા સૌભાગ્યની વૃદ્ધિ કરે. શનિ, કેતુ અને રાહુ એ ત્રણે ગ્રહે તારા શત્રુઓને સ્થાયી વિપત્તિ આપે, એ રીતે બધા ગ્રહ તારા ઉપર નિરંતર કૃપાવાળા થાઓ.
"Aho Shrutgyanam