________________
: કથારસ્તં–કાશ : જોતજોતામાં અકાળે થયેલ મુશળધાર મેઘવૃષ્ટિ.
આ પ્રમાણે જોશીએ આશિષ આપ્યા પછી રાજપુરુષે તેને આપેલા સુખાસનમાં તે બેઠે. પછી આદર સાથે માથું નમાવી પ્રણામ કરી રાજાએ તેની સાથે વાતચિત કરવા માંડીઃ હે ભદ્ર! કુશળ છે? જોશી બે હે દેવ ! તમારા ચરણપ્રસાદથી કુશળ છે. તમારા પ્રસાદ સિવાય બાકી બધાં અકુશળનાં કારણે છે. આ સાંભળીને ભય અને ચમત્કાર સાથે રાજા બધે હે જેશી ! બીજું શું અકુશળનું કારણ છે? જેશી બોઃ હે દેવ ! હમણાં અંગારક વગેરે ગ્રહો પિતાના સ્થાનથી ચલિત થયા છે, તેમના પ્રભાવને લીધે મેટે ધોધમાર વરસાદ પડવાને છે એટલે એ વરસાદથી પડતા પાણીના પૂરને અકુશળનું કારણ સમજું છું. રાજા બોલ્યાઃ કેટલા સમયમાં તે વરસાદ પડશે? અથવા કેટલું પાણું પડશે? જેથી બેઃ એક મુહૂર્ત પછી પર્વતે સાથે પૃથ્વીને બાળી નાખે એ ધોધમાર વરસાદ પડશે. આ હકીકત સાંભળીને રાજા સહિત સભાના તમામ લેકેની આંખે ભયને લીધે ચકળવકળ થઈ ગઈ અને તેઓ બધા આકાશમાંનાં વાદળાંઓ તરફ જોવા લાગ્યા. આકાશ તરફ આંખને બરાબર ઠેરવીને તેમણે જોયું તે મહાકષ્ટ બળદેવના કપડાં જેવું કાળું એક હાથ મેટું એક નાનું વાદળું તેમના જોવામાં આવ્યું. શું આ નાની વાદળી પિતાને વિસ્તાર કરશે? એમ કહીને હસતા પરસ્પર હાથતાળી દેતા તેઓ હજુ પિતાના આસન ઉપર નથી બેડા ત્યાં તે એ વાદળી દશ હાથ જેટલી મટી થઈ ગઈ અને મેષના એક મેટા ઢગલા જેવી જણાવા લાગી.
હવે તો વિસ્મયને લીધે ફાટી આંખે કે જોતા રહ્યા અને તે નાની જ વાદળી અસમયે મયુરોના ઝુંડને નચાવતી, વીજળીઓને ઉપરા-ઉપર ઝબકાવતી, ભારે ગડગડાટને લીધે આકાશચકને ભરી દેતી અને પ્રવાસીઓના સંઘને કંપાવતી બધી દિશાઓમાં ફેલાઈ જઈ મૂશળધાર વરસવા લાગી. વળી એ વરસાદની પાણીની ધારેને લીધે આકાશને છે અને જમીનને છેડે એમ બન્નેનાં તળિયાં સંધાઈ ગયાં. એ ધારે જાણે કે મોટા મેટા ભેગળ ન હોય, ઊંચે ચડેલા સપને સમૂહ ન હોય અને કેળના થાંભલા ન હોય એવી જણાવા લાગી.
એવી એ ધારાઓ જગતના સમવિષમ ભાગોને ભરી દેતી જાણે કે પ્રલય સમુદ્રમાં ભરતી ન આવી હોય એવી જણાવા લાગી અને એમની વચ્ચે કયાંય છિદ્ર ન હોવાથી એ ધારાઓ આંખને પણ રોકવા લાગી. અર્થાત એ ધારાઓને લીધે હવે આસપાસ જોવાનું શેકાઈ ગયું. હજી તે ક્ષણવાર પણ નથી થઈ ત્યાં તો પ્રબળ પાણુંના પૂરને લીધે આખું ય નગર ભરાઈ જતાં લેકેએ ભારે કેલાહલ કરી મૂકો. લેકે કહેવા લાગ્યા હે નગરના રક્ષક દેવતાઓ! આ નિર્દય વરસાદ તરફ જે શું રહ્યા છે અર્થાત્ તેને અટકાવતા કેમ નથી? હાય ! હાય ! હે યુગના ક્ષય કરનાર વરસાદ! તું આમ અકાળે પણ કેમ ફાટી પડ્યો છે? હે રાજા ! શું તારાં બધાં પુણ્ય પણ પરવારી ગયાં કે પ્રલય પામ્યાં લાગે છે નહીં તે આ પ્રકારની દુષ્ટ વૃષ્ટિ કેમ વરસે ?
"Aho Shrutgyanam