________________
: કારત્ન-કેશઃ પારસમણિની પ્રાપ્તિ માટે સંવર શેકીનું કનકપુર પ્રતિ પ્રયાણ લાગે. પછી થોડા વખત તે ધમનુષ્ઠાન કર્યું. ત્યારબાદ કપડાંને મજબૂત રીતે બાંધ્યાં. વાળનો જુડે બરાબર બાંધ્યો અને તેમ કરીને જ્યાં તું તે સ્થળથી પડવા ગમે એટલામાં તે અતિશયવાળા કઈ એક દયાળુ પુરુષે તને પકડી લીધું અને તેણે પૂછ્યું: હે ભદ્ર! વૈરાગ્યના ક્યા નિમિત્તથી તું આમ જીવિતને પરાણે ત્યાગ કરે છે? તું બેઃ એક નિમિત્ત હોય તે જરૂર કહી બતાવું માટે ન કહેવામાં જ સાર છે. હે મહાનુભાવ! મને છેડી દે અને પડીને મરી જવા દે. તે બેભે ગમે તે કાંઈ નિમિત્ત હોય પણ સર્વ પ્રકારે તે, મને જણાવી તે ખરે. તેને સવિશેષ આગ્રહ જોઈ તે જેવો બનેલું હતું તે બધે પૂર્વને વૃત્તાંત તેને કહી સંભળાવ્યું. તે બધું સાંભળી તે બે વનચરના શેકને લીધે તું મરવા ઈચ્છતા હો તે તે બધી રીતે અનુચિત જ કહેવાય. ખરી રીતે તારે એનામાં સ્નેહ હોય તે તેના નામથી અંકિત કરેલાં એવાં દેવભવન વગેરે કીર્તિ ફેલાવે એવાં સ્થાન કરાવ, દીન--અનાથને દાન દેવરાવ, પછી તું બેઃ અહો ! મહાભાગ ! પૈસા વિના એવાં કીર્તિ કરે તેવાં સ્થાને ક્યાંથી કરાવી શકું? પછી તે બે હે ભદ્ર! એમ છે તે પારસમણિનો એક ટુકડે છે તેને લઈ જા, પારસમણિને સ્પર્શ અને અગ્નિને સંબંધ થતાં જ લોઢું પણ સેનું બની જાય છે તેથી આ ટુકડાને લઈને તું તારું મનનું ધાર્યું બધું ય કરી શકીશ. પછી તેના આગ્રહને લીધે તે એ પારસમણિને ટુકડે લીધો અને પ્રયત્નવડે સાચવતો તું પાછું વળીને પિતાના ગામમાં આવ્યું. પેલા માણસે કહેલી વિધિવડે તે ઘણું સોનું બનાવ્યું અને એ વનચરના નામે એક મોટું દેવભવન કરાવ્યું, દીન અનાથને રોજ ને રજ અન્ન વગેરે આપવા માટે તે એક સદાવ્રત પણ ખેલ્યું, તારા મિત્ર અને સ્વજનોનો ઉદ્ધાર કર્યો અને બીજા પણ લેકમાર્ગને અનુસરતાં ખાસ ખાસ ધર્મકાર્યો કર્યા. જ્યારે તારી મરણ સમય છેક પાસે આવી ગમે ત્યારે તે એ દેવભવનની અંદરના એક ખૂણામાં એ પારસમણિના ટુકડાને મૂકી દીધો. પરલેકનાં બધાં કામ બરાબર કરીને મરણ પામી તું આ સંવર તરીકે જ છે અને આ તારો પૂર્વભવને વૃત્તાંત છે.
સાવધાન ચિત્તથી આ બધી હકીકતને સાંભળતાં સંવર શેઠને મનમાં ઈહાપોહ થયે - અને પછી તેને પિતાને પૂર્વભવ પ્રત્યક્ષ પણ થઈ ગયું. પછી તેણે પિલા મિત્તિકને કપડાં આપ્યાં, માન આપ્યું અને બીજી પણ વસ્તુઓ આપી તેને સત્કાર કર્યો. પછી એ નૈમિત્તિક ચાલ્યા ગયા બાદ તે શેઠ વિચારવા લાગેઃ આવાં કચરા જેવા કરિયાણ વેચી વેચીને શું થવાનું છે? માટે આ બધાને જેમ તેમ વેચી નાખીને કનકપુર સંનિવેશ તરફ જ જાઉં અને પૂર્વે પેલા મંદિરમાં મૂકી રાખેલ તે પારસમણિના ટુકડાને લઈ આવું અને પેલાની પેઠે જ સેનું બનાવી બનાવીને મારા પિતાને અને બીજાને પણ ઉદ્ધાર કરું અને તેમ કરી આ જગતમાં મારે જન્મ સફળ કરું. એ પ્રમાણે સંકલ્પ કરીને તેણે એકદમ બધી તૈયારી કરી લીધી અને વરસાદના દિવસોમાં પણ તે સપાટાબંધ
"Aho Shrutgyanam