________________
ધર્મશાસ્ત્ર સાંભળવા માટે સુંદર શ્રેષ્ઠીપુત્રને માતાને આગ્રહ
: કથાન-કેશ :
પ્રમાણે કરતે કરતે પંચાલ દેશના તિલક સમાન એવા કનકપુર સંનિવેશે પહોંચે.
ત્યાં, તેણે પિતે પૂર્વભવમાં બંધાવેલા દેવળની પાસે એક મોટો મહેલ બંધાવ્યો, અને રેજ ને રેજ સર્વ પ્રયત્નવડે દેવની પૂજા કરવા લાગે. એ રીતે વરસાદને સમય લગભગ પૂરે થઈ જતાં એ દેવળને ખૂણે મૂકેલા પેલા પારસમણિને લઈને તું પિતાના નગરે ગયે. તને આવેલ જેમાં નગરના બધા લેકે રાજી થયા.
પછી પારસમણિવડે બનાવેલા સોનાના ભંડારનું દ્રવ્ય કરીને તેણે લાંબા સમય સુધી પિતાના સ્નેહીજનોનેરવજનજનને પાળ્યા-પડ્યાં અને પોતાના પુત્રની પણ બધી વાંછાઓ પૂરી કરી. એ શેઠ કાળધર્મ પામ્યા. પિતાના પિતાના મરણને લીધે સુંદરને અને નગરજનને ઘણે શેક થયે, તેનું હૃદય ભરાઈ આવ્યું. પછી તેમણે અને સુંદર શેઠની બધી ઉત્તરક્રિયાઓ કરી. હવે પિતાના મરણથી થયેલા દુઃખને લીધે સંતાપ પામતે સુંદર ઘરમાં કે બહાર, દિવસે કે રાત્રીએ, માણસમાં કે વનમાં, પથારીમાં કે આસનમાં, જ્યાં ય પણ સુખ પામતા નથી. એ રીતે આકુળ થયેલા સુંદરને તેના સ્વજનેએ કહ્યું : હે શ્રેષ્ઠીપુત્ર! આમ શા માટે તું તારી જાતને શેકથી સંતાપે છે? શા માટે ઘરનાં કામકાજ સંભાળતો નથી? શા માટે કરિયાણું તૈયાર કરતું નથી ? નેકરને દેશાંતરમાં કેમ મેકલતે નથી? ત્યાર બાદ પિતાના સ્વજનેના આગ્રહને વશ થઈ ઉત્સાહ વગરને છતાં તે ઘરકામ કરવા લાગ્યો.
હવે એક દિવસે તેની માએ તેને કહ્યું: હે પુત્ર! તારે પિતા ધર્મશાસ્ત્ર વંચાવતે હિતે અને ધર્મમાં વિશેષ ઉદ્યમી હતા, તું તે બન્નેમાં ઉદાસ રહે છે એ ઠીક નથી. ધર્મ, અર્થ અને કામ એ ત્રણે વગેરે અવિરોધપણે સાધવામાં આવે તે જ જીવન સફળ ગણાય. જ્યાં સુધી ધર્મશાસ્ત્રનું શ્રવણું તું ન કર ત્યાં સુધી એ ત્રણે વર્ગોની અવિધી સાધનાને તું જાણી શકીશ નહીં, માટે શાસ્ત્ર વાંચનારાને આપણે ઘરે બોલાવો જોઈએ, અને તેની પાસે પિથી વંચાવવાનું કરવું જોઈએ. પછી ઈચ્છા નહીં છતાં ય સુંદરે કહ્યું : હે માતા ! એમ કરો. ત્યાર બાદ માતાએ શાસ્ત્ર વાંચનારને બેલા. એણે પિથી વાંચવી શરૂ કરી. આદિમાં નમસ્કાર કર્યો ત્યાં એટલામાં ઘરના બારણુ ભણી સુંદરની નજર ગઈ. તેણે ભિખ લેવા આવતા એક ભિખારીને ઘરમાં પેસ જે. જોતાં જ ભવા ચડાવીને રેષથી સુંદર બે : અરે! અરે ! ત્યાં બારણુમાં કોણ બેઠું છે? આ સાંભળતાં જ દ્વારપાળ જલદી આવ્યું અને બોલ્યો : શેઠજી, શે હુકમ? શું કરવાનું છે ? સુંદર બેત્યેઃ રે દુરાચારી! આ રીતે ભિખારીઓ આવીને ઘરને લૂંટી લે છે છતાં તું જેતો નથી? પછી ગળે પકડીને દ્વારપાળે ભિખારીને બહાર કાઢી મૂકો અને બારણું સજજડ બંધ કરીને તેની આડે માટે ભેગળ પણ ભીડી દીધો. હવે એનું ઘરનું કામ પૂરું થયું છે એટલે એ સાવધાન છે એમ સમજીને પેલે પિથી વાંચનાર આગળ આગળ વાંચવા લાગ્યું. એ વખતે વળી ઘરનાં છોકરાં પરસ્પર લડી પડ્યાં અને રેવા લાગ્યાં,
"Aho Shrutgyanam