________________
૧૧ અમરદત્તના સામર્થ્યની સિદ્ધિ.
: કથાન–કાશ : માનતે તે અમરદત્ત એકાગ્ર થઈને શ્રી જૈનધર્મની આરાધના કરવા લાગે. એ પ્રમાણે દ્રવ્ય અને ભાવ એમ બન્ને પ્રકારના સામર્થ્યવાળો એ મહાનુભાવ પિતાના નિયમોમાં સ્થિરપણે વર્ચે જતો હતો અને તેના દિવસે એ રીતે ચાલ્યા જતા હતા, તે દરમિયાન ધર્મમાં વિશ્વ કરનારાં અશુભ કર્મ પુદ્ગલે ક્ષીણ થઈ ગયાં. એથી એને ધર્મના નિશ્ચયને સુદઢ જાણીને કુળદેવતા હારી ગઈ એના રોગો ચાલ્યા ગયા અને કુળદેવીએ તેને પગે લાગીને ક્ષમા માગી અને શાંત થઈ ગઈ. તેની વ્યવહાર-શુદ્ધિથી રાજી રાજી થયેલ લેકે પાસેથી પુત્રના ગુણગાન સાંભળીને તેના માતાપિતા પણ ભારે પ્રમાદવાળા થયા અને પૂર્વની પેઠે જ તેની ધરાધનામાં વિશ્ન ન કરતાં સ્નેહપૂર્વક વર્તવા લાગ્યા. બધાં સ્વજનો અનુકૂળ થઈ ગયાં, તેને સાસરો પણ છેવટે ભોંઠે પડ્યો અને ક્ષમા માગીને પિતાની પુત્રીને તેણે પતિને ઘરે મિકલી આપી. રોજ ને જ કેમળ કમળ વચનથી પિતાના માતા-પિતા વગેરે લોકોને સમજાવીને છેવટે તે અમરદત્તે તેમને જૈનધર્માભિમુખ કર્યા.
આ પ્રમાણે સામર્થના ગુણમાં સ્વાર્થ અને પરોપકાર કરવાનું અદ્દભુત બળ છે એમ સમજીને ભયનાં ચક્રોથી મુક્ત રહીને એ સામર્થ્યમાં જ પિતાના આત્માને સ્થાપિત કરવો જોઈએ.
ધર્મનાં કામમાં જ્યારે ઘણું ઘણું વિદને આડાં આવે છે, ત્યારે જ ઘણું કરીને તેનાં વખાણ થાય છે અને બંને પ્રકારના સામર્થ્ય વિનાને માનવ એવાં ભયાનક વિદનેને દૂર હટાવી શકતો નથી. વળી, મનુષ્ય ચાંચિયાથી ભરપૂર, મગર માછલાં અને બીજાં મોટાં જળચરેથી ભયંકર સમુદ્રને તથા ન સહી શકાય એવા શત્રુઓના ભારે ભયવાળા રણને પિતાના સામર્થ્યને લીધે પાર પામીને સુખ પામે છે અને જેઓ સામર્થ્ય વગરના છે તે માને ભારે સંકટ પામે છે.
તેમ જે લોકો શ્રીનિંદ્ર ભગવંતે કહેલા ધર્મની આરાધનામાં આવતાં વિદનેને દૂર કરી શકે છે તેઓ પોતાની અદ્દભુત પ્રકારની ચિત્તની દ્રઢતાને લીધે શિવ-નિર્વાણને પામી શકે છે અને બીજા નબળા મનવાળા કેવળ દુઃખ જ પામે છે.
હિમાલયને ઠંડા પવન, અગ્નિ, સૂર્યને પ્રખર તાપ, પાતાળમાં રહેનારા અને જમીનમાં થનારા ભયંકર સર્પો તથા સિંહ અને શોને લીધે ભયાનક દુર્ગમ બનેલી પર્વતની અને સ્થળની ભૂમિ એ બધું ભયાનક ત્યારે જ લાગે છે કે જ્યારે માનમાં ચિત્તની દ્રઢતાથી ઉત્પન્ન થયેલું સામર્થ્ય નથી હોતું. એ પ્રમાણે સર્વ અર્થને સાધી શકનારા સામર્થ્યને ધનની પેઠે જ અખંડ રાખવાથી તેઓ દુર્ગતિને ન પામે અને તેમને દુઃખે પણ ન પડે એમાં કશું આશ્ચર્ય નથી. એ રીતે કથારકેશમાં સામર્થ્ય ગુણના વિચારના પ્રકરણમાં
અમરદત્તનું કથાનક સમાપ્ત, (૨૧)
"Aho Shrutgyanam