________________
૧૯૩
જયમાલિ કુમારે સ્વીકારેલ ચેાથુ વ્રત
• કથારત-કાશ :
આપું છું, કાંઈ મૈથુન સેવરાવતા નથી, એ રીતે તેની કલ્પના વ્રતસાપેક્ષ છે તેથી પવિવાહકરણ અતિચારરૂપ છે. ચેાથા અણુવ્રતવાળા કાઇ, મુગ્ધ મનનેા હાય ! તે, બીજાને કન્યા મેળવી આપવા વગેરે કારણને લીધે અથવા બીજા ઉપરના સ્નેહને લીધે વિવાહ જોડી આપે જ છે અર્થાત્ મૂઢ મનવાળા વ્રતી એવું કામ કરતાં અચકાતા નથી. તેમજ કેાઈ ભદ્ર પ્રકૃતિને વ્રતી હાય તે તે, બીજા કોઈને માર્ગ ઉપર ચડાવવા સારુ વિવાહ-ખચ્ આપે છે અને એ રીતે તે, બીજાના વિવાહને જોડી આપે છે. સ્વપુરુષસતેષી સ્ત્રી અને પરપુરુષના ત્યાગ કરનારી સ્ત્રી એ ખનેને માટે પાછલા ત્રણે અતિચાર સરખા સમજવાના છે એટલે એ બંને પ્રકારની સ્ત્રીમાં એ અતિચારની અપેક્ષાએ કાંઇ પણ ભેદ નથી. અનંગક્રીડા વગેરે અતિચાર જેમ સ્વદારસતૈષીને લાગવાની હકીકત આગળ બતાવેન્રી છે તેમ એ અતિચારા સ્વપુરુષસ’તેષી સ્ત્રીને પણ એ જ રીતે ઘટાવવાના છે. પ્રથમ અતિચાર સબંધે આ રીતે સ્ત્રી માટે વિશેષતા સમજવાની છે. કેાઈ પુરુષને એ સ્ત્રી હાય, તે માટે તેણે વારા બાંધી આપ્યા હાય, એને પ્રસ ંગે જ્યારે શાક્યના વારા હાય તે વખતે પશુ જે સ્વપતિ સાષી સ્ત્રી પાતાના પતિને વાંછે તે સ્ત્રીને પ્રથમ અતિચાર લાગે, ઈત્થરપરિગ્રહીતાગમન એ પ્રથમ અતિચાર છે. શાક્યના વારા હાય તે દિવસે પતિ ઇશ્ર્વર-પરિગૃહીત થયું. ગાય એટલે થોડા સમય માટે તેને શાક્યે સ્વીકારેલા કહેવાય તેમ છતાં તે દ્વિવસે સ્વપતિસ તાષી સ્ત્રી પાતાના પતિને વાંછે તે તેને તે અતિચાર લાગે. જો અતિચાર અપરિગૃહીતાગમનના છે. તે પણ સ્વપતિતૈષી સ્ત્રીને અતિક્રમ વગેરે દોષોને લીધે લાગે છે, એમ સમજવાનું છે. આ રીતે એ બધા અતિચારા વિશે વિશેષ કહેવાની જરૂર નથી.
જે ગૃહસ્થ, ઉપર જણાવ્યા પ્રમાણેના એક પશુ અતિચાર પેાતાના વ્રતમાં ન લાગવા દે અને નિષ્કલંક રીતે વ્રતને પાળે તેવા ગૃહસ્થ માટે પશુ મહાકલ્યાણની એટલે નિર્વાણુપ્રાપ્તિ દુર્લભ નથી.
પેલા જયમાલિ રાજકુમારે એકાગ્ર બનીને આ બધી હકીકત ગુરુ પાસેથી સારી રીતે સમજી લીધી. અને તેણે પરદારાના ત્યાગની પ્રતિજ્ઞાવાળા તે ચોથા ત્રતને સ્વીકાર્યું. બાદ તે પેાતાના આવાસે ગયા અને મુનિરાજ પણુ મરકતમણિના પાત્ર સમાન શ્યામલ આકાશ તરફ ઊડી ગયા. આવાસે આવીને રાજકુમાર પેલા નગકેતુની દુÀા વિશે વિચા કરે છે અને માળ, ગ્લાન, માંદા અને તપસ્વી જનાને ઔષધ વગેરેની સહાય આપીને તેમની સેવા કર્યાં કરે છે અને એ રીતે તેના દિવસે પસાર થાય છે.
તે રાજકુમાર શ્રેષ્ઠ મુનિવરની માફક પેાતાની નિર્વિકારી આંખને પણ જેમ જેમ એ તરફ જવા દેતા નથી તેમ તેમ તેા નગરની સુંદરીઓના સ્નેહ તેના તરફ વિશેષ ને વિશેષ વૃદ્ધિ પામવા લાગ્યા. કામનાં માથેા વાગવાને લીધે તે સુંદરીઓનાં શરીશ
૨૫
"Aho Shrutgyanam"