________________
: કયાર–કેશ:
અદત્તાદાનને અચિંત્ય લાભ તેઓના ધનને રે લૂંટી શકતા નથી, રાજા હરણ કરી શકો નથી, અગ્નિ બાળી શકો નથી, અને જળ વિગેરેના ઉપદ્રવને કારણે તેના ધનને કદાપિ નાશ થતો નથી.
જે મનુષ્ય, અદત્તને નહીં લેવાની સાચી પ્રતિજ્ઞા પાળનારે છે તે, ભલે એકલે હેય, ધન-ભંડાર વગરને હોય, પરંતુ તે ક્યાં જાય છે ત્યાં તેના અંતર ક્ષીણ થયા હેવાને લીધે તે કરડે સોનૈયા મેળવી શકે છે તેમજ બીજને પ્રિય પણ લાગે છે. પિતાનું ધન વગેરે કઈ ચોરી જાય તે જે દુઃખ થાય છે તેવું જ દુખ બીજાનું ધન વગેરે પચાવી પાડતા, લૂંટી લેતા કે ઠગી લેતાં બીજાને પણ થાય જ છે એમ વિચારીને મનુષ્ય સ્વપ્નમાં પણ બીજાના નહીં આપેલા ધન વગેરે પદાર્થો લેવાને સંકલપ માત્ર કદાપિ ન કર.
શ્રી કથા રત્નકોશમાં તૃતીય અણુવ્રતના વિચાર પ્રસંગે
ફસરામનું કથાનક સમાપ્ત (૩૬)
"Aho Shrutgyanam"