________________
ચતુર્થ અણુવ્રત વિશે સુરપ્રિયનું કથાનક (૩૭) ! મૈથુનના ત્યાગની પ્રતિજ્ઞા કર્યા વિના, પ્રાણવધના, અસત્યના તેમજ ચોર્યના
આ ત્યાગની પ્રતિજ્ઞાઓ શોભતી નથી, માટે હવે મૈથુનના ત્યાગને લગતા થા ' ' અણુવ્રતને લગતું વર્ણન કરવામાં આવે છે. મિથુન એટલે જેડલું, તેની જે પ્રવૃત્તિ તેનું નામ મૈથુન. બધાં અધર્મ કાર્યોનો પ્રારંભ મૈથુનને લીધે જ થાય છે. દુર્ગતિરૂપી ભૂમિકા પર બંધાયેલા મોટા ઘરને ટકાવી રાખવા માટે મિથુન, એક સ્તંભ સમાન છે. જે માનવ, મૈથુનની પ્રવૃત્તિમાં રાચે છે તે પેલી લેઢાની નળીમાં રૂ નાખવાના અથવા તે સેનાની નળીમાં લેઢાને નાખવાના દૃષ્ટાંત દ્વારા નવ લાખ સૂક્ષમ ને વધ કરે છે. જે લોકો આવા હિંસક મૈિથુનની પ્રવૃત્તિથી અલગ રહે છે તેમને દેવે પણ ભક્તિપૂર્વક પ્રણામ કરે છે, વળી ગમે તેવા અસાધ્ય મંત્ર-તંત્ર પણ સિદ્ધ થઈ જાય છે. પ્રાણીવધના ત્યાગની પ્રતિજ્ઞા, અસત્યના ત્યાગની પ્રતિજ્ઞા તેમજ ચીર્યના ત્યાગને નિયમએ બધામાં ઉત્સર્ગ અને અપવાદ એમ બંને પદ્ધતિઓ છે અર્થાત્ સામાન્યપણે એ પ્રતિજ્ઞા પ્રમાણે વર્તવાનું હોય છે પરંતુ કેઈ ખાસ સંગેમાં તે પ્રતિજ્ઞા પ્રમાણે નહીં વર્તવાને અપવાદ પણ કરે પડે છે એટલે એ બધી પ્રતિજ્ઞાઓમાં એકાન્ત નથી પરંતુ અનેકાંત છે; જ્યારે આ મૈથુનની પ્રવૃત્તિ રાગ, મેહ વગેરે પ્રવૃત્તિ વિના સંભવતી જ નથી એટલે તેમાં કેવળ એકાંત જ છે અથત મિથુનની ત્યાગની પ્રતિજ્ઞામાં અપવાદ નથી. કેઈ ભલે તપ કરે, શાસ્ત્ર ભણે, વૃક્ષ પરથી પડી ગયેલાં પાકાં પાંદડાં ખાઈને નિર્વાહ ચલાવે, છતાં જે તે મિથુનની આકાંક્ષા કરે તો તે મુનિ નથી કિન્તુ તપ વિગેરેને વ્યસની જ છે. જે કેટલાક લેકે સંસારમાં સારી પ્રતિષ્ઠા પામેલા છે તથા પરમ અભ્યશ્યને પામેલા છે અથવા ઉત્તમ નિર્વાણુને પામેલા છે તે બધો પ્રભાવ કેવળ મિથુનના ત્યાગના મહિમાને જ છે. પુરુષમાં સિંહ સમાન જે લેકે મૈથુનના ત્યાગની પ્રતિજ્ઞાને અખંડપણે પાળે છે તેઓની પાસે સર્ષે પણ ફરકી શકતો નથી, પિશાચે દૂર-દૂર નાસે છે, ભયંકર અટ્ટહાસ્ય કરતી ડાકણે તેને હેરાન કરી શકતી નથી, દુછો પણ તેને અનુકૂળ થઈ જાય છે, અપશુકને શુભ શુકનસ્વરૂપ થઈ જાય છે અર્થાત્ મૈથુનના ત્યાગની પ્રતિજ્ઞાને અખંડપણે પાળનારને આવા અનેક પ્રકારના લાભ થાય માં શી નવાઈ? જે લોકો સંપૂર્ણપણે બ્રહ્મચર્ય પાળવામાં તત્પર હોય છે તેઓ તે પિતાના મનવાંછિતને પ્રાપ્ત કરે તેમાં શું આશ્ચર્ય, પરન્તુ જેઓ કેવળ પરસ્ત્રીને સંગ ન કરવાની પ્રતિજ્ઞાને અખંડપણે પાળનાર હેય છે તેઓ પણ સુરપ્રિયની માફક સુખ પામે છે. તે સુરપ્રિયનું કથાનક આ પ્રમાણે છે
મગધ દેશમાં પ્રસિદ્ધ રાજગૃહ નામનું નગર છે. ત્યાં શ્રમણ ભગવાન મહાવીર
૨૪
"Aho Shrutgyanam"