________________
સમજે.
અગ્નિસિંહને દુરાગ્રહ
: કથાન–કેશઃ સાગરનું સૂચન સાંભળી રાજાએ કહ્યું તારું કહેવું યથાર્થ છે. તે મને ચેતવ્ય તે સારું કર્યું. મેં પણ પહેલાં સાંભળ્યું હતું કે ખોટું બોલવાથી મહારાજા વસુને તેની કુળદેવીએ આસન પરથી પાડી નાખીને મારી નાખ્યું હતું. તેની પછી પણ તેનું જ અનુકરણ કરનારા આઠ રાજાઓ પર પણ કુળદેવી રોષે ભરાણી હતી અને તે આઠે રાજવીઓને નાશ કર્યો હતે. તે રીતે ખોટું બોલવાથી વસુરાજા અને આઠ રાજાઓ મૃત્યુ પામ્યા હતા તે મેં સાંભળ્યું છે, પરંતુ તે બધાનું મરણ યજ્ઞમાં બકરાને ભેગ આપવાની સમ્મતિ દર્શાવી હતી તેથી થયું હતું તેની મને ખબર નથી. ત્યારે સાગરે જણાવ્યું કે હે રાજન! યજ્ઞમાં બકરાને હેમ કરવાનું કહેવાથી જ તે સર્વનું મૃત્યુ થયેલ હતું તે આપ સત્ય જ સમજે.
સાગરનું આ કથન સાંભળીને ચિત્તમાં ચમત્કાર પામેલા રાજાએ અગ્નિસિંહ તેમજ બીજા અધ્યાપકેને બેલાવતાં તેઓએ આવીને સુખાસન પર બેઠક લીધી એટલે રાજાએ પ્રશ્ન કર્યો કે–શું યજ્ઞમાં બકરાને હોમ કરે જોઈએ કે ચેખાને? બધા અધ્યાપકે બેલ્યાઃ અમે પરંપરાથી સાંભળેલ છે કે–આ વસ્તુ વિષે પર્વત અને નારદ વચ્ચે વાદવિવાદ થયેલ અને પછી જે નિર્ણય થયેલે તે અનુસાર તે ચાખાને જ હેમ કરે જોઈએ. આ પ્રમાણે સાંભળી રાજાએ અગ્નિસિંહ સામે જોયું. મિથ્યાત્વને કારણે અગ્નિસિંહની બુદ્ધિ બહેર મારી ગઈ હતી તેમજ તેને અભિમાન પણ આવી ગયું હતું એટલે તેણે કહ્યું: રાજન ! જેઓ મૃગ જેવા પશુ જ હોય છે તેઓ જ બેટા વહેમને લીધે ભ્રમિત બુદ્ધિવાળા થઈ જાય છેકાર્યના રહસ્યને જાણી શકતા નથી તેમ જ બીજાના મતને માની તેના પર વિશ્વાસ રાખી કાર્યમાં પ્રવૃત્તિ કરે છે, પરંતુ જેઓ શુદ્ધ બુદ્ધિવાળા છે તેઓ બીજા પર વિશ્વાસ ન મૂકી બીજાનું કહેવું પણ માનતા નથી. સાચો માર્ગ મૂકી આવે બેટ માર્ગ શા માટે ગ્રહણ કરે જોઈએ?
આ વખતે બીજા બ્રાહ્મણે બેલ્યા કે મહારાજ, અગ્નિસિંહ ભલે ગમે તેમ કહે, અમે અનર્થકારી માર્ગે જવાની આપને સલાહ આપશું નહિ તેમ તેના માર્ગનું સમર્થન પણ કરશું નહિ. એટલે રાજાએ સાગરની સામે જોયું ત્યારે સાગરે કહ્યું કે-મહારાજ, આ ઉપાધ્યાયે જે કહે છે તે બરાબર છે.
સાગરનું આ કથન સાંભળી અગ્નિસિંહના મનમાં કેપની વાળા ઊઠી. તે રાજાને કહેવા લાગ્યો કે-હે રાજન ! અહીં કઈ જાણકાર જ નથી. મારા વચનમાં શા માટે શંકા કરે છે? મારે ભાઈ સાગર તે ખરેખર મૂઢ છે. વળી તેણે વેદમાર્ગથી વેગળું વેતાંબર (જૈન) દર્શન વીકાર્યું છે. ફક્ત બાહ્ય દષ્ટિથી જ તે પિતાને બ્રાહ્મણ કહેવરાવે છે. તે ખરે બ્રાહ્મણ નથી. આ બીજા બધા અધ્યાપકે પિતૃશ્રાદ્ધ વિગેરે માનનારા નથી તેમજ અગ્નિ
२२
"Aho Shrutgyanam