________________
: કારત્ન-કેશ :
યજ્ઞમાં બકરા ન હોમવા અંગે સાગરનું રાજવીને સૂચન
કથન તે રોગ નાશ પામ્યા પછી ઓષધ કરવા જેવું નિષ્ફળ છે. રોગ મટયા પછી જેમ ઔષધનું કંઈ કામ નથી તેમ કમેને નાશ થયા પછી વિરતિનું કામ પણ શું છે?
ગુરુમહારાજે આ પ્રમાણે યુક્તિપૂર્વક અગ્નિસિંહને નિરુત્તર કર્યો ત્યારે તે તેમને કંઈ પણ કહી શકે નહીં પરંતુ મનમાં ઘણે ઉદ્વેગ પામી જે આવ્યું હતું તે ચા ગયે. સાગરને ગુરુના ઉપદેશની સારી અસર થઈ હતી એટલે તે ભક્તિપૂર્વક તેમને વંદન કરી, તેમને અભિનંદન આપી સ્વગૃહે આ
ઘરે આવ્યા પછી તેની સ્ત્રીએ તેને પૂછ્યું કે-આટલે બધે સમય તમે ક્યાં રેકાયા હતા ? સાગરે પિતાની પ્રતિજ્ઞાની બધી હકીક્ત કહી. સાગરની સ્ત્રી પણ હળુકમ હતી એટલે તેણે કહ્યું કે મને પણ આવી જાતને નિયમ ગ્રહણ કરાવે એટલે સાગર તેને ગુરુમહારાજ પાસે લાવ્યું અને તેણીએ પણ સમ્યક્ત્વગુણની સાથે સાથે જીવતાં સુધી જીવવધન અને સ્થળ મૃષાવાદને ત્યાગ કરવાનો નિયમ ગ્રહણ કર્યો. બાદ બંનેસ્ત્રી પુરુષ શ્રી જિનેશ્વર ભગવંતની પૂજામાં તત્પર રહે છે તેમજ પિતે સ્વીકારેલા નિયમના પાલનમાં પૂરેપૂરા સાવધાન રહે છે.
આ બધું જોઈને અગ્નિસિંહને ઘણે રેષ-ઠેષ થવા લાગે એટલે તે લેકેને વિષે તે બંને અંગે જેમ ફાવે તેમ બેલવા લાગ્યું કે તે બંને બ્રાહ્મણ કુળની મર્યાદા વિરુદ્ધ પ્રવૃત્તિ કરી રહ્યા છે, શુદ્રોના પગમાં પડે છે, વેદવિહિત માર્ગને માનતા નથી.
એકદા તે નગરના રાજાએ યજ્ઞ કરવાની શરૂઆત કરી. તે માટે જોઇતી પશુ વિગેરે બધી સામગ્રી તૈયાર કરી અને ય-કર્મમાં કુશળ અગ્નિસિંહને તેને અધિકારી નીમે. સાગરની ઈચ્છા નહીં છતાં તેની પડખે તેને બેસાડવામાં આવ્યા. યજ્ઞમાં હેમાવાના બકરાંઓને આખા શરીરે રાતા ચંદનનાં છાંટણાં છાંટવામાં આવ્યા, ગળામાં ફલની માળાઓ પહેરાવવામાં આવી. આવી રીતે તૈયાર કરેલા બકરાઓને યજ્ઞની વેદી પાસે લાવવામાં આવ્યા તે જોઈને સાગરના હૃદયમાં અનુકંપા પ્રગટી. બકરાઓ ઉપર આ જાતને ખેટે ત્રાસ ગુજરતો જોઈ તેનું દિલ દ્રવી ઉઠયું એટલે તેણે રાજાને વિજ્ઞપ્તિ કરી કેદેવ ! શું તમે આ હકીકત સાંભળી નથી કે “ અને હેમવા જોઈએ છે એ વાક્યમાં “અજજને અર્થ “ફરીથી ઊગી ન શકે તેવા ત્રણ વર્ષના જૂ ના ચેખા” થાય છે પરન્તુ તેને અર્થ “બકારે” તે નથી? આ સંબંધમાં નારદ અને પર્વત એ બંને વચ્ચે વાદવિવાદ થયેલો. પર્વતે “અજને અર્થ બકરે કરીને યજ્ઞમાં તે હેમવાની પ્રતિજ્ઞા જણાવી, વસુરાજાએ પર્વતની હકીકતને સંમતિ આપી તેથી બંને મૃત્યુ પામ્યા. હે દેવ ! આ વિષે વિચક્ષણ વેદના જાણકાર બીજા પંડિતે સાથે વિચાર કરીને પછી યજ્ઞને આરસ, કરવો જોઈએ. ધર્મની જે જે વિધિએ સુનિશ્ચિત હોય તે જ વિધિઓ સારા વિશે કરેલા ઔષધોપચારની માફક વાંછિત ફળ આપે છે.
"Aho Shrutgyanam