________________
અગ્નિસિંહને હઠાગ્રહ
: કારત્ન-કેશ : ત્યાં તે શું સિદ્ધ કર્યું ? સુરહ બેઃ હે દેવ! એ સીમાડાના રાજાને સારી રીતે દબાવ્યું અને પછી તેણે મારી સાથે સંધિ કરવાની વાત સ્વીકારી, પરંતુ હે દેવ ! જયાં આપણું ઘર ફર્યું હોય ત્યાં કાર્યની સિદ્ધિ કેમ થઈ શકે? રાજા બેઃ એ શી રીતે ? સુરહે કહ્યુંઃ આપને તે હકીકત એકાંતમાં કહીશ. પછી બન્ને જણ એકાંતમાં બેઠા ત્યારે સુરહે પેલા બટા લેખો રાજાને બતાવ્યા. રાજાએ એ લેખેને વાંરયા તેથી છેદભેદનીછળકપટની વાતેથી ભરપૂર એવા તે લેખે સુપ્રતિષ્ટ દૂતે મોકલેલા એ હકીકત રાજાના ધ્યાન ઉપર આવી એટલે વિરમય પામેલા રાજાએ સુરહના જવા પછી સુપ્રતિષ્ઠને બેલાવીને તેને એ બેટા બધા લેખે બતાવ્યા. આ બધું જોઈને સુપ્રતિક બેલ્થઃ હે દેવ! આ રીતે મેં રાજવિરુદ્ધ કર્યું હોય તે અગ્નિપ્રવેશ વગેરે દિવ્ય કરીને હું મારી જાતને નિર્દોષ સાબિત કરી આપીશ. રાજા પાસે આ પ્રમાણે પિતાને મક્કમ નિર્ણય જણાવીને તેણે કઈ દેવ પાસે દિવ્ય કર્યું અને તેમાં તે પ્રમાણિક સાબિત થયા એટલે રાજાએ સુરહનું સર્વસ્વ લુંટી લીધું. તેને આકરી શિક્ષા કરી અને લેકમાં પણ “આ બેટાબેલે છે” એ અપયશ પામે. રાજકારણિક હોવાથી રાજાએ સુરહને વધ ન કરાવ્યું. આ પ્રમાણે આ બીજા વ્રતમાં પણ અતિચાર લગાડવાથી આ લેકમાં પણ ભારે અનર્થ થાય છે. . જે ધીરપરુષો છે તેઓ અતિચાર લગાડ્યા વિના જ અગત્યના ત્યાગની પ્રતિજ્ઞાનું પૂરેપૂરું પાલન કરે છે અને સર્વ કે વખાણે તેવી કલ્યાણપરંપરાને પ્રાપ્ત કરે છે.
પછી સાગર બેઃ હે ભગવંત! મને થળ મૃષાવાદના ત્યાગની પ્રતિજ્ઞા કરી કેમારે જીવતાં સુધી મન, વચન અને કાયાવડે જૂઠું બોલવું નહીં, જૂઠું બોલાવવું પણ નહીં.
ગુરુમહારાજે જાણ્યું કે-સાગરની પ્રકૃતિ ભદ્રિક છે. તેને ધર્મમાં શ્રદ્ધા સારી છે તેથી તેઓએ તેને તેના કહ્યા પ્રમાણે સ્થળ મૃષાવાદના ત્યાગની પ્રતિજ્ઞા આપી.
આ સ્થળે રહેલા અને ધર્મવિધિથી વિરુદ્ધ વર્તન કરતાં અગ્નિસિંહે આ બધું વૃત્તાંત સાંભળ્યું ત્યારે ઈવશ થવાથી કહેવા લાગ્યું કે હે ભગવંત ! આ પ્રમાણે વ્રત લેવાથી શું લાભ થવાનો છે? ઘણી વખત ભાવ નથી હોતા, મન પણ નથી હોતું તે પણ પૂર્વ કર્મને ક્ષય થઈ જાય ત્યાર પછી જ આવી પ્રતિજ્ઞા લેવાય તે જ તેનું પાલન થાય નહીંતર પૂર્વ કર્મોદયથી જૂઠું બોલાઈ જવાય અને પ્રતિજ્ઞાન ભંગ થાય.
અગ્નિસિંહનું કથન સાંભળીને ગુરુમહારાજે તેને જણાવ્યું કે-ભાઈ, વિરતિને નિષેધ કરનારું આવું વચન તું ન બેલ. જો એમ ને એમ જ કમેને ક્ષય થઈ જતો હોય તે પછી વિરતિ-ત્યાગને શે ઉદ્દેશ છે? જેમ કેઇ રેગીને મહાવ્યાધિ પણ ઔષધ કરવાથી ધીમે ધીમે નાશ પામે છે તેમ ત્યાગ (વિરતિ) કરવાથી વિન્ન કરતું અશુભ કર્મ પણ નાશ પામે છે. હે ભદ્ર! કર્મને નાશ થયા પછી વિરતિ (પ્રતિજ્ઞા) કરવી એવું તારું
"Aho Shrutgyanam