________________
: સ્થાક-કાશે :
સુરહે વતમાં લગાડેલા અતિચારે વિચાર છે એટલે કે એમાં ઘણું વિચારે દર્શાવેલા છે અને એ વચનમાં જે ગમે-આલાપકે છે તે બધા દુર્લક્ષ્ય છે અર્થાત્ જલદી કળી શકાય તેવા નથી અર્થાત્ દુર્લક્ષ્યગમ છે તેથી કુશલ પુરુષો પણ તેને સમજી શકતા નથી, તેવી રીતે સ્ત્રીઓના મન પણ ભૂરિભંગ છે-અનેક પ્રકારના વિકલ્પવાળા છે. પ્રકટિતબહુવિચાર છે એટલે કે તેના મનમાં વિવિધ પ્રકારના વિચારો ઉદુભવ્યા જ કરે છે-સ્થિર વિચાર હોતા નથી, એ મન દુર્લક્ષ્યગમ છેએની ગતિ કઈ તરફ છે એ પણ કળી શકાતું જ નથી તેથી સ્ત્રીઓના મનને કુશળ પુરુષે પણું સમજી શકતા નથી. જ્યારે મારી પ્રાણપ્રિય છીનું મન પણ આવા અકાર્ય તરફ જઈ રહ્યું છે ત્યારે વિશ્વાસથી ભરેલું એવું મારું પિતાનું મન પણ હવે કઈ જગ્યાએ જઈને વિસામે પામે-આરામ મેળવે?
એ પ્રમાણે શંકાશીલ થયેલે તે પથારીમાં પેડીક જ વાર સૂતે અને સવાર થતાં ઘરે માણસ મેલીને કહેવરાવ્યું કે પિતે આવી પહોંચે છે. આ પ્રમાણે કહેવરાવીને તે પિતાના ઘરે આવ્યા. પિતાની સ્ત્રીની જે ગુપ્ત વાત તેના જાણવામાં આવી હતી તેને એ, પિતાના મનમાં સંઘરી ન શકશે અને તે બધી વાત સ્ત્રીને પણ કહી દીધી કે એ રાતની તારી બધી દુષ્ટ ઘરમાં એકલા છાનામાના આવીને મેં નજરોનજર જોઈ લીધો છે. આ પ્રમાણે પિતાનું દુશ્ચરિત્ર સાંભળીને સ્ત્રી વિલખી બની ગઈ. તેને એમ લાગ્યું કે હવે હું મારું મેં શી રીતે બતાવી શકીશ? એમ વિચારી તે સ્ત્રી ઝેર ખાઈને મરી ગઈ. આ રીતે એ સુરાહે પિતાના વ્રતમાં અનર્થ કરનાર ત્રીજે અતિચાર લગાડ્યો.
આગળ કહ્યા પ્રમાણે પિલા સુરહના ભંભેરવાથી સુપ્રતિકને દૂત તરીકેને અધિકાર રાજાએ ખૂંચવી લીધે. આ હકીકત સુપ્રતિષ્ઠના જાણવામાં આવી એથી એને સુરહ ઉપર ઘણે રોષ આવ્યું અને તેણે પણ પિતાની મતિકલ્પનાથી કોઈ એક દૂષિત હકીકત રાજાને જણાવી, સુરહ પ્રત્યે રાજાને ભલે આ બધી હકીકતની ખબર સુરહને મળવાથી તેના ચિત્તમાં ભારે સંક્ષોભ થશે. તેણે પિતાના મિત્રને કહ્યું કે મારા ઉપર રાજા રે ભરાયેલે છે માટે મને બચાવવા માટે તારે છેટું બલવું જોઈએ. મારે તે સ્કૂલમૃષાવાદના ત્યાગનું વ્રત છે એટલે હું પિતે જાતે તે ખેટું શી રીતે બોલી શકું? એ પ્રમાણે પિતાના મિત્રને છેટું બોલવાને ઉપદેશ કરતાં સુરહે પિતાની પ્રતિજ્ઞામાં એ અતિચાર પણ લગાડ્યો.
એક વાર રાજાએ તેને પ્રસંગોપાત બેલાવી મંગાવે. સુરહે સુપ્રતિષ્ટ દૂતને સપડાવવા માટે ખાટા લેખે લખેલા. “મારે તે ખોટું બોલવાની બાધા છે, હું લખવાની બાધા નથી,” એમ પિતાના મન સાથે વિચારતાં તેણે રાજાના બોલાવવાથી રાજકચેરીમાં પ્રવેશ કર્યો. આ પ્રકારે એણે પિતાના બીજા અણુવ્રતમાં પાંચમે અતિચાર પણ લગાડ્યો.
રાજકચેરીમાં આવીને, રાજાને પ્રણામ કરીને આસન પર બેઠો. રાજાએ તેને કહ્યું:
"Aho Shrutgyanam