________________
? કયારન-કેશ :
બીજા વ્રતનાં પાંચ અતિચાર તે પદાર્થ બે પ્રકારના છે. એક બે પગવાળા અને ચાર પગવાળા તથા બીજા પગ વગરના. કન્યા બે પગવાળી છે અને ગાય ચાર પગવાળી છે. જમીન અને ધન એ પગ વગરના છે. આ રીતે એ પદાર્થના બે ભેદ છે. આ બીજા વ્રતને સ્વીકારનારાએ પાંચ અતિચારો વર્જવાના છે. એ અતિચારે આ પ્રમાણે છે.
સહસા–એકદમ વગર વિચાર્યું બેલી નાંખી કેઈ ઉપર બેટું આળ મૂકવું તે સહસા-અભ્યાખ્યાન. એકાંતમાં વાતચિત કરવી-છૂપી રીતે વાતચિત કરવી, પિતાની સ્ત્રીની ગુપ્ત વાત બહાર કહી દેવી, બીજા કેઈને બેટું બોલવાને ઉપદેશ આપ, અને બેટા બેટા લેખે, ખાતાં વા દસ્તાવેજો લખી આપવા તે. (૧) સહસા-અભ્યાખ્યાન. એટલે જેનામાં જે દેશે નથી જ તેના ઉપર તે દેને વગર વિચાર્યું આપ કરે. જેમકે જે પુરુષ સુશીલ છે તેને “જાર” (વ્યભિચારી) કહે વા જે પુરુષ પ્રામાણિક અને સાચે છે તેને “તું ચાર છે” એમ કહેવું, વગેરે બેટા આળ ચડાવવાનું કામ સહસા-અભ્યાખ્યાન, રહ એટલે એકાંતમાં જઈને કેઈ ન સાંભળે વા ન જાણી જાય એ રીતે ગુપ્ત મંત્રણ કરનારાએને જોયા પછી તેમના ઉપર બેટો આક્ષેપ કરે અને તે માટે રાજા વગેરે પાસે જઈને ચાડી ખાવી કે આ લોકો રાજવિરુદ્ધ વાત કરે છે તેનું નામ (૨) રહસ્યાભ્યાખ્યાન અર્થાત્ ગુપ્ત મંત્રણ કરનારાઓ ઉપર આ રીતે બેટે આક્ષેપ કરી તેનું નામ રહસ્યાવ્યાખ્યાન, પિતાની સ્ત્રી સાથે એકાંતમાં જે કાંઈ ગુપ્ત વાતો કરી હોય તે બધી બીજાને કહી દેવી તેનું નામ (૩) સ્વદારમભેદ કહેવાય. મૃષા એટલે છે. બીજા કેઈને છેટું બોલતા શીખવવું અર્થાત્ તું ત્યાં એ હકીકતને આમ બોલજે એમ કહીને છેટું બોલવાની પ્રેરણા કરવી તે (૪) મૃષપદેશ. બેટા બેટા અક્ષરે માંડીને એટલે જે હકીકત સાચી નથી તેવી હકીકત બતાવવા અક્ષરે માંડવા અને લખવું તેનું નામ (૫) ફૂટલેખકરણ એ પાંચ અતિચાર છે.
શંકા–સહસાઅલ્યાખ્યાન એટલે તે કેઈ ઉપર બેટા આળ ચડાવવા. જે મનુષ્ય આ સ્થલમૃષાવાદના ત્યાગની પ્રતિજ્ઞા કરે છે, એની પ્રતિજ્ઞામાં જ આ સહસા– અભ્યાખ્યાનના ત્યાગને સમાવેશ થંઈ જાય છે એટલે સ્થૂલ મૃષાવાદને ત્યાગી સહસા અભ્યાખ્યાન કરી જ નહીં શકે, કદાચ કરશે તે તેની પ્રતિજ્ઞા જ સમૂળગી તૂટી જશે છતાં સહસા-અભ્યાખ્યાન કરવાથી વ્રતને ભંગ થતો નથી અને માત્ર અતિચાર જ લાગે છે એમ કેમ કહ્યું? એ જ રીતે કેઈને એકાંતમાં વાત કરતો જોઈને તેના ઉપર બેટે આક્ષેપ કરે તે પણ સ્થલમૃષાવાદના ત્યાગમાં થઈ જ ન શકે એટલે રહસ્યાભ્યાખ્યાન પણ વ્રતના લંગરૂપ છે છતાં તેને પણ અતિચાર કેમ કહ્યો?
સમાધાન-તમારી વાત ખરી છે પરંતુ સ્થળમૃષાવાદને ત્યાગી મનુષ્ય, અસાવધાનપણે વા અજાણપણે અને મનમાં કોઈ પણ પ્રકારની નિષ્ફરવૃત્તિ લાવ્યા વિના જ જ્યારે બીજાને
"Aho Shrutgyanam"