________________
? કથારન-કોશ : શિવપાલ સંધપાલના પુત્ર પ્રત્યે રોષ
૧૫૪ એ પ્રમાણે હે મહાશય ! નિર્દોષ રીતે વ્રત પાળવાની વાંછા કરનારે આ પાંચે અતિચાનું સ્વરૂપ બરાબર સમજીને તે પાંચે અતિચારેને ત્યાગ કરવો જોઈએ. એ બંધ વગેરે જ્યાં સુધી વ્રત સાપેક્ષ હાય-વતની સાથે સંબંધ ધરાવતા હેય-બાહ્ય દૃષ્ટિએ પણ વ્રતની સાથે તેમને સંબંધ હોય ત્યાંસુધી તેમને અતિચાર સમજવા અને તેમને સંબંધ
જ્યારે વ્રતની સાથે બીલકુલ ન હોય–તેઓ તદ્દન વ્રત નિરપેક્ષ હોય ત્યારે એ બંધ વગેરે વતના ભંજક છે એમ નક્કી સમજવું. અતિચારભીરુ એટલે અતિચારથી ડરીને ચાલ. નારાએ પિતાનાં ઘરનું કામકાજ માટે એવા નોકરો વગેરેને રાખવા જોઈએ, જેઓ આજ્ઞા કિત હોય અને હમેશાં પિતા પોતાના કામમાં માલિકના ભયને લીધે સાવધાન રીતે વર્તતા હોય. કદાચ કઈ વાર ભણવા વગેરે માટે વા શિખામણ આપવા માટે બાળકો વગેરેને બંધ વગેરેની સજા કરવી પડે તે એ એવી રીતે નિષ્ફરપણે ન કરવી કે જેથી તેમના જીવનું જોખમ થાય અને એ બાળકે વગેરેને એવી રીતે બાંધવા કે જેથી કદાચ કયાંય આગ, સર્પ વગેરેને ભય ઊભો થાય ત્યાં તેઓ પિતાની જાતને બચાવવા છૂટી શકે વા દેડીને નાશી જઇ શકે. મનમાં કોઇ વગેરે દેશે ન હોય અને કેવળ રેગના ઉપચાર માટે ગાય વગેરેનું પૂંછડું વા શીંગડું અથવા બીજું કાંઈ કપાવવું પડે તે એ અતિચાર ન કહેવાય. વળી બાળકને કેળવવા સારુ, બાળકે માં સારા ગુણે વિકસે એ માટે તેમને શરીરના મર્મભાગ સિવાય બીજા કેઈ ભાગ ઉપર સજા કરવી પડે તે એ અદેષ છે તથા બાળકને થોડીક જ વાર એ જ કારણથી ખાવાપીવાનું ન દેવામાં આવે તે પણ દેષ નથી. એ પ્રમાણે મનમાં કલુષભાવ રાખ્યા વગર અને અતિચાર લાગવા દીધા વિના જ બધા જીવેનું હિત થાય એ રીતે વર્તવાનું આ પ્રથમ અણુવ્રત છે. જેઓ સુખને ચાહે છે તેમણે આ પ્રથમ અણુવ્રતને લઈને સારી રીતે પાળવું જોઈએ.
ગુરુએ આ રીતે સમજાવ્યા પછી મનમાં વૈરાગ્યને પામેલા જન્નદેવે ગુરુના કથન પ્રમાણે જ આ વ્રતને યાવ જજીવ સુધી સ્વીકાર્યું, પરંતુ જેના મનમાં પેલા સંધિપાલના છોકરા તરફ ભારે દ્વેષ ભરેલ છે એવા શિવદેવે તેના પિતા અને ભાઈ વગેરેએ ઘણું ઘણું સમજા છતાં એ વ્રત ન લીધું તે ન જ લીધું. પછી તે બધા, મુનિરાજને વંદન કરીને પાછા પિતાપિતાને સ્થાને ચાલ્યા ગયા.
હવે પિલા સેનાપતિની પૂર્વોક્ત પુત્રી કઈ સારું મુહૂર્ત આવતાં સંધિપાલના પુત્ર સાથે પરણું ગઈ અને એ, પિતાને સાસરે પણ ચાલી ગઈ. આ બધી હકીકત શિવદેવના સાંભળવામાં આવી. સાંભળતાં જ તેને ઘણે રોષ આવ્યું અને હવે તે સંધિપાલના પુત્રને જીવથી મારી નાખવાને લાગ શોધવા લાગે. એ લાગ શોધવા તેણે પોતાના કેટલાક ગુપ્તચર માણસને ગોઠવી દીધા. વળી એ શિવદેવે એ નિયમ લીધો કે-જ્યાં સુધી એ સંધિપાલના પુત્રને ન મારું ત્યાં સુધી શય્યામાં સૂવું નહીં, સાંજે જમવું નહીં અને
"Aho Shrutgyanam