________________
ઃ કથાન-કેશ : ગુરુ મહારાજે પાંચ અતિચાર પર કહેલ કથાઓ
૧૫ર કરે છે. હવે બીજે દિવસે તેણીને આ લીલાવતીનું કાંઈ છિદ્ર ન જણાયું એટલે તેને તેના ઉપર વધારે ઝેર આવ્યું. એક વાર લીલાવતી સવાર, બપોર અને સાંજ એમ ત્રણે કાળ ચૈિત્યવંદન કરતી હતી તેને જોઈને આ ઝેરીલી કમલાએ પિતાના પતિને કહ્યું–તને વશ કરવા
માટે આ લીલાવતી આ રીતે ત્રણે કાળ કેઈ હલકા મંત્રને જાપ કર્યા કરે છે. એવામાં દેવગે કમનશીબને લીધે બરાબર તે જ સમયે પેલે સાગર માંદો પડી ગયે. હવે લાગ મળતાં જ પેલી કમળાએ સવિશેષ એની એ જ હકીકત ફરી ફરીને તેને કહી એટલે સાગરે પિતાની મુગ્ધતાને લીધે એની વાત ખરી માની. પછી એક વાર પતિએ લીલાવતીને પૂછયું સવાર, બપોર અને સાંજ એમ ત્રણે કાળ આ તું શું જપ્યા કરે છે? લીલાવતી બોલીઃ દેવીનું ભજન કરું છું. સાગર છે તેની ખાતરી શી? લીલાવતી પિતાના મનમાં સમજી ગઈ કે મારા પતિને મારી શેક છેટું ખોટું ભરાવીને ડરાવ્યું છે એટલે તે બેલીઃ તમે કહો તે ખાતરી આપું. પછી પતિ છે તું ખરેખરી ધર્માથી જ છે તે આ ભીંત ઉપર ચીતરેલા દેવના ચિત્રને એલતું કર અને તેના વચન વડે મારી શંકાને દૂર કર. લીલાવતી બેલીઃ એમ કરી બતાવું. પછી તેણે શાસનદેવતાને બોલાવવા યાન (કાઉસગ) ઘર્યું. પછી મધરાત થતાં એ દેવના પેલા ભીંતના ચિત્રમાં પેઠી અને એ ચિત્ર બોલવા લાગ્યું રે રે દુરાચાર! ધર્મને દ્વેષ કરનારી આ કમળાએ તને ભરમાવ્યું છે એટલે તું આ ધર્મશીલ લીલાવતી ઉપર બેટે આક્ષેપ કરે છે. તું આના ઉપર આવું ખોટું આળ ચડાવે છે તેથી હવે હતે ન હત થઈ જઈશ. આ સાંભળીને પેલે સાગર કુલપુત્ર ડરી ગયે અને પગે પડીને માફી માગવા લાગ્યું. હવે ફરીથી આમ નહીં કરું. પછી દેવતા ચાલી ગઈ અને રોષે ભરાયેલી લીલાવતી પણ પિતાને પિયર ચાલી ગઈ, પરંતુ પતિએ તેને પ્રસન્ન કરી ત્યારે એ લીવાવતીએ પિતાના પતિને કહ્યું તું જ્યારે એના કાન કાપીને કાઢી મૂકીશ ત્યારે જ હું તારે ઘેર આવીને રહીશ. પતિએ લીલાવતીની વાત સ્વીકારી અને પેલી કમળાના કાન કાપીને તેને કાઢી મૂકી. એ રીતે આ છવિચ્છેદને અતિચાર થશે. અતિભાર ભરવાને અતિચાર આ પ્રમાણે છે.
મરુ દેશમાં મધુ નામે એક વાણિયે હતું. તેણે શ્રાવકનાં અણુવ્રત સ્વીકાર્યા હતાં અને વેપાર માટે ઊંટે ઉપર પિઠે નાખીને તે બધે ફરતે રહેતું હતું. એ વખતે તેના દેશને રાજા અને સીમાડાને રાજા એ બે વચ્ચે મોટું યુદ્ધ ફાટી નીકળ્યું. પિતાના દેશની હદમાં ઘડા, હાથી, રથ અને પાયદળ એમ ચાર પ્રકારના મોટા લશ્કરે છાવણી નાખી એથી દેશમાં ધાન્ય વગેરે ખાવાની ચીજો આવી શકતી ન હોવાથી તે બધી ઘણી જ મેંઘી થઈ ગઈ. આ બધી પરિસ્થિતિ એ મધુ વાણિયાના ખ્યાલમાં આવી ગઈ, તેથી તે, કેટલાક સહાયકોને સાથે રાખી દસ ઊંટે ઉપર ધાન્ય વગેરેની પિઠે નાખી એ છાવણી તરફ ઉપડ્યો. માર્ગમાં જતાં ઊંટને ચરવા માટે છૂટા મૂકેલા તેમાંથી ત્રણ ઊંટોને કેસરીસિંહ મારી નાખ્યા. આમ થવાથી “દશ ઊંટેને ભારે બાકીના સાત ઊંટે શી રીતે વહેશે એટલે
"Aho Shrutgyanam