________________
• થારનું-કાશ ક શિવદેવ તે નંદિઘેષ વચ્ચે મયણસુંદરી સંબધી થયેલ સ્પર્ધા
૧૪૬
કતને અમાત્યે પશુ જાણી અને તેને કહ્યું: હે પુત્ર! આટલા કારણુથી આ સંતાપ ઊભે થયા છે તે તું નિરાંત રાખ અને વિનાવિલએ તારું ધાર્યું તને સાંપડશે એમ કરી આપીશ. જા, ખાઈ લે અને કાયરતાને ખંખેરી નાખ. શિવદેવે પિતાનું કહ્યું માની જઈ ભોજન કરી લીધું અને રીસામણાં તજી દીધાં. પછી ખાઈ પી લીધા બાદ અમાત્યે પશુ સેનાપતિની પાસે તેની દીકરીનુ માગું કરવા સારુ પેાતાના ખાસ માણસાને મોકલી દીધાં, તેમનાં આવવાનું કારણુ જાણી લઇ તેમને સેનાપતિએ કહ્યું: સંધિપાળના નદિર્ઘાષ નામના પુત્રની સાથે પહેલાથી જ આ દીકરીને પરણાવવાનો નિશ્ચય થઈ ગયેલ છે, કદાચ એ, દીકરીને છેડી દેશે તેા પછી હું મત્રીના પુત્રને જ આપીશ. ‘હવે.શુ થશે એની ખબર પડતી નથી ’ એમ ધારીને પેલા શિવદેવ વ્યાકુળ થયા ત્યારે તેના પિતાએ તેને સમજાયે! હું પુત્ર ! તારે માટે સેનાપતિની દીકરીને મેળવવા સારુ ધનવડે અને મારા સામર્થ્યવડે, લાગવગવડે હું એવી રીતે ઉદ્યમ કરીશ કે જેથી તે, તારી જ સ્ત્રી થાય. આ તરફ સૉંધિપાલના છોકરા વિષે પણ જાણ્યુ કે મારે માટે નક્કી કરાયેલી મયણુસુ દરીને પેતાના પુત્ર સારુ મેળવવા મત્રીએ માગું કરેલ છે. પછી-~~
સધિપાલના પુત્ર એ બધું જાણીને પહેલા તેા ઉદાસ થઈ ગયે! અને પછી તેણીને મેળવવા સારુ ખૂબ ઉઘત પશુ થઈ ગયે. ઘણા જુદા જુદા ઘરાકે ઊભા થાય છે ત્યારે વેચવાના માલ, કરીયાણું વગેરે પણ માથુ જ થઈ જાય છે. સધિપાલના પુત્રે ઉપરાઉપર પોતાના માણસોને મોકલાવી સેનાપતિને પણ કહેવરાવ્યું કે-તારી દીકરી મારી સાથે પરણી ચૂકી જેવી જ છે એમ તુ નાં જાણુજે. વિશેષ એટલું જ કે લેકવ્યવહારને સાચવવા માટે પરણવાનું ચેગ્ય મુહૂત આવતાં તુ બધી તૈયારી કરી નાખ એટલે અમારા વિવાહ લાક સમક્ષ જલદી થઈ જાય.
હવે આ બધી હકીકત એક કાનેથી ખીજે કાને અને ખીજે કાનેથી ત્રીજે કાને જતાં શિવદેવે પણુ સાંભળી એથી તેને ભારે રાષ આવી ગયા અને રાષ આવતાં જ તેની આંખના ખૂણા લાલચાળ થઈ ગયા. પછી તેા એણે પેાતાના મિત્રાની આગળ કહ્યું કે અહેા ! સધિપાલના પુત્ર પેલા દુરાચારી નાયની દુષ્ટતા તે જુઓ, પહેલાં તે તેણે એ કન્યાની અવગણના કરી અને પછી હું તે કન્યાને લેવા તૈયાર થયે ત્યારે પાછો એ તેને જ સર્વોદરપૂર્ણાંક હમણાં જ પરણવા ઊભા થયેલ છે. આ સાંભળી મિત્રા આલ્યા: તે ભલે કાંઈ ગમે તેમ કરે, એમ તું શામાટે રાષે ભરાય છે? હજુ સુધી ભગવાન બ્રહ્માની સૃદ્ધિ આખી ખુલ્લી પડી છે, તને વળી, એ કરીથી પશુ ગુણમાં ડિયાતી એવી બીજી કાઇ બીજાની દીકરી મળશે માટે તે સબંધી તારા દ્વેષ વા હઠ તદ્દન તજી દે. આ સાંભળીને તેના મનમાં કાપને ભારે આવેશ આવ્યા અને શિવદેવ કહેવા લાગ્યું.
જેમ પ્રબળ પવનને લીધે પરાળ જલદી ઊડી જાય છે તેમ જેનું કાર્ય સિદ્ધ થયું
"Aho Shrutgyanam"