________________
છે
:
શ્રી કથાનકોશઃ બીજો ભાગ
દ્વિતીય અંશ
વિશેષ ગુણેના વર્ણન સંબંધે શ્રાવકનાં બાર વ્રતમાંથી
પ્રથમ પાંચ અણુવ્રતનું વર્ણન.
પ્રથમ અણુવ્રત વિષે જન્નદેવનું કથાનક. (૩૪)
આ ગળ જે અણુવ્રત વગેરેને નામનિર્દેશ કરે છે તેમને જ અહીં વિશેષ
કઈ ગુણરૂપે સમજવાના છે. અણુવ્રતમાં પ્રથમ પ્રાણવધવિરતિ એટલે પ્રાણએના વધને ત્યાગ કરવાનું પ્રથમ વ્રત આવે છે તેથી તે વિશે હવે કહેવાનું છે. ઉચ્છવાસનિશ્વાસ, આયુષ્ય, પાંચ ઇન્દ્રિયે, મનબળ, વચનબળ અને શરીરબળ એ દસ પ્રાણે છે. જેઓ એ પ્રાણેને ધારણ કરે છે તે પ્રાણીઓ કહેવાય છે. તેમને વધ કરવો-ઘાત કર તેનું નામ પ્રાણવધ અને એ પ્રાણવધને ત્યાગ કરવો તેનું નામ પ્રણવધવિરતિ. બધા જ સુખના અભિલાષી છે, બધા જ લાંબા સમય સુધી જીવવાની ઈચ્છાવાળા છે માટે તમામ છોને પિતાના આત્મા સમાન માની તેમની હંમેશા રક્ષા કરવી યુક્ત છે. મનુષ્ય ભલેને પંચાગ્નિ તાપ વગેરેને સહન કરવા જેવી અ કરી આકરી ખાસ ખાસ તપશ્ચર્યા કરે, પરંતુ જે જીવરક્ષા ન થાય તો તે બધી કઠણ તપસ્યાએ તદ્દન નકામી નીવડે છે. ત્રણ લેકમાં જીવિતદાન કરતાં બીજું કઈ ચડિયાતું દાન નથી એમ ગવાય છે-કહેવાય છે માટે લાંબા સમય સુધી જીવવાની અભિલાષાવાળા મનુષ્ય માત્ર એ જીવિતદાન દેવા માટે જ નિત્યનિત્ય વિશેષ પ્રયત્ન કરવો જોઈએ. કામદેવ કરતા ચડિયાતું રૂપ, કુબેર ભંડારીને પણ અહંકાર તેડી નાખે એટલું બધું ધન, અખંડ સૌભાગ્ય અને આશ્ચર્યકારક આજ્ઞાપ્રધાન ઐશ્વર્ય, ઉગ વગરના ભેગે, શેક વગરને નેહીઓને સંબંધ, એ બધાં ફળે સુખે પ્રાણવાનો
"Aho Shrutgyanam