________________
- ક્યારત્ન કારી :
વિનય સર્વ ગુણામાં વિશિષ્ટ છે
૧૪૨
આજ નથી માંડીને છઠ્ઠું મહિને સૂર્યોદય સમયે તને શૂળની તકલીફ થશે અને એ તકલીફમાં તું મરણ પામીશ માટે પરલેાકનાં મૃત્યુ તરફ તું ઉદ્યમવત થઇ જજે, આ સાંભળીને ‘ તત્તિ ’ એમ કહીને એ સુલસ ત્યારથી જ આદરપૂર્વક સિવશેષપણે ધર્માંતુષ્ઠાનમાં તત્પર બન્યો અને ગૃહવાસને છેડીને તેણે શ્રમણુ દીક્ષા લીધી. માસ એકની સલેખના કરીને તે કાળધર્મ પામ્યા અને સાહેદ્ર કલ્પમાં દેવપણે જન્મ્યા.
એ પ્રમાણે એ સુલસ એક નોકર છતાં ય અને પેાતાની જાતને ન હેાવા છતાં ય કેવળ વિનયગુણુને લીધે એ પેાતાના શેઠને એક પેટના પુત્ર જેવા અની ગયા અને નિત્ય નિત્ય વધતા ગુણુપ્રકને એ પામ્યા.
વિનય ન હેાય તે ચારિત્ર, જ્ઞાન અને દર્શન એ અંધાં નકામાં જેવાં છે તેથી એક વિનયગુણુ જ અધા ગુણાને સહાય કરનાર થાય છે. વળી;
છળકપટ વિનાને શુદ્ધ વિનય, બધી સ`પટ્ટાઓના નિધાન સમાન છે, અપરાધાના અંધકારને ટાળવા સારુ સૂર્ય સમાન છે, અધા પ્રકારની કુશળ સિદ્ધિએ મેળવવા માટે સિદ્ધ વિદ્યાના પ્રયાગ જેવા છે અને બીજાનાં હૃદયરૂપ મૃગોને આકર્ષિત કરવા માટે ગોરીના સંગીત જેવા છે. મોટા મોટા રાજાએ જેમની પાપૂજા કરે છે એવા શ્રી જિનેશ્વર દેવ ખુદ પાતે પશુ તીને નમસ્કાર કરતા પોતાના વિનય ખતાવે છે તેા પછી જેમની ઈચ્છા નિર્વાણુ સુખની સમૃદ્ધિને મેળવવા સારુ તલપાપડ થતી હાય તેણે તે વિનયને શાસારુ ન કરવા ? અર્થાત્ કરવા જ, વિનયને ધમ અધા ધર્મોમાં મુખ્ય છે, કારણ કે વિનયને લીધે જે પૂજ્ય એવા સતાની સેવા કરવાની તક મળે છે, સેવા કરવાથી નિળ જ્ઞાન મળે છે, જ્ઞાન થવાને લીધે પાપાથી નિવૃત્ત થવાય છે, ત્યારબાદ આત્માના મેલને દૂર કરનારી તપસ્યા થઈ શકે છે, તપસ્યાને લીધે બધી ક્રિયાએ મટી જાય છે અને પછી સંસારના ભંગ થતાં બધાં કલ્યાણાનું સ્થાન એવુ નિર્વાણપદ મળે છે માટે જ સૌથી પ્રથમ વિનયગુણુને સ્થાન આપેલ છે. તેથી જે મનુષ્ય, અને ભવમાં-આ લાક અને પરલેાકમાં—વિભૂતિના સંસારને મેળવવાને ચેાગ્ય હાય છે તે જ મનુષ્ય વિનયને ગુણુ આચરી શકે છે પણ બીજો કાઇ એવા વિનયને પામી શકતા નથી.
એ પ્રમાણે શ્રી કથારનકાશમાં વિનયગુણના વર્ણનપ્રસંગે મુલસનું કથાનક સમાસ, (૩૩)
એ રીતે ધમના પ્રથમ અધિકારમાં જે જે સામાન્ય ગુણા જોઇએ તે તેત્રીશ ગુણાની પ્રરૂપણા પૂરી થઈ. હવે વિશેષ ગુણાના વર્ણન સબંધે શ્રાવકોના ખાર ત્રતા સબંધમાં પંચ અણુવ્રતાનું વર્ણન કરવામાં આવશે.
"Aho Shrutgyanam"