________________
૧૪૧
ગુણુદત્ત મુનિવરે સુલસને કહેલ તેના મૃત્યુ સંબધી હકીકત : કથારત-કાશ :
પાણી સારી રીતે નાખ્યું, ક્ષાંતરમાં જ, દેવે આપેલી વીંટીના રતનના અદ્ભુત મહિમાને લીધે, તેનુ જીવન હજુ બાકી હતુ તેને લીધે તે રાજપુત્ર, જેમ સૂતેલે માણસ જાગે તેમ જાગી ઊઠ્યો. આ જોઈને ગામનાં મહાજના તથા નાગરિકે સહિત રાજા ખુશ ખુશ થઈ ગયા, રાણીઓએ વૈધવ્યનાં અલકા અને વસ્ત્ર પહેરેલાં, તે બધાં સૌભાગ્યનાં અલકાશ અને વસ્ત્રો થઈ ગયાં અને ચારે આજુએથી સુલસની ઉપર ધન્યવાદને વરસાદ વરસવા લાગ્યા. પછી તે મેટી ધામધૂમ સાથે રાજાએ નગરીમાં પ્રવેશ કર્યાં, વધુમણાં થયાં, મોટા આદરથી રાજાએ પેલા સુલસના ભારે સત્કાર કર્યાં અને તેને ઉત્તમ આભરણા, ઉત્તમ ચીનાંશુકે વગેરે પહેરામણીમાં આપી તેનું ભારે સન્માન કર્યું. પછી રાજાએ તેને પૂછ્યું; હે પુત્ર ! તુ કાણુ છે? ક્યાં રહે છે ? સુલસ બોલ્યે: હે દેવ ! હુ તાપસ દીક્ષાને પામેલા પેલા હેમપ્રશ્ન શેઠને નાકર છુ. હુ એ શેઠના નાકર છતાં આપની આગળ તેણે મને પુત્રની પેઠે રજૂ કરેલા અને પેાતાની મધી માલ મિલકતમાંથી અરધો ભાગ આપી મને તેના સ્વામી બનાવેલે એવા હું. અહિં ́ જ રહું છું. પછી—
રાજાએ એના વિનય વિશે અધુ આગળ જે ખની ગયું હતું તેને યાદ કરીને તેના ઉપર વિશેષ પક્ષપાત આણીને કહ્યું: હું ભદ્ર ! તે જ વિનયના પ્રભાવને લીધે તું આ પ્રકારના ઉત્તમ અતિશય રત્નાના સમુદ્ર થયેલે છે. જે વિનય વિનાના હોય છે તે સ્વપ્નમાં પશુ કુશળ સિદ્ધિને મેળવી શકતા નથી, તેથી હું પુત્ર! તું ઇંદ્રથી પણુ ભય ન પામતા અહીં અશકપણે રહે અને તારાં સમીહિત કાનેિ સિદ્ધ કર. જે બધુ' મારું છે તે અધુ સારું છે એમ જ તું સમજ. એ પ્રમાણે રાજાએ પ્રેમવાળી વાણી કહીને લોકોની સામે તેના ખૂબ આદર કર્યાં અને વિશેષ ઉત્સાહિત કર્યાં એવા તે સુન્નસ પેાતાને ઘરે ગયા.
હવે ત્યાં તે સર્વજ્ઞ ભગવાનની પૂજામાં તત્પર રહે છે અને શ્રાવકના ઉત્તમ આચાર પાળતા વતે છે તથા નિત્ય નિત્ય યતિજનાની સેવા કરતા તે પેાતાને સમય વીતાવે છે. આજે કેઈ સમયે તે મહાનુભાવ નગરીની બહાર ગયેલા અને ત્યાં તેણે એક ઝાડની નીચે ગુદત્ત નામના સાધુને વ્યાધિગ્રસ્ત થઈ ગયેલા જોયા. તેને જોઇને સુલસને એ સાધુ ઉપર ભારે પક્ષપાત થયા અને વિશેષ વિનયપૂર્વક તેણે તેને આસડવેસડ વગેરે દ્વારા ઉપચાર કરવા શરુ કર્યાં. હવે વેદનીય કર્માંના ક્ષયાપશમને લીધે તેમને એ ઉપચાર લાગુ પડ્યો અને એસડના પ્રભાવને લીધે સાધુ તદ્ન સાજા થઈ ગયા. હવે બીજે કોઈ દિવસે, તેના વિનયગુણુથી રાજી થયેલા એ સાધુએ સુલસને એકાંતમાં કહ્યું:-હે મહાનુભાવ !
શાસ્ત્રમાં કહેલું છે કે નક્ષત્રની વાત, સ્વપ્નની વાત, ધાતુયાગની વાત, નિમિત્તશાસ્ત્રની વાત, મંત્ર અને આસડની વાત-એ બધી હકીકતા વિશે સાધુએ ગૃહસ્થને કાંઈ જ ન કહેવું, કહેવાથી હિંસા-દોષ લાગે છે. એ પ્રમાણે જો કે ગૃહસ્થને એ બધી હકીકત વિશે કશુ જ કહેવાની શાસ્ત્રકારની આજ્ઞા નથી છતાં ય તું મારા ઉપકારી છે ’ માટે તને કાંઇક સૂચના કરું છું.
"Aho Shrutgyanam"