________________
૨૩૮
કથાર–કેશ: ગુણીયર મુનવરે સુલસને કરેલ ધર્મોપદેશ એ એ સાધુ, ગરછને ત્યાગ કરીને પિતાના જીવનની વિશેષ શુદ્ધિ માટે અહીં અરણ્યમાં આવીને વિચારતા હતા. એ સાધુને ભિક્ષા માટે આવેલા જોઈ પેલે સુલસ વિચારવા લાગ્યું કે અહે! આવા તદ્દન એકાંત સ્થળમાં પણ આવા મહાતપસ્વીઓ અમારા અતિથિ કેમ કરીને થાય છે? આ તે વાદળાં વિના જ અમૃતની વૃષ્ટિ થઈ કહેવાય, ખેડ્યા વિના જ નિધાન મળી ગયા જેવું કહેવાય, બી વાવ્યા વિના જ કલ્પવૃક્ષને અંકુર ફુટ્યો હોય એવું આ સાધુનું આતિથ્ય કરવાનું મળ્યું કહેવાય. એ પ્રમાણે વિચારીને પ્રમોદને ધારણ કરતા તેણે પિતાને સારુ તૈયાર થયેલા નિરવ ભજનને આપીને એ તપસ્વી મુનિનું આતિથ્ય કર્યું. પછી તેવા પ્રકારના ઉત્તમ વિનય સાથે તેની દાન દેવાની રીત જોઈ રાજીરાજી થયેલી કેઈ દેવીએ તેને કહ્યું –હે બેટા ! વરદાન માગ. તે બે —હે દેવિ ! મારા તરફ તારી સ્નેહભરી નજર છે એ જ બસ છે, એથી વળી બીજું શું વધારે છે કે જેને તારી પાસે માગું? પછી દેવીએ ઝેર, ભૂત, શાક વગેરેના દેષોને દૂર કરવામાં સમર્થ મહિમાવાળું એક મુદ્રારત્ન (વીટી) તેને આપીને એ દેવી અંતર્ધાન થઈ ગઈ. આમ થવાથી એ સુલસ ખુબ રાજી થશે અને જમીને તે મુનિની પાસે ગયે. તેની પાસે જઈને તેમના ચરણમાં નમી પડ્યો. સાધુએ તેને આશિષ આપી અને પછી તે જમીન ઉપર તેમની પાસે બેઠે. “ભવ્ય સ્વભાવવાળે છે” એમ જાણીને સાધુએ તેને પૂછયું છે. ભદ્ર! તું કયાંથી આવેલ છે? તે બે હે ભગવન! વિજયપુરીથી આ તરફ લેવડદેવડ કરવા માટે હું ગામતરે જવા નીકળ્યો છું એવામાં અહીં વચ્ચે જ આજે તમારાં ચરણકમળરૂપ તીર્થનાં દર્શન થયાં તેથી હું મારા જીવનને સફળ થયું સમજું છું. વળી ફરી ફરીને તમારાં દર્શન થવાં દુર્લભ છે એમ સમજીને મારા ચાલુ કામકાજને મુલતવી રાખીને પણ તમારાં વચન સાંભળવા માટે હું અહીં તમારી પાસે આવેલ છું. “આ મનુષ્ય તત્વને ખપી છે” એમ જાણીને સાધુએ તેને નીચે પ્રમાણે ધર્મોપદેશ દેવે શરૂ કર્યો
જે મનુ ભારેકમ અને ભયંકર સંસારમાં વારંવાર ભમનારા હોય છે તેઓને આ નીચે જણાવી તેવા ધર્મસામગ્રી મળવી ખરેખર સંભવિત જ નથી–આર્ય દેશ, પુરુષત્વપુરુષનો જન્મ, સુંદર કુલ, ઉત્તમ જાતિ, આરોગ્ય, અખંડિત શરીર, લાંબું જીવન, ગુણવંત ગુરુજનોને સંગ, સદ્ધર્મ અને કર્મ સંબંધી શ્રદ્ધા, પાપમય પ્રવૃત્તિઓથી નિવૃત્તિ-વિરતિ, અને મેહને નાશ કરવા માટે ઉદ્યમ. તે હે મહાયશ ! તું બધાં કુશળ કલ્યાણેનું ભાજન થયેલ છે તેથી તને આવી ઉત્તમ સામગ્રી મળી છે, માટે તારે ધર્મમાં ઉદ્યમ કરે ઉચિત છે. જીવને વધ-હિંસા, અસત્ય, પરધનગ્રહણ–ચેરી અને સ્ત્રી સંગ તથા પરિગ્રહ એ પાંચે પાપસ્થાનેને હમેશાં ત્યાગ કરવાથી સારી રીતે ધર્મ થાય છે. એ પાંચે પાપસ્થાને, દુર્ગતિ તરફ પ્રયાણ કરવા સારુ પ્રસ્થાન કરનારાઓ માટે વિજયનાં વાજાં છે અને સુગતિ તરફ જવા માટેના સારા માર્ગને બંધ કરવા માટે મજબુત ભેગળ સમાન છે.
"Aho Shrutgyanam