________________
: કથાન–કેશ : શ્રેષ્ટિએ તુલસને અર્પણ કરેલ પોતાને હિસ્સે
૧૩૬. પ્રતિકૂળ લાગે છે અને પિતાને પુત્ર વૈરી જેવો દુરાચારી છે, ઉદ્ધત છે અને દુષ્ટ વચન બેલનારે છે એને તું જાણતી નથી. ઘર, ધન અને બીજે પણ જે કાંઈ માલ છે તે બધું હું જ કમાયે છું માટે તે બધું હું, જે મને ગમે તેને આપી દેવા કુલમુખત્યાર છું, એમાં તારે કશું બોલવાને અધિકાર નથી. વળી, તું જે કાંઈ તારે પિયરથી લાવી છે તે બધું લઈને બહાર રહે-બહાર જા અને તારા પુત્રને આપી દે.
પછી સ્ત્રી બેલી: જ્યાં સુધી હું જીવતી જાગતી છું ત્યાં સુધી તે મારા છોકરા સિવાય બીજો કોઈ ગૃહપતિ થઈ જ ન શકે એ ચોક્કસ વાત છે. આ જાતનો સ્ત્રીને નિશ્ચય જાણીને હેમપ્રભ શેઠે પિતાના સ્વજનેને બોલાવ્યા અને તેમની સમક્ષ પિતાના પુત્રને દુર્વિનયની બધી હકીકત કહી સંભળાવી અને સાથે સાથે પિતાને જીવિતદાન દેનાર એવા નેકરને પોતે ગૃહપતિ બનાવવા ઈચ્છે છે એ પણ પિતાને અભિલાષ સ્પષ્ટપણે જણાવી દીધું. પિતાપિતાને પક્ષ તાણીને કેઈએ કાંઈ કહ્યું તે વળી બીજાએ બીજું કશું પણ જે ગુંચ ઊભી થયેલી હતી તેને નિશ્ચય ન થઈ શકે એટલે આ બધે વિવાદ ગામના મહાજન પાસે પહોંચે. ગામના મહાજને પણ બન્ને પક્ષને અનુસરનારા હતા એટલે બને પક્ષને ગમે તેવું બેલનારા હતા તેથી તેઓ પણ કેઈ નક્કી અભિપ્રાય ઉપર નહીં આવી શક્યા. ત્યાર પછી આ આખા ય ખટલે શેઠ જેવો છે તે જ રાજા પાસે પહેંચાડ્યો. રાજાએ પણ ધર્માધિકારીઓને લાવીને ન્યાય કરવા માટે કહ્યું : જુઓ આ ખટલાને અંગે જરા પણ પક્ષપાત રાખ્યા વિના ન્યાય કરવાનો છે, ન્યાયશાસ્ત્રથી અવિરુદ્ધ રીતે, ધર્મને બાધ ન આવે એ પ્રકારે મધ્યસ્થપણે વતી ન્યાયને લક્ષ્યમાં રાખી આ ખટલાને વિવાદ તેડવાને છે.
રાજાના વચનને અનુસરી “તહતિ” એમ કહી બધા ધર્માધિકારીઓ એકાંતમાં ભેગા થઈ બરાબર સારી રીતે વિચાર કરી રાજા પાસે પહોંચ્યા અને વિનંતિ કરવા લાગ્યા હે દેવ! આ ખટલાને તેડ અમે આ રીતે કાઢ્યો છે. શેઠને પિતાને પિટનો દીકરો ઉદ્ધત છે, અનર્થ કરે છે, ધનનો નાશ કરનાર છે, કશું ય કમાતો નથી તે પણ દીકરી એ છે માટે તે જ ઘરને ભાગીદાર થઈ શકે, તેથી હે દેવ! આ વાણિયે ઘરના બે ભાગ કરે, એક દીકરાને અને બીજે પિતાને. દીકરાના ઘરને અડધો ભાગ બાકી રાખી પિતાને અડધો ભાગ નોકરને આપી શકે છે ગમે તેને આપી શકે પણ બધું ય નેકરને ન જ આપી શકે. રાજાએ આ તેડને “ઠીક' કહીને સ્વીકાર્યું. એ તડ પ્રમાણે હેમપ્રભ શેઠને જણાવવામાં આવ્યું અને શેઠે એ બધું જેમ રાજાએ કહ્યું તેમ સ્વીકારી લીધું. ઘર અને બીજી બધી માલમત્તાના બે ભાગ કર્યા અને શેઠે પિતાને ભાગ પિલા સુલસને આપી દીધો. “અહો! આ શેઠ કેટલે બધે કૃતજ્ઞ છે” એમ કહીને બધા લોકેએ તેનાં ઘણાં વખાણ કર્યા અને રાજાએ પણ હેમપ્રભ શેઠને બહુમાન આપ્યું.
"Aho Shrutgyanam