________________
૧૩૩
પુત્રે કશી સારવાર ન કરતાં શ્રેણીની વિચારણા : કથાન-કેશ : જાતને સંભાળી સંભાળીને ધીરે ધીરે આ તરફ ચાલ્યા આવો. આ સાંભળીને તેના બાપના મનમાં વિચાર થયે કે- અહો ! પુત્રને નેહ-સંબંધ કે છે?' આમ વિચારી તે હેમપ્રભ શેઠને ભારે નિર્વેદ થયે અને તે વિચારવા લાગ્યું કે--જ્યારે મારે પુત્ર જ આ ઉત્તર આપે છે તે હું નેકર તરફથી બીજા ક્યા ઉત્તરની આશા રાખી શકું? એમ ધારીને તેણે નોકરને બોલાવ્યા નહીં અને કાંઈ કહ્યું પણ નહીં. તેમ છતાં ય એ સવામિભકત-પિતાના માલિક તરફ અસાધારણું ભકિત ધરાવતા–કરે શેઠના છોકરાને કહ્યું : હે ભદ્રે ! તને તારા પિતાજી લાવે છે છતાં ય તું ત્યાં કેમ જતો નથી? આ સાંભળીને રોષ આવતાં એ શેઠના છોકરાનું કપાળ ભયાનક રીતે લાલચેળ થઈ ગયું અને તે બેઃ રે રે છેલકા ! જઈ શકાય એવું હોય તે તું જ શા માટે જતો નથી? પેલે નોકર અને શેઠને છોકરે એ બે વચ્ચે પરસ્પર જે વાતચીત થતી હતી તે બધી પાસે હોવાથી શેઠે સાંભળી અને હેમપ્રભ શેઠ ભારે નિર્વેદને પામે. વળી, વિચારવા લાગે
પુત્ર, ભાઈ, બહેન, દીકરી, પત્ની, મિત્ર અને સ્વજને એ બધાં ય ખોટાં છે, તેમની સ્નેહજાળમાં લેક બધે માછલાંની પેઠે કેમ ફસાઈ રહ્યો છે? આ જગતમાં જ્યારે કઈ દુઃખમાં આવી પડે છે ત્યારે એ કુટુંબીજનેમાંથી કઈ પણ તે દુઃખથી પીડાયેલાને બચાવી શકતું નથી તે પછી એ બધાં સ્વજનો પરલેકમાં તે કેમ કરીને હિતકર થઈ શકે ? હાય હાય કે મહામહ છે? સ્થિતિ આવી છે છતાં ય મરણ વગેરેનાં ઉગ્ર-તીખાં દુખોને નહીં ગણકારીને અમારી જેવા મૂઢ લેકે આ જાતના ભયાનક કષ્ટમાં એ કુટુંબ
માટે પિતાની જાતને હોમી રહ્યા છે. પેલા શેઠ આ પ્રકારે ચિંતવન કરે છે એટલામાં પિતાના દુઃખને ગણકાર્યા વિના જ એ નોકર પિતાના માલિકની રક્ષા કરવા માટે--માલિકને બચાવવા માટે-એ કાદવમાં પિઠે. “હે સ્વામિ! તું ધીરજ ધર, હું તને કાદવમાંથી બહાર કાઢું છું.” એમ બેલતા તે નેકરે પોતાના પ્રબળ પ્રયત્નથી એ શેઠને કાદવમાંથી ઊંચકી લીધે. જો કે એ નકરની શક્તિ ક્ષીણ થયેલી હતી છતાં ય તેને તે સમયે વિશેષ ઉત્સાહ આવી ગયો હોવાથી ઉત્સાહમાં ને ઉત્સાહમાં તેણે પિતાના માલિકને કીચડમાંથી ધીરે ધીરે બહાર કાઢ્યો. જેનામાં સદ્ભાવ હોય છે તેને માટે કર્યું કાર્ય અસાધ્ય છે? પછી કાંઠાના વનમાં શેઠને લઈ જઈને તેના પગ ધયા, તેને ખાવા માટે કંદમૂળ અને ફળે વગેરે આપ્યાં, શરીરને ચાખ્યું-ચોળ્યું અને સૂવા માટે રાતા અશેકના પાંદડાની પથારી કરી દીધી. શેઠ એ પથારીમાં સૂતપેલા તિણુયણ નામના તેના કરાએ તે એ શેઠને (પોતાના પિતાને) સુખશાતાની કઈ વાત પણ ન પૂછી, પાસે પણ ન આવ્યું અને શેઠની સેવા-ચાકરી કે કઇ ઉપચાર પણ તેણે ન કર્યો. આ બધું જોઈને હેમપ્રભ શેઠને વિચાર થયે કે, અહો ! વિષ અને અમૃતમાં જેટલું ફરક છે, પાપ અને પુણ્યમાં જેટલે ફરક છે તેની જ પેઠે પુત્ર અને નેકરમાં જે કાંઈ
"Aho Shrutgyanam