________________
* કથારન-કેશ :
હેમપ્રભ શ્રેણી વિગેરેનું તરીને સમુદ્રના કિનારે આગમન
૧૩ર
આંજણના ઢગલા જેવા જાણે કે પ્રલયકાળના ન હોય એવા કાળા કાળા મેઘના જથ્થા આકાશમાં ચઢી આવ્યા. વચ્ચે વચ્ચે ભયાનક વીજળીના મોટા મોટા ઝબકારા પણ દેખાવા લાગ્યા. બધી દિશાઓમાંથી જાણે બ્રહ્માંડ તૂટી પડ્યું ન હોય એવો ભારે ઊછળતા પાણીનાં મેટાં પૂરના કલ્લેવાળ ભયંકર ગરવ થવા સાથે ચારે તરફ ફેલાઈ ગયે. એ વખતે આકાશમાં થતા મોટા મોટા કંપાયમાન કલેલેથી આકુળ થઈ ગયેલું એવું અને આકાશમાં રહેલું તારાઓનું જૂથ જાણે કે માછલાઓએ ઉડાડેલા પાણીના ટીપાં ન હોય એવું દેખાવા માંડ્યું. આમ થવાથી કુંભારે ફેરવેલી લાકડી વડે ફરફર કરતે ચાકડે જેમ અતિશય વેગથી ફર્યા કરે તેમ મોટી મોટી ભમરીઓમાં આવી પડેલું વહાણ ચારેકોર ભમવા લાગ્યું. આવી પરિસ્થિતિને લીધે દિશાઓ અને વિદિશાઓની દરેક બાજુ તરફ જઈને વહાણને કપ્તાન વ્યાકુળ બન્ય, વિમૂઢ થઈ ગયો અને જીવવાની દરેક આશા છોડી દઈને આ પ્રમાણે કહેવા લાગ્યો. મેં જે પ્રવાસી લેકે ! આ સમયે તમે તમારે જેને જેને સંભારવા હોય તેને સંભારી , જીવવાની આશા તજી દ્યો. આ વખતે ચારે દિશાઓમાંથી ન સહી શકાય એ પવન અને વરસાદ ભારે સપાટ ચલાવી રહ્યો છે. એ પ્રમાણે કહીને પેલે કપ્તાન હજુ અટકે નહીં ત્યાં તે દરિદ્રોની આશાની પેઠે એકદમ કડડકડડ કરતી નાવ તૂટી ગઈ અને તેના ટુકડે ટુકડા થઈ ગયા. બધાં કરિયાણું દરિયામાં પહોંચી ગયાં, માણસે બધાં આમથી તેમ અને તેમાંથી આમ ગળકાં ખાવા લાગ્યા-ડુબકાં ખાવા લાગ્યાં-ઘડીકમાં ઉપર દેખાય અને ઘડીકમાં પાણીમાં પેસી જાય-એ રીતને માણસને દેખાવ થઈ રહ્યો. પોતાના હાથવડે તરવાની પ્રવૃત્તિમાં જ તેમણે બધી રીતે ચિત્તને રોકી દીધું. પેલા વહાણના તે ટુકડે-ટુકડા જ થઈ ગયા. પછી કઈ રીતે નસીબને લીધે પિતાના પુત્ર અને નેકરની સાથે પેલા હેમપ્રભને વહાણના ભાગેલા કૂવાને લાકડાને ટુકડો મળી ગયું. તેણે ખૂબ આદર સાથે એ લાકડાના ટુકડાને સારા મિત્રની પેઠે આશ્રય લીધે અને દરિયાનાં ભયાનક ચંચળ મેજાએથી આમતેમ ફેંકાતાં ફેંકાતાં તેઓ માંડ માંડ સાતમે દિવસે એ સમુદ્રને પેલે કિનારે પહોંચી શક્યા. પછી તે તેમણે એ કુવાના લાકડાને ટુકડે તજી દીધું અને એ શેઠ પિતાના પરિવાર સાથે સમુદ્રકાંઠાનાં વનમાં આવેલાં વૃ તરફ જવા માટે વેગથી નીકળે. ખૂબ થાકી જવાથી નબળા થઈ જવાને લીધે અને ઉમરમાં પણ ઘડપણ આવવાને લીધે એ હેમપ્રભ શેઠ વન તરફ જતાં જતાં વચ્ચે જ કાદવમાં ખેતી ગયે. બીજાઓ તો જુવાન હાઈ શરીરના બળે કરીને એ કાદવને વટાવીને જેમ તેમ કાંઠાના ભાગમાં પહોંચી ગયા. કાદવમાં ખેતી ગયેલા હેમપ્રભ શેઠે મેટે પિકાર પાડીને કહ્યું કે–ભે ભે તિણયણ દીકરા! અહીં મારા તરફ શીઘ આવ અને હું કાદવમાં ખેતી ગયે છું તેથી મને તેમાંથી જલદી બહાર કાઢ, આ સાંભળીને એ તિણયણ બોલ્યાઃ મારી જાતે પણ એક ડગલાથી બીજું ડગલું પણ ભરી શકતો નથી એટલે તમારી પાસે નહીં આવી શકું, માટે હે પિતાજી ! તમે પિતે જ તમારી
"Aho Shrutgyanam