________________
૧૨૧
પારાશરે કહેલ વિચિનની વાત
: કથાન-કેશ:
થતાં આખરે એ મરી ગયે. એના મરણને લીધે રાજા ભારે દુઃખી થયે. જે લોકો મારા તરફ ઢષ રાખતા હતા તે લેકેએ રાજાને ભરમાવવા કહ્યું કે હે દેવ! તમારા એ પુત્રને કે સુદ્રદેવની પૂજા કરવાને બહાને મવડે એ પારાશરે જ મારી નાખ્યો છે. તે પારાશર લેકેની સમક્ષ પુરુષવેધ વગેરે તો કરે જ છે, વિશ્વાસ ન આવતું હોય તે તેને એકાંતમાં બેલાવીને પૂછી જુઓ. કાનના કાચા અને વિચાર વિવેક વગરની બુદ્ધિવાળા રાજાએ “ક” કહીને એમની વાત સ્વીકારી લીધી. પછી મને બોલાવ્યો અને પૂછ્યું કે, હે ભદ્ર! તું પુરુષવેધ વગેરેને જાણે છે? રાજાના એ પ્રશ્નને પરમાર્થ તે વખતે મારા ખ્યાલમાં નહીં આવેલ તેથી તે કહ્યું કે હું પુરુષવેધ વગેરે જાણું છું. પછી તે રાજાના હુકમથી તેની જ સામે મેં પુરુષવેધ કરી બતાવ્યું. આ ઉપરથી રાજાના મનમાં એમ થયું કે આ માણસ જેમ પુરુષવેધ કરી શકે છે તેમ મારા પિતાના પુત્રને પણ મારી શકે છે. એમ ધારી મારા ઉપર રોષ કરી રાજાએ મને વધની શિક્ષા કરવાનો હુકમ કર્યો. આટલી હકીક્ત બન્યા પછી બાકીની જે હકીકત બનેલી છે તે બધી હે દેવ! તમારી નજર આગળ જ થઈ છે એટલે હવે બધું કહેવાની શી જરૂર? એમ કહીને પારાશર ચૂપ થઈ ગયે.
રાજા બલ્ય થયું ત્યારે, પરંતુ કેઈક નવી વાત કહી સંભળાવે. તે બે સાંભળે
ગધારદેશના ગધપુર નગરમાં એક વિરેચન નામે કુલપુત્ર હતો. તેને ચંપા નામે સ્ત્રી હતી. પરસ્પરના સ્નેહને લીધે તેમને સમય આનંદકલેલમાં ચાલ્યો જતો હતે. તેઓ રાજાની સેવા કરીને પિતાની આજીવિકા ચલાવતા હતા. એક વાર પેલા વિરેચનને રાજાએ રાજભંડારની રખેવાળી કરવાનો આદેશ કર્યો એથી એ રાત્રે ત્યાં ચોકી કરતું હતું એટલામાં ચોરે આવ્યા. ચેરેએ એને મારી નાખે. મરી ગયા પછી એ પ્રયાગ તીર્થની પાસેના નંદિગ્રામમાં કેઈ બ્રાહ્મણને ત્યાં પુત્ર તરીકે જન્મે. તેનું નામ દાદર પાડયું. અનુક્રમે તે આઠ વરસને થશે. પછી સારું મુહૂર્ત આવતાં તેને મુંજીબંધ કરવા અને જઈ આપવાને ઉત્સવ કરવામાં આવ્યું. એ સમયે પેલા કુલપુત્રે પોતાના સ્વજનોને તથા ગામના મહાજનને નિમંત્રણ આપેલું એટલે એ બધા ત્યાં આવેલા અને સમય થતાં ભેજન કરવા બેઠેલા.
- હવે આ તરફ પેલી ચંપા પિતાને પતિ એ પ્રકારે સેરેને હાથે મરી ગયેલો તેથી ભારે શેક થવાને લીધે દુખી થયેલી હતી. તેણે પતિના શરીરને અગ્નિસંસ્કાર કર્યો. બધું મળી રહ્યા પછી બાકી રહેલાં હાડકાઓને લઈને તે ગંગા તરફ ગઈ અને તેણે એ હાડકાંને ગંગામાં વહેતાં મૂક્યાં. પછી કેટલાક દિવસ સુધી તીર્થની સેવા કરી એ ક્રમે ક્રમે પુષ્કર વગેરે તીર્થોમાં રનાન કરતી, પિંડ દેતી અને દેવની પૂજા-અર્ચા વગેરે કરતી પ્રયાગ તીર્થથી નહિંગામમાં આવી પહોંચી. તેની પાસેનું ભાતું ખૂટી ગયું તેથી માગ્યા વિના નભાવ થઈ શકે એમ નથી એમ વિચારી તે એ ગામમાં ભિક્ષા માટે પિટ્ટી અને નશિબ
"Aho Shrutgyanam