________________
: કથારન-કાયા : કથાકાર પારાશરે કહેલી આત્મકથા
૧૨૪ ન શક્યા અને જ્યાં કઈ પણ બીજો પુરુષ પેસી જ ન શકે એવી આ મારા ભવનની અગાશીમાં આ પુરુષ અહીં શી રીતે આવી પહોંચ્યા? એમ વિચારતાં તેણે ઝટ દઈને પથારીને છેડી દીધી અને રાજાની સામે જઈને જમીન ઉપર માથું નમાવીને તે, રાજાના પગમાં પડ્યો અને બેઃ હે દેવ ! શરણે આવેલા અને નમી પડેલા એવા અમારી જેવા વિય વગરના લેકે ઉપર પ્રસાદ કરે. એમ બેલતા તે ભીમને રાજાએ હાથ પકડીને ઊંચે કર્યો અને “તને એકકસ મારું અભયવચન છે” એમ કહીને તત્કાળ પિતાના ભવનમાં આણી મૂકશે. પછી જ્યારે શણગારો પહેરીને રાજા રાજસભામાં આવીને બેઠો ત્યારે તેણે મંત્રી વગેરેને “તે આ પલ્લીપતિ છે” એમ કહીને પિલા ભીમ પલ્લી પતિને દેખાડ્યો. એને જોતાં જ વિસ્મય પામેલા તેઓએ હવે નકકી જાણી લીધું કે દેવની–રાજાની પાસે બે સિદ્ધિઓ છેઃ એક તે આકાશમાં ઊડવાની વિદ્યા અને બીજી શત્રુને તાબે કરવાની વિદ્યા. પછી તે મંત્રીઓ વગેરે બેલ્યા હે નરનાથ! જેમ ઊંબરાના ઝાડને ફૂલ નથી આવતાં અને પાધરાં ફળે જ લાગે છે તેમ તમારી પ્રવૃત્તિઓ જણાવે છે કે તમે કઈ મહાસિદ્ધિઓનાં ફળને મેળવેલાં છે. આ રીતે પિતાની પ્રશંસા સાંભળીને રાજાને મનમાં ભારે શરમ આવી ગઈ અને તેનું મુખકમળ કરમાઈ ગયું. પછી તેણે પિતાને શરણે આવેલા પેલા પલ્લી પતિને વિદાય આપી. પલ્લી પતિને આ બનાવ બની ગયેલે જાણી, બીજા બધા રાજાઓના મનમાં પણ રાજાને ભારે પ્રતાપ જામી ગયે અને એને દુર્વિનય નહીં કરવાની રીતે એમની રાજા તરફ ભારે ભક્તિ પણ પ્રગટી આવી.
હવે આ બધું પતી ગયા પછી પિતાના બધા સેવકોને રાજાએ વિદાય આપી. પિતે દેવપૂજા કરી, ભજન વગેરે પતાવી સુખશય્યામાં બેઠા બેઠે મરહદ દેશમાંથી પહેલાં પિતાની સાથે આણેલા પેલા વધ્યપુરુષને પૂછવા લાગ્ય: હે ભદ્ર! અત્યાર સુધી તે હું બીજાં બીજાં અનેક કામમાં ગુંચવાયેલું હતું તેથી મારે તારી સાથે વાતચિત કરી પૂછપરછ કરવાની ઈચ્છા છતાં ય હું કશું ય બોલી શકે નથી પણ હવે મને નવરાશ મળી છે એટલે તેને પૂછું છું કે તું તારી વાત કર. દેખાવમાં તું આટલે બધે મનહર છેછતાં ય તે રાજપુરુષે તને ચેરની પેઠે પકડી જઈ શા માટે મારવા લઈ જતા હતા? પેલો પુરુષ બોલ્યાઃ હે દેવ ! મારી વાત સાંભળ! મારું નામ પારાશર છે, હું ભારત અને રામાયણ વગેરેને જાણકાર છું એટલે તેમાંનાં આખ્યાને કહીને-કથાકારને ધંધે કરીને મારે નભાવ કરું છું તથા મંત્ર વગેરે પણ કરીને લેકને ઉપકાર કરું છું. વળી, એક બીજી એવી વાત છે કે હું જે વાર્તા કહું છું વા જે કાંઇ આખ્યાન કરું છું તે બધું બનેલું જ હોય છે એવું મારે દેવનું વરદાન છે. આ રીતે મારા દિવસે ચાલ્યા જતા હતા, એવામાં રાજાની રાણીને છ મહિનાને પુત્ર માંદો પડી ગયે એથી તેને સાજો કરવા સારું મેં મંત્ર તથા તંત્રના ઉપચાર કરવા શરુ કર્યા છતાં ય તેને ઉપચાર સફળ ન
"Aho Shrutgyanam