________________
ભરત રાજવીએ ભીલ પલ્લીપતિના મહેલમાં કરેલ પ્રવેશ : કથાનકોશ : જુઓ તે ખરા! અકાળે જ એને કાળના મુખમાં પડવું જણાય છે. આ સાંભળી મંત્રીએ બેલ્યા: હે દેવ! એને મૂકેને? એ બિચારાની ઉપર વળી આપે કેપ કરવાનું હોય? સિંહ કેપમાં ચડેલે હોય છતાં ય કદી પણ તે શિયાળ ઉપર પંજો મારતું નથી. એની પલ્લીને ફરતે ગઢ છે એટલે સંભવ છે કે કદાચ તેને મદ ચડી ગયું હોય અને એથી તે પિતાને ઘેર માનવા લાગ્યું હોય. હે દેવ! શું તે, જગતમાં એટલા માત્રથી કાંઈ દુર્જય થઈ શકે ખરે? એ પ્રમાણે મંત્રીઓનાં સુસંબંધ કર્ણમધુર વચને સાંભળીને રાજાને કેપ શમી ગયે, રાજાનું મુખકમળ સુપ્રસન્ન બની ગયું એટલે તેને યુવરાજે વિનંતિ કરી કે –
પિતાજી! હમણું મંત્રીઓએ આપને જે પ્રાર્થના કરી તેને કઈ રીતે નિષ્ફળ કરવી યુક્ત નથી, માટે કહો કે અહીંથી વિજયયાત્રા કરીને તમે શું સિદ્ધ કર્યું? યુવરાજનું વચન સાંભળીને રાજા જરાક મરક, તેનું મુખ થોડું ઊઘડતાં જ તેમાંથી મનહર દાંતને ચળકાટ થશે અને પિતે જાતે જ પિતાની વાત કહેવાને અણગમ ધરાવતું હોય તેમ આ પ્રમાણે બે હે પુત્ર! એ પાપી ભીમ પલ્લી પતિને આવતી કાલે જ પકડીને તમારી પાસે લાવીશ એટલે મારી વિજયયાત્રાનું ફળ તમે તમારી મેળે જ સમજી શકશે. આ સાંભળીને બીજા બધા ચમકી ગયા અને વિશેષ વિસ્મય પામ્યા કે એ ભીમ પલ્લીપતિ તે ઘણે દૂર રહે છે અને આ તે એને કાલે જ અહીં લાવવાની વાત કરે છે એ કેમ બનશે? એમ વિચારતાં વિચારતાં યુવરાજ વગેરે બધા પ્રણામ કરીને પિતાને સ્થાને જેવા આવ્યા હતા તેવા ચાલ્યા ગયા. રાજાએ પણ ઘેડા અને હાથી વગેરેને વિચાર કરતા કરતા અને બીજે વિનેદ કરીને રાતને પૂરી કરી. હવે સવારનો પહોર થતાં સૂર્યનાં ચણોઠીના ઢગલા જેવાં લાલચોળ કિરણો ચારે બાજુ ફેલાઈ ગયા, પક્ષીઓ આમતેમ ઊડવા લાગ્યા, સવારનાં મંગળવાજા વાગવા લાગ્યાં એ સમયે પોતે કરેલી પ્રતિજ્ઞાને યાદ કરી રાજા પેલી ગુટિને મુખમાં રાખી નલરતન જેવા નીલ આકાશ તરફ ઊડ્યો અને આંખના પલકારામાં તે તે, પેલા પલ્લીપતિના ભવનમાં પહોંચી ગયો. બરાબર એ જ વખતે ભીમની ઊંઘ ઊડી ગઈ હતી અને તે બગાસાં ખાતે હતે. એવામાં રાજાએ તેને કહ્યુંઃ રે! રે! હવે તારે જેને યાદ કરવું હોય તેને તું યાદ કરી લે, હવે તે જે દુષ્કૃતની કેળ વાવેલી તેનું અનિષ્ટ ફળ તેને ફલ ઊગ્યા વિના જ આવી ગયું છે એટલે હવે તારું મેત જ આવી ચૂકયું છે. આવી કદી નહીં સાંભળેલી કાનને કડવી લાગે તેવી વાણીને સાંભળીને એ ભીમ એકદમ ચમકી ગયું અને “આ શું છે? એ જોવા માટે આ ફાડીને પિતાની આગળ જેવા લાગે ત્યાં–
એ ભીમે, ધારદાર તરવારની ચમકતી કાંતિના સમૂહને લીધે શ્યામ કાંતિવાળા જ કે સાક્ષાત્ જમરાજના નાના ભાઈ ન હોય એવા પિતાની સામે ઊભેલા રાજાને જોયા. અહા ! આ, કેમ કરીને ક્યાંથી અહીં આવી પહો ? મારા દ્વારપાળ વગેરે પણ તેને અટકાવી
"Aho Shrutgyanam