________________
-
-
-
-
-
-
- -
-
-
-
-
-
: કથાન-કેશ :
ભરત રાજવી પર પ્રસન્ન થયેલ દેવ
૧૨૦
કિન્નર કિન્નરીને જેડાનું પંચમ સ્વરવાળું મનેહ સંગીત સાંભળ્યું, એ સંગીતને લીધે ત્યાં પર્વતની ગુફાઓમાં એના પડછંદા પડતા હતા. એ પડછંદાઓને સાંભળીને ત્યાનાં હરણયાંનાં ટેળેટેળાં સ્તબ્ધ થઈ નિશ્ચળ ઊભા રહી ગયાં હતાં. એ પ્રમાણે ભારે કુતૂહલથી પ્રેરાયેલે રાજા, ત્યાં ચારે બાજુ પિતાની નજર ફેરવત પર્વતના શિખર ઉપર આવેલા એ દેવમંદિર સુધી પહોંચી ગયે.
પછી ત્યાં પુષ્કરિણીના કાંઠા ઉપર શરીરે નાહીધે તેણે પિતાના મુખની શુદ્ધિ કરી લીધી અને હાથમાં કેટલાંક કમળે લઈ તે પિલા દેવમંદિરમાં પૈઠે. દેવની પૂજા કરી. પછી ત્યાં તેણે ચારે બાજુ જોયું તે તેને જાણવામાં આવ્યું કે પેલી ગુટિકા મેળવવા તે ત્યાં ઘણું ય સાધકે આવેલા છે. તે બધા સાધકે ગુટિકા મેળવવા માટે પેલા ફળફળતા ન્હવણના પાણીને બળવાની વ્હીકને લીધે અડધું ન અડયું કરીને ઘડીક ઘડીકમાં આઘા પાછા થયા કરે છે. તે બધાને જોઈને રાજાએ તેમને પૂછયું અરે! તમે કેટલા છે? તેઓ બોલ્યાઃ અમે એક ને આઠ છીએ. પછી તો “આમ કરવાથી કોઈ કામ સિદ્ધ થવાનું નથી” એમ કહેતે રાજ, રાતા અશકની જેવા લાલચોળ પિતાના બન્ને હાથનું સંપુટ કરીને-બને હાથને
બે વાળીને તે ફળફળતા હવણના પાને અવ્યાકુળચિત્તે ઝીલવા તૈયાર થયે. હવે કાઢેલા તાંબાના રસ જેવા લાલચળ એ ફળફળતા હવાના પાણીની ધારને ખંડિત કર્યા વિના જ રાજા, પિતાના બેબામાં ઝીલવા લાગે. ઝીલતાં ઝીલતાં રાજાના બેબાની એક પણ આંગળી જરા પણ ત્યાંથી ખસી નહીં ત્યારે રાજાના આવા મહાપરાક્રમને લીધે તે દેવ રાજી રાજી થઈ ગયો અને તેણે રાજાની એ દાઝયા વગરની કાંતિવાળી આંગળીઓમાં પેલી રાજાએ વાછેલી ગુટિકા મૂકી દીધી.
હવે “આ બીજા બધા બિચારા ગુટિકા વગરના છે. એમનો ગુટિકા મેળવવાને મનોરથ પૂરે થયો નથી એથી હું એકલે જ આ ગુટિકાને કેમ લઉં?” એમ વિચારીને રાજાએ તેમાંના એકને પિતે મેળવેલી ગુટિકા આપી દીધી અને પિતાને માટે ગુટિકા મેળવવા ફરી - પાછે એ ન્હાવણને ઝીલવા પ્રયત્ન શરુ કર્યો. પૂર્વની પેઠે જ એ દેવે રાજી થઈને રાજાને - ફરી વાર બીજી ગુટિકા આપી દીધી. મળેલી એ બીજી ગુટિકા પણ તેને લેવા આવનાર પિલા બીજાને રાજાએ આપી દીધી. હવે વળી ફરી વાર રાજા, એ ગુટિકાને લેવા આવનારા બાકી બીજા બધાને ગુટિકા પૂરી પાડવા માટે તે દેવનું ઊનું ઊનું ફળફળતું ન્હાવણ પિતાની હથેળીમાં ઝીલવા લાગ્યા. એમ કરતાં રાજાને વિશેષ વિશેષ બળતરા થવા લાગી અને તેની આંગળીઓ માંસ અને લેહી સાથે તૂટી પડી, છતાં ય તે સર્વથા અકંપ રહ્યો. લેશ પણ ચલિત ન થશે. આ પ્રકારનું તેનું ધૈર્ય અને મહાસત્વ જોઈને પેલે દેવ તેની સામે પ્રગટ થયો. બંને હાથ જોડીને એ દેવ રાજાને કહેવા લાગ્યોઃ બે નશ્વર ! અહીં ગુટિકા લેવા આવનાર જે સાધક મારી સેવા લાગલગાટ છ મહિના સુધી કરે છે અને મારા ઊના ઊના
"Aho Shrutgyanam