________________
૧૧૯
ગુટિકા પ્રાપ્ત કરવાને અનંગકેતુએ દર્શાવેલ ઉપાય : કથાન-કેશ: પડી ગયેલે તે આમ કહેવા લાગે છે મહાભાગ! હું અનંગકેતુ નામનો ગુટિકાસિદ્ધ પુરુષ છું અને શ્રીપર્વત તરફ જતે જતે માર્ગમાં લાગેલ થાકને દૂર કરવા માટે અહીં એકાંતમાં શા તૈયાર છે એમ ધારી ડી વાર વીસામો લેવા નીચે ઊતર્યો હતો એવામાં મને અહીં જ ઊંઘ આવી ગઈ અને મારા મુખમાંથી પેલી મારી ગુટિકા પણ નીકળી પડી તેથી ભૂમિચારી માનવની પેઠે હવે હું આકાશમાં અદ્ધર ઊડી શકતો નથી, માટે હવે તને જે ગમે તે કર. હવે રાજાએ તેનાં આવાં કરુણુભય વચને સાંભળી, રેષને તજી દઈ, શાંત થઈ પોતાની પાસેની પેલી ગુટિકા તેના તરફ નાખી. તેણે એ ગુટિકાને આદર સાથે લઈ લીધી અને રાજાને કહ્યું હે મહાભાગ! ખરેખર તું પિતે જ આ ગુટિકાને લઈ લે. રાજા બેલ્યઃ
શું તું એમ માને છે કે હું ચાલી-ફરી શકવાને અશક્ત છું? મારું આંખનું તેજ શું ઘટી ગયેલ છે? મારામાં શું પુરુષાર્થ નથી રહ્યો? તું મને શું સમજે છે કે સમજે છે કે જાણે મારા ઉપર દયા કરતો હે તેમ આ ગુટિકા તું મને આપી રહ્યો છે? મારે આ તારી ગુટિકાનું કશું ય કામ નથી પરંતુ તું મને એ તો જરૂર જ કહે કે આ ગુટિકા તે શી રીતે મેળવેલી છે? પછી પેલે અનંગકેતુ આ પ્રમાણે કહેવા લાગ્યો
મલય નામના પર્વતના શિખર રામસેહરદેવ ભગવાનનું એક મંદિર છે. ગળગળ કયારાઓમાં ઉગેલાં અને ભયાનક સર્પોથી વીંટળાયેલાં મલય નામના ચંદનના વૃક્ષને લીધે એ મંદિર વિશેષ રમણીય છે. ત્યાં એ દેવનું ભડભડતા અગ્નિસમાન ઊકળતું ફળફળતું ન્ડવણ ટીપે ટીપે ટપકતું નીચે પડે છે, અને હવને જે પુરુષ પિતાની હથેલીમાં છ મહિના સુધી ઝીલ્યા કરે અને તેને બરાબર સ્પર્શ કર્યા કરે તે જ પુરુષ આવા પ્રકારની ગુટિકાને મેળવી શકે છે. ખાસ વાત એ છે કે એ પાણીને સ્પર્શ એવી રીતે કરવો જોઈએ કે હથેળીમાં દાહ–બળતરા ન થાય. આ બધી વાત સાંભળીને અને તેને બરાબર સમજી લઇને રાજાએ અનંગકેતુને છૂટો કર્યો એટલે તે પોતે પિતાના ઈચ્છિત સ્થાને જઈ પહોંચે.
પછી રાજા પણે ત્યાં એ પથારી ઉપર ઠેઠ મધરાત સુધી રહ્યો. ત્યાર બાદ એણે ઊઠીને પિતાને વેશપલટ કરી લીધો, ફક્ત એક તરવારને સાથે લઈને એ કેઈ ન જાણે એ રીતે રાજભવનમાંથી બહાર નીકળી ગયો. નિરંતર અખંડ પ્રમાણે કરતે કરતો તે જલદી જલદી ચાલવા લાગ્યો અને એ રીતે ઝપાટાબંધ પ્રવાસ કરતે તે વિના વિલંબે મલયાચલ સુધી પહોંચી ગયે.
ત્યાં એણે મોટા મોટા તાપિરછને ગુચ્છા સમાન, ચકચકતી કાંતિવાળા, કાળા કાળા મટી મટી ફોવાળા સર્પોને ચંદનના ઝાડ ઉપર ઝાડોને ગેળાકારે વીંટીને લટક્તા જોયા. તથા જંગલી હાથીની સૂંઢના પ્રહારને લીધે ખરા થઈ ગયેલા ચંદનના વનમાંથી નીકળતી મઘમઘતી સુગંધથી ભરેલ ત્યાં ચારેકોર વાતી હવાને અનુભવી. વળી, એ સ્થળે એ રાજાએ
"Aho Shrutgyanam