________________
ભરત રાજાની પરોપકાર માટેની વિચારણા
: કથાન–કાશ : પુણ્ય અને મહત્તા વગેરે અનેક ગુણને લીધે મેટા મેટા બીજા પરાક્રમી રાજાએ પણ તેની પાસે ફિક્કા જણાય છે. એણે પિતાના બળના પ્રભાવે ઇંદ્રને પણ અવગણનાપાત્ર ઠરાવેલ છે. રણાંગણમાં ઝૂઝવામાં કુશળ એવા ઊછળતા વૈરીઓના મસ્ત હાથીઓને મારવા સારુ એ રાજા શરાવ સમાન છે, એના ચરણમાં અર્ધભરતખંડના કેટલાક માંડલિક રાજાઓના મુકુટે નમેલા છે એ એ રાજા, દુર્ઘર્ષ–મહાઉદ્ધત-દુષ્ટલેકેને મૂળથી ઉખેડી નાખી પોતાના રાજ્યનું પાલન કરે છે.
એ રાજાનું દઢ મન શીકાર ખેલવામાં, સંગીત સાંભળવામાંનાચ-તમાસા જોવામાં, ઉત્તમ યુવતીઓ સાથે ભેગે ભેળવવામાં અને જુગારના વ્યસનમાં એ બધે સ્થળે કઈ પણ ઉપર જરા પણ રસ ધરાવતું નથી. વળી, મોટા મોટા શત્રુઓને વિજય કર્યા પછી પણ એ રાજા પરોપકાર ન કર્યો હોય તે ખરે બપોરે પણ પોતાના જીવનને વારંવાર નિષ્ફળ થએલું ગણે છે. એ રાજાને એના સમગ્ર અંતઃપુરમાં પ્રધાન એવી સુચના નામે
સ્ત્રી છે અને અસાધારણ રૂપ–લાવણ્ય વગેરે ગુણવાળો મહીચંદ નામે પુત્ર છે. પ્રકર્ષ પામેલી બુદ્ધિના દરિયા જેવા ભૂઈલ વગેરે તેના મંત્રીઓ છે. એક વાર એકાંતમાં બેઠેલા સજાએ ઘણું દિવસ પહેલાં જ મંત્રીઓને સનેહપૂર્વક કહી રાખેલું કે, હે મંત્રીઓ ! આ મારે પુત્ર મહીચંદ મારા રાજ્યના ભારને વહી શકવાને ધીર-સમર્થ છે માટે જેમ બધાં કામકાજેમાં તમે મને પૂછ્યા કરે છે તેમજ તમારે હવે એને જ બધાં કામકાજોમાં પૂછડ્યા કરવું અને છેવટે તેનું વચન પ્રમાણભૂત સમજવાનું છે. હું વળી કઈ કાર્યને લીધે અહીં કે બીજે ઠેકાણે જાહેર રીતે વા છાની રીતે રહેવાને છું વા ચાલ્યા જવાને છું માટે તમારે હવે રાજ્યનાં બધાં કામકાજ સંભાળવા માટે તત્પર રહેવાનું છે. “બહુ સારું” એમ કહીને મંત્રીઓએ રાજાના આદેશને માન્ય રાખે અને પિતાના પુત્રને રાજયને બધે ભાર સોંપીને એ ભરતરાજાએ નિરંતર પરે પકારનાં કાર્યો કરવામાં જ પિતાના મનને જોડી દીધું. તેણે પિતાના રાજ્યમાં, યોગ્ય ઉપચાર ન મળી શકવાથી લેકેને અનેક પ્રકારના રોગથી પીડા પામતા જોયા. એ રીતે રિબાયેલા લોકોને રેજ ને રોજ મરણ પામતા જોયા તથા અંધારાને લીધે ખંડિત થતા ચંદ્રના બિંબની પેઠે પ્રતિપક્ષના મંડળને પાપથી ખંડિત થતું જોયું અર્થાત્ રાજ્યના પ્રતિપક્ષીઓને તેમનાં પાપને લીધે ખંડિત બનતા જોયા. વળી, હિમાલય વગેરે મોટા મોટા પર્વતના મેટા ભાગને લીધે જમીનની બરાબર વહેંચણી ન થઈ શકે એવું પણ તેણે જોયું. આ બધું જોઈને એ રાજાને ઘણું જ દુઃખ થયું અને તે વિચાર કરવા લાગ્યું કે –
કઈ પણ કુશળકર્મના પ્રભાવને લીધે અમે ધરાપતિ–રાજા થઈ ગયા છીએ અને કેમાં ગવાય છે કે અમારાં ચરિત્ર ત્રણ જગતમાં કાંઈક આશ્ચર્ય પેદા કરનારાં છે. આમ છતાંય દુઃખથી પીડા પામેલા પ્રાણીઓને શરણુ-રક્ષણ આપવા, સુખ ઉપજાવવા અમે
"Aho Shrutgyanam