________________
પરોપકાર વિશે રાજા ભરતનું કથાનક (૩૨) SFSFUR બી તો જા ઉપર ઉપકાર કરનાર પુરુષ પિતાના આત્માને પણ કૃતાર્થ કરે
છે અને હવે અહીં એવા પાપકારી વિશે જ કહેવાનું છે. ઉપકારના બે પ્રકાર છે. એક દ્રવ્યથી ઉપકાર દ્રવ્યોપકાર અને બીજે ભાવથી ઉપકાર ભાવપકાર. ખાનપાન વગેરે આપીને બીજાઓને સહાય કરવી તેનું નામ દ્રવ્યથી ઉપકાર. દુઃખથી પીડા પામતા પ્રાણીઓના ઉપર ઉપકાર કરીને જ્ઞાન આપવું, સમ્યગદર્શનની પ્રાપ્તિ કરાવવી અને ચારિત્ર શીખવવું વા સંયમ શીખવવો એનું નામ ભાવથી ઉપકાર. જે લોકો સામાન્ય બુદ્ધિના, તુચ્છ પ્રકૃતિના અને પિતાના કલ્યાણ તરફ લક્ષ્ય વગરના હોય છે તેઓ પહેલા દ્રવ્યપકારને પણ કરી શકતા નથી, કિંતુ જે લોકે સારા કુળમાં જન્મેલા હોય છે, સ્થિર ગંભીર અને ભવિષ્યમાં કલ્યાણના કાંક્ષી હોય છે તે ઉત્તમ સરે જ પરોપકાર કરી શકે છે. બીજા ભાવપકારને તે તીર્થકરો, આચાર્યો, મહદ્ધિક ગણધરે તથા ઉપાધ્યાયે કરી શકે છે અને નિર્મળ પ્રકારને પામેલા મુનિઓ પણ કરી શકે છે. વળી, ધર્મવિધિમાં કુશળ એવા બીજા ગૃહ વગેરે અને મુનિએ પણ પિતપોતાની મર્યાદા પ્રમાણે આ જાતના ઉપકાર કરવાના અધિકારી છે. જે લોકો ભપકાર કરે છે તેઓ તે પ્રસિદ્ધ નિર્વાણુફળને પામે છે અને કપકાર કરનારા પણ રાજા ભરતની પેઠે અતુલ ફળને મેળવે છે. એ ભરતનું કથાનક આ પ્રમાણે છે.
ભેગપુર નામે એક નગર છે. એ નગરમાં વેદવિધિને જાણનારા અને તે પ્રમાણે દક્ષિણ આપવામાં કુશળ એવા ધનાઢ્ય લેકેએ અનેક યા કરેલા હોઈને ત્યાંની ઉત્તમ જમીનમાં ઘણુ યૂપસ્તંભે ખોડવામાં આવેલા છે, તથા એ નગર બહુવિધ રકખસંગત છે છતાં લંકલયાણુગત નથી અર્થાત્ એ નગર ઘણું ઘણું રકખ-રાક્ષસોથી સંગત હેવા છતાં ય લંકાલયથી–લંકાનિવાસીઓથી--રાક્ષસેથી અનુગત નશી.' વળી, આ નગરમાં પ્રકટિતવહુવાડિયાડવ-વધારેમાં વધારે વહુવાડિયા-જુવાન વહુઓને જ આડંબર દેખાય છે છતાં એ નગરમાં પ્રોઢ પ્રમદાના પરમ વિલાસ પણ જોવામાં આવે છે.”
એવા એ નગરમાં શ્રી ભરત નામને મહારાજા રાજ્ય કરે છે. એ મહારાજાનાં પિતાનાં પ્રતાપ,
૧. એ શબ્દવિરોધ છે. તેને પરિવાર આ પ્રમાણે-એ નગરમાં ઘણી રકખ-રખવાળો છે. નગરની રક્ષા કરનારા ઘણા ઘણા પુષે છે એથી એ નગર રખસંગત છે અને લંકાલયાણુગત એટલે રંકાલયાનુગત નથી અર્થાત્ ત્યાં કોઈ રંકપુના ઘર કયાંય જોવામાં આવતા નથી.
૨. આ પણ શબ્દ. રાધ છે. તેને પરિહાર-એ નગરમાં વહુવાડિયા એટલે ઘણી વાટિકાઓ છેઘણા આરામવિનોદ કરવાના બગીચા છે અને એ નગરમાં પ્રૌઢ પ્રમદ્દાઓના ઉત્તમ ભોગવિલાસ પણ છે.
"Aho Shrutgyanam