________________
• કથારનકાશ :
ધનપાલે ખરીદેલ એકાવલિ હાર
૧
એક તરફથી હાથના તાળેાટા પાડતા ઉતાવળા ઉતાવળા વૈતાલે આવ્યા, બીજી તથી કહડક કરતુ ડાકણાનુ ભયાનક ટોળું આવ્યું. એક તરફથી કલબલાટ કરતુ ભય કર ભૂતાનુ અને પૂતળાઓનું મેટું જૂથ આવ્યું, પાછળની તરફથી િિવષ જાતના માટી મોટી ક્શાવાળા ભયાનક ભોરિંગાનુ ટોળુ ફુંફાડા મારતું આવ્યું. વળી ીજી તરફથી મેોટા મોટા વિશાળ તણખાને ઝરાવતા પ્રચંડ લપલપતી જવાળાવાળા ઉલ્કાપાતા થવા શરુ થયાં અને પાછળથી વિકરાળ મુખવાળા દોડતા દોડતા મોટા સિહાનુ ઝુંડ આવી પહેાંચ્યું.
આ પ્રકારના ભયાનક દેખાવે ઉપર દેખાવેા મારી સામે આવ્યા છતાંય ચેડા પણ મને ભય ન લાગ્યા અને મારી સ્થિરતા અખંડિત જ રહી ત્યારે એકદમ પેલી મારી કુલદેવતા મારા ઉપર તુષ્ટ થઇ ગઇ. હિમ અને દૂધ જેવા ધેાળા આ નિળ કાંતિવાળા એકાવિલ નામના હારની જોડને મને આપી સ્નેહ સાથે મને કહેવા લાગી: હે પુત્ર ! કાળ વિષમ છે, પુણ્યની સામગ્રી પૂરેપૂરી નથી, લૂટારા વ્યંતરા અહીં બહુ છે તેથી તુ અહીંથી આ લઈને ચાલ્યા જા. તું કાકી નગરીમાં જઇને કાઇ પુણ્યવંત વાણિયાને આ અને હાર વેચશે. તને રસ્તામાં કશું વિા આવવા નહીં દઉં. એ પ્રમાણે તે દેવીના કહેવાથી એક હાર તે અહીં જ વેચી નાખ્યો છે અને આ ખીજા હારને તારી પાસે આણ્યા છે માટે તને વ્યાજબી લાગે તે શીઘ્ર મને આપી દે. પછી ધનપાલે પોતાની બુદ્ધિથી એ હારની કિંમત આંકી ત્યાં એકાંતમાં જ તેને દસ દસ હજાર સાનૈયા ગણી આપ્યા. શજી થઈને એ બ્રાહ્મણ પેાતાને સ્થાને ગયે અને હરખ પામેલા ધનપાલે એ સુંદર એકાવલી હારને રતનના કરડિયામાં-રતને ભરવાના કરડીયા દાબડામાં મૂકી દીધેા. હવે આ સમયે પેલા તેના મિત્ર આલચ'દ દૂર બેઠેલા હતા છતાંય દૂરદૂરથી પારકા છિદ્રોને જોવાની રુચિવાળા તેણે એ હારની ચમકારા કરતી કાંતિની છટા જોઈ લીધી. એ ોઈને એને એમ નક્કી લાગ્યું કે આ હાર કાઇ ચાઉ માલ હશે અને એમ હશે. માટે જ ઘરના એક ખૂણામાં બેસી કાઈ ચારાઉ માલની પેઠે જ એને ખરીદવામાં આવ્યે લાગે છે, એમ ન હત તા અમારા બધાની સામે જ તેને કેમ ન લીધા હાત ? એ પ્રમાણે વિચારી તે માલચંદનું મન કલુષિત થયું અને પાતે મિત્ર હેાવા છતાંય તેને દૂર રાખવામાં આન્યા એથી વળી એના મનમાં વધારે ક્લેશ થયે.
હવે ધનપાલ પણ પેલા બ્રાહ્મણુને વળાવીને બીજી જ ક્ષણે પાછા મૂળ સ્થાને આવીને પોતાના પૂના આસન પર બેસી ગયે. · આને દૂર કર્યાં હતા એથી એ શષે ન ભરાય એમ વિચારી ખાલચંદને એણે આદરપૂર્વક જણાવ્યું: હું મિત્ર ! તને કાંઇક ખાસ કહેવાનું છે પરંતુ તેને માટે આ પ્રસગ નથી એથી ફ્રી વળી પ્રસંગ આવતાં જ કહીશ. આ સાંભળીને આલચંદને વિચાર થયેા કે ખીજું શું કહેવાનુ હેાય? એ ચેરાઉ માલને લીધાની જ વાત કરવાની હશે. મિત્રની વાત સાંભળીને બાલચંદ એલ્યેઃ ઠીક, પછી જ કહેજે. હવે તે
"Aho Shrutgyanam"