________________
૧૦૯ વૃદ્ધ પુરુષે કહેલ એકાવલિ હારની પ્રાપ્તિ
: કથાન-કેશ ; એ રીતે ધનપાલ વાત કર્યા કરે છે અને બાલચંદ તેનાં વખાણ કર્યા કરે છે. અને એમ ને એમ એમનાં રાતદિવસ ચાલ્યા જાય છે. એવામાં એક દિવસે દેશાંતરથી આવેલે એક ઘરડી પુરુષ ધનપાલની પાસે આવ્યું. એની પાસે ચંદ્રના મંડળ જેવા મોટા મોટા મિતીઓને એક મેટે એકાવલિ નામે હાર હતું. ત્યાં આવતી વેળાએ એ હારને તેણે સંતાડી રાખ્યો હતો. ઘરડો પુરુષ છેક ધનપાળની પાસે જઈને બે હે શેઠના દીકરા! એકાંતમાં આવી તે તને કાંઈ કામની વાત કહું. એ સાંભળી, બાલચંદ વગેરે ત્યાં બેઠેલા બધાને અસ્વસ્થતા ન થાય માટે તે, એ સ્થાન છેડી પિલા પરદેશથી આવેલા ઘરડા પુરુષની સાથે એકાંતમાં જઈને બેઠો. પછી ત્યાં એ દેશાંતરથી આવેલા ઘરડા પુરુષે તેને પિતાની પાસેને હાર દેખાશે. ધનપાલે તેને આશ્ચર્યભરી નજરે જોયે. પછી પિલા ઘરડા પુરુષને કહ્યું હે ભદ્ર! તને આવો હાર ક્યાંથી મળી ગયો? પછી એ ઘરડે માણસ બોલ્યા સાંભળે, આ હાર મળવાની વાત કહું છું.
હું સીંહલદ્વીપને રહેવાસી બ્રાહ્મણ છું. મારું નામ આદિત્ય છે. બંભણવાર વગેરે અનેક દેશમાં લેવડ દેવડ-માલ વેચ, માલ ખરીદવો વગેરે પ્રવૃત્તિ કરીને ધન કમાઈ મારી આજીવિકા ચલાવું છું. એક વાર ધન કમાવા માટે વહાણ લઈને હું કડાહદીવ વગેરે અનેક હપ તરફ ઉપડ્યો. વાત એમ બની કે જુદી જુદી જાતના ઘણા પદાર્થો ભરેલું એ મારું વહાણ ત્યાં ઓટમાં ફસાઈ પડયું, મારું બધું ય ધન નાશ પામ્યું, “આ નિર્ધન છે” એમ કરીને ગામના લોકેએ મારે પરાભવ કર્યો અને હું મોટા ચિંતાના સાગરમાં પડી ગયે. શું કરું? તેને યાદ કરું ? અથવા શું હવે મરી જાઉં? આ રીતે ચિંતા કરતાં કરતાં ભારે દુઃખ થવાથી મને મૂછ આવી ગઈ અને લાકડાની પેઠે જડ થયેલે હું જમીન ઉપર ઢળી પડ્યો, એટલામાં સ્વપ્ન આવતાં મેં મારી સ્નેહવાળી અને દયાવાળી માતાને બેલતી જોઇઃ “હે વત્સ! આ રીતે નિધન થયેલે તું શા માટે સંતાપ કરે છે? ખાવાપીવાને ત્યાગ કરીને અને મરવાનો નિશ્ચય કરીને તું આપણી કુળદેવતાની આદરપૂર્વક આરાધના કર એથી એ કુળદેવી તને એવું કરશે જેથી તારે ખેદ પામવાને પ્રસંગ નહીં આવે. આ સિવાય બીજું કઈ તને જરા પણ બચાવી શકે એમ નથી” એમ બેલીને તે માતા અદશ્ય થઈ ગઈ
હું પણ જ્યારે મૂચ્છિત થઈ ગયે ત્યારે મારા પરિવારે મારી સારવાર કરી મને ભાનમાં આણે. ભાનમાં આવતાં જ મારી માતાએ સ્વપ્નમાં આપેલ ઉપદેશ મને સાંભરી આવે, એથી તે જ દિવસે સાંઝે હું કુલદેવતાને મંદિરે ગયે. ત્યાં જઈ મેં ફૂલ, નિવેદ, દ વગેરે પૂજાવાળી સામગ્રી દ્વારા દેવીની પૂજા કરી. પછી દેવીની સમક્ષમાં “હે દેવિ ! તારા ચરણની કૃપાથી મને વરદાન મળશે તે જ ભજન કરીશ” એ નિશ્ચય કરીને તેની ઉપાસના કરતે દેવીની સામે જ પડ્યો રહ્યો. મારે દસ ઉપવાસ પૂરા થયા ત્યારે એક રાત્રે મને ડરાવવામાં આવ્યું. કેવી રીતે?
"Aho Shrutgyanam