________________
ક્યારેલ-કાશ :
ધનપાલને થયેલ સ વગપ્રાપ્તિ
૧૦૮
હું સાવાહ ! તું શા માટે શેક કરે છે? પૂર્વે કરેલાં દુષ્કૃત કાને લીધે જીવાની આવી જ ગતિ-સ્થિતિ થાય છે માટે શેક કરવાથી શું? ખરી રીતે તારે હવે એ પૂર્વે કરેલા દુષ્કૃતાને જ દેદવા માટે પ્રયત્ન કરવા જોઇએ.
સારી રીતે દુઃખના સ્વરૂપને તું સમજ્યા હા અને દુઃખના પરિણામે આવી પડેલા આ સંસારને પણ તજી દેવા ચાહતા હા તે ખરેખર તુ શ્રમણધમના સ્વીકાર કર. એ શ્રમણધર્મ જ દુઃખના બધાં લાકડાને ખાળવા માટે દાવાનળ સમાન છે, માટે સર્વાંસગના ત્યાગ કરીને તુ શ્રમણુ થઈ જા. આ જગતમાં જે પુરુષે શ્રમણુધર્મમાં ઊજમાળ થઈને તેને સાધવા માટે સારી રીતે પ્રયત્ન કરેલ છે તે પુરુષ આવાં પ્રકારનાં દુઃખાને જલાંજલિ જ આપી દીધી છે, કામના તેા કટકા કરી નાખ્યા છે અને ક્રોધ, માન, માયા, લેભ વગેરે શત્રુઓને પણ હણી જ નાખેલા છે. સૂર્ય કાંત મણિની કણી જેવી રીતે મહાઅધકારને દૂર કરી શકે છે, આગની ભડભડતી જ્વાળા જેવી રીતે વૃક્ષાની હારની હાર મળી શકે છે તેવી જ રીતે આ સાધુદીક્ષા ખધાં દુઃખાને મૂળમાંથી દૂર કરી શકે છે અને બીજી કોઇ પ્રવૃત્તિ દુઃખાને દૂર કરી શકતી નથી. જે મુનિ શુદ્ધ દીક્ષામાં તત્પર છે તેએ સ્વર્ગને વખાણુતા નથી, તેમજ રાજાને પશુ સ્વસ્થપણે સુખી માનતા નથી તથા શત્રુ અને મિત્રનું, સાનુ અને ઢંકાનું, મેતી અને પત્થરનું એક જ સરખું સ્વરૂપ માને છે. આગથી તે આ જે દેખાય છે તે બહારનુ શરીર જ મળી જાય છે અને અંદર રહેલ કામ ણુ શરીર તે એમ ને એમ જ રહે છે. તારી ઇચ્છા એ કાણુ શરીરને પશુ માળી નાખવાની હાય તે તુ દીક્ષાના અગ્નિની ચિંતા પ્રગટાવી તેમાં તેને બાળી નાખ. આ પ્રમાણે, તે સરળ નિઃસ્પૃહ એવા શ્રમસિ'હું મને પ્રતિબંધ આપ્યા તેથી હું ઇન્દ્રિયાને દમન કરનાર એવા શ્રમણ થયેલ છું.
*
આ પ્રમાણે સાંભળનારના ચિત્તમાં અતિશય ઉદ્વેગને ઉપજાવનારું એવું તે મુનિએ પેાતે દીક્ષા લેવાનું નિમિત્ત જણાવ્યું. એ સાંભળીને ધનપાલના મનમાં સવેગ થયે, તે મુનિને પગે પડીને કેટલાક ખાસ ખાસ તે લઈને · સાંજ પડી છે' એમ જાણી પેાતાના મિત્ર બાલચંદ્રની સાથે પોતાને ઘેર ગયે. સાંજને ટાણે કરવાનાં ચૈત્યવંદન વગેરે આવશ્યક કર્માં તેણે કરી લીધાં પછી તે, પેાતાની ગામીમાં બેસી ખાલચ . સાથે વાતચિત કરવા લાગ્યા: હે મિત્ર ! સાધુ-મુનિરાજની અસાધારણ ભલમનસાઇ તે જો, અકા તરફ એની વિચિકિત્સા તા જો, ભારે તપ કરવાની તેની પ્રવૃત્તિ તેા ો, એની ઉત્તમ ચેષ્ટા તે જો, અમૃત કરતાં પણ ચડી જાય તેવું તેના મુખનુ લાવણ્ય તા જો, આ સાંભળનાર ખાલચંદના મનમાં અતિ સંકલેશ હતા, તેથી તેને એ બધુ સાધુની ક્રિયાકલાપના સબંધમાં જે કાંઈ કહેવામાં આવ્યું તે કશુય ગમ્યું નહી. છતાંય કેવળ ધનપાલને અનુસરવા માટે તે એલ્યાઃ હા એમ જ છે. એ મુનિ મહાનુભાવ સત્યમ કરવાને માટે ભારે પ્રક પામેલ છે.
"Aho Shrutgyanam"