________________
ભાઈ-ભગિની વિચિત્ર સંગમાં મેળાપ : કથાર-કેશ : ઘણે સમય ગયેલ હોવાથી મને તે બધું સાંભરી આવ્યું. મારા ઓરમાન ભાઈઓ જ્યાં ગયા? ગરીબ બિચારી મારી નાની બહેનનું શું થયું હશે ?
આ બધું સાંભરી આવવાથી મેં ઘર તરફ ઉપડવાની બધી તૈયારી કરવી શરૂ કરી અને અનેક ઉંટે તથા બળ ઉપર કરિયાણાની પિઠે ભરીને હું મારા ગામ ભણું જવા નીકળે. ગામની પાસે જ પહોંચીને મેં પડાવ નાખે. મારા પિતાના બંધુઓ તથા સ્વજને વિશે મેં ગામલેકને પૂછ્યું. તે બધાં મારા સ્વજને ઘણા સમયથી મરી ખૂટેલાં -તેથી કોઈ તેમના વિશે મને કશું પણ કહી શક્યું નહીં, તે પણ મને મારી જન્મભૂમિને તે પક્ષપાત જ હતે એથી હું ગામ વચ્ચે પેઠે. મુકુંદનું મંદિર જોયું અને ત્યાં બેઠો. તે સમયે એ મંદિરમાં કઈ નૃત્યસમારંભ ચાલતો હતો. તેમાં સુંદર હાવભાવવાળી કે સ્ત્રી નાચતી હતી. નાચતી વખતે એ સ્ત્રીના ઝાંઝરનો ઝમકારાવાળા પગના ઠમકાથી એ સમારંભ વિશેષ સુંદર લાગતું હતું. ત્યાં એ નાચતી સ્ત્રી, બીજી બધી વિલાસિનીઓની-નાચનારીઓની બરાબર વચ્ચેવચ હતી. બધી વિદ્યાઓમાં શબ્દવિદ્યા જેવી, બધી લતાઓમાં કલ્પવૃક્ષની વેલ જેવી, બધી ગાયમાં કામધેનુ ગાય જેવી એ સવિશેષ શેભતી મારા જેવામાં આવી. એને આકાર સુંદર હતું, કરેલા શણગાર અને બનાવેલા વેશથી એ નાચનારી વેશ્યા બહુ સુંદર જણાતી હતી. તેને જોઈને મને તેના ઉપર અનુરાગ થશે અને રાતને સમયે મેં તાંબૂલ, ફલ અને વિલેપન વગેરેની સામગ્રી મારા નોકર સાથે તેને ત્યાં મોકલી આપી. તે બધું તેણે આદર સાથે સ્વીકાર્યું અને મારા તરફ પણ આદરભાવ બતાવ્યું. પછી પલંગ તૈયાર કર્યો અને મંગળદીપને પ્રગટાવ્યો. પછી તે સવિશેષ શણગાર કરતી કરતી દર્પણમાં જતી હતી તેટલામાં મારા નેકરેને પાછા મેકલી હું તેના ભવનમાં પેઠે. તેણે એકદમ, મારે આદરસત્કાર કર્યો, પૂજા કરી અને હું સુખશય્યા ઉપર બેઠે.
બરાબર આ સમયે મારા પગ ધોવા માટે તે પાણી લેવા ગઈ એટલામાં તેને છીંક આવી અને તે બોલીઃ રામદેવ ઘણું છે. તેનું એ વચન મારા નામને બરાબર મળતું આવતું હે ઈ મને તેના ઉપર “એ મારી નાની બેન હોવી જોઈએ એવી જરાક શંકા થઈ એને હું બે હે ભદ્રે ! હમણાં આ પગ ધોવાનું કામ જવા દે પરંતુ તે જે છીંક ખાતાં “રામદેવ ઘણું છે” એમ કહ્યું તે વિશે જ વાત કર કે એ રામદેવ વળી કે પછી તે બેલીઃ હે દેવાનુપ્રિય! તે ગમે તે કઈ પણ હેય, તમારે એનું શું કામ છે? હું બે હે ભદ્રે ! તને હું આકરામાં આકરા સેગન દઉં છું માટે તું ખરેખરી જે વાત હોય તે જ કહી બતાવ. એમ મેં જ્યારે તેને વારંવાર કહ્યું ત્યારે તેને પિતાની કુલમર્યાદા-ખાનદાની સાંભરી આવી, તેને તે સમયને નિંદનીય વ્યવહાર પણ તેના ખ્યાલમાં આવી ગયે, એથી કરીને તેના હૃદયમાં ભારે શોકને આવેગ આવ્યું, તેને લીધે આંખોમાંથી
૧૪.
"Aho Shrutgyanam