________________
: કથારન-કેશ:
સુહદત મુનિવરે કહેલ સ્વદીક્ષાનું કારણ જેમ લક્ષમીપતિ કૃણે સમુદ્રને મથીને લક્ષમીને પિતાને ઘેર આણેલી તેમ એ રાજાએ પિતાની તરવારના મેરુને રવાલે કરી શત્રુઓના ઘડા, હાથી, રથ અને સુભટના ચતુરંગવાળા લશ્કરના મહાસમુદ્રને મથીને પિતાને ઘરે લક્ષ્મીને આણેલી છે. તે રાજાને પરમ વિશ્વાસપાત્ર એ ભવનચંદ નામે એક શેઠ ત્યાં રહે છે, તેને બહુમતી નામે સ્ત્રી છે. તેને ધનપાલ નામે પુત્ર છે. પુરુષોની જેવી પ્રવૃત્તિઓ કરીને એ ધનપાલ પરમ પ્રકર્ષને પામેલે છે અને અનેક કળાઓમાં કુશળ થઈને તે, આ લેક અને પરલોકને અવિરુદ્ધ એવી પ્રવૃત્તિ કરતે પોતાને સમય વિતાવે છે. ત્યાં રહેતાં સંકર ચેટ્ટીના પુત્ર બાલચંદ્ર સાથે એ ધનપાલને ભાઈબંધી થઈ. ખાસ વાત એ હતી કે ધનપાલ સરળ હતો અને બીજે બાલચંદ્ર દુષ્ટ પ્રકૃતિને હતો. ધનપાલને તેના તરફ એવો પ્રેમ હતું કે તેને દેને વિચાર સરખે પણ ન આવત. આવી નિર્મળ પ્રીતિવાળો તે, તેના વિના એક ક્ષણ પણ ચેન ન પામી શકતે.
તે બંને મિત્ર સાથે જ રમતા, ઘરમાં અને દેવમંદિરોમાં પણ સાથે જ ભમતા તથા ધન કમાવા વગેરેની પ્રવૃત્તિમાં પણ હંમેશાં સાથે જ વિચરતા. હવે એક દિવસે તેઓ બને એક બગીચામાં પહોંચ્યા. ત્યાં તેમણે સુહદંત-સારા દંતવાળા અને સારી ભાવાળા હાથીની પેઠે એ બગીચામાં આવેલા એક સુહદત નામના મુનિને યા, તેને વંદન કર્યું. એ મુનિમાં અત્યંત સૌમ્યગુણ હતો અને બીજા પણ અનેક શુભ લક્ષણો હતાં તે જોઈને તેમને બન્નેને એ મુનિ અસાધારણ લાગ્યા, એથી તે બને “તેણે પ્રવજ્યા શા માટે સ્વીકારી?” એ વિશે પૂછવા લાગ્યા.
મુનિ બોલ્યાઃ હે ભદ્ર! અનંત બનાના વનોથી ભયાનક બનેલા આ સંસારમાં દીક્ષા લેવાનાં અનેક નિમિત્ત બને છે તેમાંથી તમને કેટલાંક કહેવાય? તે પણ તમને સાંભળવાની ઉત્સુકતા છે તે એકમન થઈને સાંભળે. હું મારા દીક્ષા લેવાને નિમિત્તને તમારી પાસે સંક્ષેપથી કહી સંભળાવું છું.
હું અવંતી દેશમાં આવેલા બહુલ નામના નાના નેહડામાં રહેતા પુરંદર નામે સાર્થવાહને રામ નામને પુત્ર છું. મારી સગીબેનનું નામ મા છે. અમે બીજા પણ મારા સ્વજને ભાઈ બહેન વગેરે સાથે ત્યાં સુખપૂર્વક રહેતાં હતાં. એવામાં ત્યાં એક દુકાળ પડ્યો, ભેગું કરેલું અનાજ બધું ખૂટી ગયું, લેવડદેવડને વ્યવહાર બંધ થઈ ગયે, સાધારણ માણસે તે નાશ જ પામી ગયા, જેમાં અનેક માણસો રહેતાં હતાં તેવાં અનેક ઘરે ઉજજડ થઈ ગયાં. મારા માબાપ સ્વર્ગે સિધાવી ગયા. એટલે મારા કુટુંબમાં ફક્ત મારી એક બહેન જ બાકી રહી, તેને માટે મારી પાસે બચેલું ભોજન, અન્ન-સામગ્રી મૂકીને હું દેશાંતર તરફ ઉપડ્યો. જીવનનિર્વાહ માટે મેં અનેક ઉપાયે કર્યા, ભાગ્યને લીધે અને વ્યવસાયની અનુકૂળતાને લીધે હું થોડુંઘણું ધન પણ કમાયે, પછી ઘર અને બહેનને છેડ્યાં.
"Aho Shrutgyanam