________________
: કથાર–કાશ :
ઇદ્રિયદમન એ જ મુક્તિપ્રાપ્તિને ઉપાય
૧૦૨ આ પ્રમાણે દયા ઉપજાવે એવાં કરુણાભર વચનોને બોલતી, આંખમાંથી નીકળતાં આંસુના પ્રવાહને લીધે પિતાના મુખને છેતી તે શેઠાણીને જોઈને પેલે સુયશ સાધુ તે ત્યાંથી ખસી જઈ દૂર ચાલ્યો ગયો અને વિચારવા લાગ્યઃ પિતાની ઇન્દ્રિય ઉપર જેઓ વિજય મેળવતા નથી તેમને તેમના જીવિતને નાશ કરનારી કેવી કેવી આપદાઓ પડે છે તે તો જુઓ. આ જગતમાં મુનિ ભગવતે જ ધન્ય છે, પુણ્યવંત છે, જેઓએ સુખરૂપ હરિને હણ નાખનારા દુષ્ટ ઇન્દ્રિયના સિંહને હણે છે. એ પ્રમાણે એ સ્ત્રીની દશા વિચારતા તે મહાત્માના મનમાં વધારે વૈરાગ્ય આવ્યું અને તે વિશેષપણે તપશ્ચરણ દ્વારા પિતાના આત્માને દમવા લાગે. છેવટે એ મુનિએ અનશન લીધું અને કાળધર્મ પામી એ, સનકુમાર નામના દેવકમાં વધારેમાં વધારે લાંબા આયુષ્યવાળો અને મેટી સદ્ધિવાળો દેવ થયે.
આ રીતે જેઓ પિતાની ઇદ્રિ અને મનને વશ રાખે છે તેમને લાભ થાય છે અને જેઓ તેમ નથી કરતા અર્થાત્ ઇદ્રિ અને મનને મોકળાં મેલી સ્વચ્છ વકરાવા દે છે તેમને હાનિ થાય છે એ નિશ્ચિત વાત છે માટે ધીર પુરુષે ! ઈદ્રિ અને મનને જિતવા માટે કટિબદ્ધ થાઓ. આખા જગતને હંફાવવા સમર્થ એવા ઇદ્રિરૂપ હાથીને જેઓ વશ રાખે છે તેમના હાથમાં જ મુક્તિનું સુખ છે એમ સમજે. વળી કુટુંબ કલહી હય, જુદા જુદા મનનું હોય, એક મનનું ન હોય તે ઘરને ધણ જેમ તે માટે કશું કરી શક્યું નથી અથવા રાજા ભલે શૂર હોય, વીર હય, મતિમાન હોય અને નીતિના ગુણોથી યુક્ત હોય છતાં તેનું લશ્કર સ્વરછંદાચારી હોય તે જેમ તે પણ કશું જ કરવા સમર્થ નીવડતું નથી, તેમ જેની ઇન્દ્રિયે પિતાપિતાના વિષયના આમિષમાં લબ્ધ હોય એ ભાવભીરુ જીવ પણ કશું જ કલ્યાણ કરી શક્તા નથી, એ સવેગવાળે, સુદષ્ટિવાળે અને ઈષ્ટ સિદ્ધિ માટે ઉધત મનવાળે જીવ પણ ઇદ્ધિને વશ વર્તી રહી પિતાનું કશું જ કલ્યાણ કરી શકતા નથી. આવી પ્રબળ દુષ્ટ ઇન્દ્રિયની પીડાને મૂળથી જ નાશ કરવા સારુ મુનિઓ માણસ વગરની અટવીમાં ફર્યા કરે છે, જપ કર્યા કરે છે, લાંબા . લાંબા ઉપવાસે ખેંચી કાઢે છે અને સ્નેહ તથા સેવાને પરિહાર કરી દુસહ સંકટ સહન કરે છે, અને બીજો ઉપાય પણ નથી, માટે વાંછિત અર્થની પ્રાપ્તિનું સાધન અને મુક્તિસ્ત્રીના હૃદયને ખેંચી લાવનારું ઉત્તમ કામણ ઈદ્રિયદમન જ છે એથી વિમળ બુદ્ધિવાળા પુરુષે એ જ કરવું જોઈએ.
શ્રી કથાન કેશમાં પાંચ ઇંદ્રિયો ઉપર વિજય મેળવી શકનાર સુયશ શેઠની કથા તથા પાંચ ઇંદ્રિયો ઉપર વિજય નહી મેળવી
શકનાર તેના પાંચ પુત્રનું કથાનક સમાસ, (૩૦)
"Aho Shrutgyanam