________________
૧૦૧
સુલસાને પશ્ચાત્તાપ
: ચારળ-કાળ :
કહ્યું ? અહેા ! આ પાપી પુત્રની માતૃભક્તિ કેટલી બધી વધી ગઇ છે ! એમ વિચારતી હું તે સમયે શેકના આવેગને લીધે રડવા લાગી, પછી ભલે કાંઈ પશુ ગમે તેમ થાય, મારે કશું ય ખાલવું નહીં એમ વિચારીને હું મોન જ રાખી રહી. ત્યાર બાદ તે દુષ્ટ દીકરે! આમતેમ વેશ્યાઓના ધરામાં આથડતા એક સમયે વસંતસેનાના ઘરમાં ગયા. તેના ગસ્પશમાં ઘણા જ મસ્ત બનીને ત્યાં જ રહેવા લાગ્યા. સમય જતા જે હતું તે પશુધન બધું નાશ પામી ગયું એથી વેશ્યાની માએ તેને ઘરે આવવાની ચેાખી ના સંભળાવી દીધી. બીજા બીજા બહાનાંઓ બનાવીને તેના તરફ અપમાન દેખાડવામાં આવ્યું અને જે તે નિમિત્ત અંતાવીને તેને ઘરમાંથી અહાર તગડી મૂકવામાં આવ્યા, ‘હુમણા સમય નથી' એમ કહીને દરવાજા ઉપર તેને રાકવામાં આવ્યે તે પણુ, એ બેશરમ છેકરા ફૂલા અને ફળા સાથે તેને ઘેર જવાનુ છેડતા જ નહીં, આમ અનેક પ્રકારે આડકતરી રીતે તેને આવતા અટકાવવાના પ્રયત્ન કર્યાં છતાં તે ન જ સમજ્યા ત્યારે એ વેશ્યાની માએ તેને ચાખ્ખા શબ્દોમાં કહી સંભળાવ્યું:
*
અરે વાણિયાના પુત્ર! તું પતે તે કશુ ધન આપતા નથી અને ધન આપનારા બીજા આવનારાઓને પણ વિન્ન કરે છે માટે હવેથી તું મારે ત્યાં આવીશ નહીં. આ રીતે તે વેશ્યાની માએ કઠોર અક્ષરે તેને કહી સંભળાવ્યા છતાં ય તે પાપમુદ્ધિવાળા છોકરા એ કહેર વચનોને સાંભળીને પણ ઉલટા પરિતાષ પામ્યા. અહેા ! કામનું સામર્થ્ય કેટલું બધું મહાત્ છે ! કામી પુરુષ પાતાના અપમાનને લીલા સમજે છે, રાષ ભરેલાં વચનાને પ્રણયકાપ કહે છે, એની પાસે વેઠ કરાવવામાં આવે તે તેને ‘ પેાતાની કુટુંબભાવે ગણના થઈ ' એમ માને છે, રાધે ભરાઈને સ્ત્રી પાટુ મારે તે તેને કામી ‘મહાપ્રસાદ ’ સમજે છે. આ રીતે કામી લેાકાને આવું આવું બધુ ઉલટું જ ભાસે છે. અહા ! કામી જનાની બુદ્ધિને વિપર્યાસ કેવા થાય છે ? જેમ જેમ પેલી વેશ્યાની મા તેને અટકાવવાને પ્રયત્ન કરતી ગઇ તેમ તેમ તે, પોતાને તેડાવે છે' એવું માનવા લાગ્યું. અને એમ માનતે તે, એક ક્ષણ પણ વસ'તસેનાના ઘરને છેડી શકતા ન હતે. એટલે એક વાર તે કુટ્ટણીએ કાઈ પુરુષની સાથે પેલેથી સંકેત કરીને તે ચંદને મરાવી નાખ્યા અને લેાકમાં એવુ જાહેર કર્યુ કે બીજા કોઈ પુરુષને જ્યારે આવવાનો સમય હતા ત્યારે તે આવેલે એટલે કાઈ પુરુષ તેને મારી નાખ્યા.
'
હું ભગવંત ! આવી રીતે મારી મદભાગણીના પાંચે પુત્રા મરી ગયા અને આ મા ઘરધણી–પતિ પણ મારા જ વાંકને લીધે ઘરથી નીકળી ગયેા અને સાધુ થઈ ગયા. હાય ! હાય ! હવે તે હું હતાશ થઇ ગઈ છું. મારે પતિ પણ ન રહ્યો અને છોકરાએ પણુ ન રા, અને હું મારો પેાતાની જ તુચ્છ બુદ્ધિને લીધે આવી વિષમ દશાને પામી છેં. લાંબા સમયના આપણા સ્નેહને યાદ કરીને તમારી જેવા સુપુરુષે! પણ, આવી વિષમ દશાને હું પામેલી છું છતાં, મારી ઉપેક્ષા કરશે તે તે ઉચિત નથી.
"Aho Shrutgyanam"