________________
સુલતાએ ગુરુમહારાજને જણાવેલ સ્વપુત્રનું દુથરિત્ર : કથાન-કેશ : અનુચિતનું બધું ભાન તજી દીધું, અપકીર્તિના ફેલાવાને ડર પણ તજી દીધે, લેકલાજ પણ નેવે મૂકીને સંગીત સાંભળવા એ ચંડાળ ગવૈયાને ઘરે નિત્ય નિત્ય જવા લાગ્યા. ત્યાં જઈને હરણની પેઠે તે એકાગ્રચિત્તે સંગીતને ઇવનિ સાંભળ્યા જ કરતા હતા. આ રીતે એ, ચાંડાળાની સાથે એક કુટુંબ સાથે રહેવા લાગ્યા. રાજાને આ વાતના સમાચાર મળ્યા કે શેઠને છેક એક કુલીન ઘરમાં જન્મેલે છતાં ય આ રીતે ચાંડાળામાં કુટુંબભાવે પડ્યો રહે છે. પછી, “જે લેકે વર્ણસંકર કરનારા હોય છે તેમને અંત જ તેમનો દંડ છે” એમ વિચારીને રાજાએ ફોજદાર દ્વારા તેને મહાજનની સમક્ષ મરાવી નખા.
બીજા પુત્રનું નામ ધારણ છે, તેને નિરંતર સુરૂપવાળી સ્ત્રીઓ તરફ વારંવાર જોવામાં જ મજા આવતી હતી. એક વાર તે નટની રમત જોવા ગયો. ત્યાં તેણે શણગારથી ખૂબ વિભૂષિત થયેલી એક નટની કરીને જોઈ. જતાં જ તે, એમાં લટુ બની ગયું અને પિતાના કુલની માન-મર્યાદાને કેરે મૂકી તેણે નટને ઘરનું બધું ધન આપી તેની છોકરીની માગણી કરી. નટ બેઃ એ તે અમારું જીવન છે, તું એને અથ છે તો અમારી સાથે દેશાંતરમાં ચાલ, નટવિદ્યાને શીખ. પછી તે એ, એ નટની છોકરી તરફ ઘેલો થયેલે મને અને પિતાની સ્ત્રીને તજી દઈ નટની સાથે ચાલ્યા ગયા. ત્યાં નટની છોકરીનું મુખ જોઈ જોઈને આનંદ માણતે તે નટવિદ્યા-નટની કળા શીખવા લાગે. એ ભારે ચતુર હતો તેથી થોડા જ સમયમાં નવિદ્યા શીખી ગયે. હવે એક વાર તે, કાલસેના નામની ભલેની પલ્લીમાં જઈ એક મોટા વાંસડા ઉપર ચડીને નાચવા લાગ્યો. તાકડે એવું બન્યું કે એ પલ્લીને માલિક ભીલ પણ એ જ છોકરી તરફ તેના રૂપને લીધે લટુ બની ગયો અને તેણે એ છોકરીને પરણવાને વિચાર કર્યો. પછી તે એ ભલે વાંસડાની દેરડીઓ કપાવી નાખી, આધાર જતા રહેવાથી વાંસડ ડોલવા લાગ્યું અને હાથમાં ઢાલ અને તલવાર સહિત એ ધરણું નીચે પડ્યો. નીચે પડતાં જ તે મરી ગયે. પછી પેલે ભીલ પેલી નટડીને પરણી ગયે.
ત્રીજા છોકરાનું નામ યશ છે. તે વળી, સુગંધી ફૂલે, માળાઓ વગેરેના પરિમલને સુંધવામાં જ મસ્ત હતા અને સુગંધમાં અતિ લંપટ હતો. એક વાર તે એ માટે વનમાં ગયે. તે સમયે તત્કાળ વિકસેલી માલતીઓની કળીઓમાંથી નીકળતા અને ચારે દિશાઓમાં ફેલાતા સુગંધને સુંધીને એને પરમ સતેજ થયે. આટલેથી ન અટકતાં તેને “એ માલતીએના ઝુંડમાં જ સીધું પહોંચી જવું” એ વિચાર થયો. માળીઓએ તેમ કરતાં તેને ઘણે અટકાવ્યું છતાં ય જાણે કે તેને યમ જ ન ધકેલતો હોય તેમ એ ત્યાં માલતીઓના ઝુંડમાં પેઠે. એ વખતે માલતીની સુગંધને લેવા માટે ત્યાં એક મિટે બેરિંગ બેઠે હતે. તે, છોડના ઝુંડથી ઢંકાયેલો હોવાને લીધે દેખાતે નહતો. જે પેલે યશ ત્યાં પહોંચે કે તરત તેને એ ભેસિંગ ડો. તેનું વિષ ઘણું જ ઉગ્ર હતું, તે ચડી જતાં આખા યા શરીરમાં ફેલાઈ ગયું. પછી તે ગાડીએ આવ્યા. અને ઘણું ઉપચાર કર્યા, કેટલાક
"Aho Shrutgyanam